જન જાગૃતિ લાવવા માટે સાયલિસ્ટનો અનોખો પ્રયોગ, વૃદ્ધો પણ જોડાયા

લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતતા આવે અને સાયકલિસ્ટોને લોન્ગ ડિસ્ટન્સ સાયકલિંગની પ્રેકટીસ મળી રહે તે માટે પોરબંદર સાયકલિંગ ક્લબ પોરબંદરથી ઉપલેટા અને ઉપલેટાથી પોરબંદર રીટર્ન અને વન-વે એમ 75 કીલોમીટર અને 150 કિલોમીટરની સાયકલ યાત્રાનુ આયોજન કરવામા આવ્યું છે. જેમા આઠ વર્ષના બાળકથી માંડી એસી વર્ષના વૃધ્ધ અને મહિલા સહિત તમામ વયના લોકોએ ઉત્સાહ સાથે જોડાયા હતા. 
 

જન જાગૃતિ લાવવા માટે સાયલિસ્ટનો અનોખો પ્રયોગ, વૃદ્ધો પણ જોડાયા

અજય શીલુ /પોરબંદર: લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતતા આવે અને સાયકલિસ્ટોને લોન્ગ ડિસ્ટન્સ સાયકલિંગની પ્રેકટીસ મળી રહે તે માટે પોરબંદર સાયકલિંગ ક્લબ પોરબંદરથી ઉપલેટા અને ઉપલેટાથી પોરબંદર રીટર્ન અને વન-વે એમ 75 કીલોમીટર અને 150 કિલોમીટરની સાયકલ યાત્રાનુ આયોજન કરવામા આવ્યું છે. જેમા આઠ વર્ષના બાળકથી માંડી એસી વર્ષના વૃધ્ધ અને મહિલા સહિત તમામ વયના લોકોએ ઉત્સાહ સાથે જોડાયા હતા. 

આજના બાઇક અને કારના જમાનામાં સાયકલો એકદમ વિસરાઇ ગઈ છે તેમ કહીએ તો ચાલે. વધતા જતા વાહનોના કારણે ઇંધણનો વપરાશ પણ વધ્યો છે તો સાથે-સાથે પર્યાવરણને ભારે નુકશાન થઇ રહયું છે. આવા સમયે લોકોમાં સાયકલ ચલાવવા અંગે જાગૃતતા આવે તેવા ઉમદા હેતુથી પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા લોન્ગ ડિસ્ટન્સ સાયકલ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના કમલાબાગથી લઈને ઉપલેટા સુધી 75 કીલોમીટર વન વે અને ઉપલેટાથી રીટર્ન મળીને 150 આમ બે શ્રેણીમાં સાયકલ યાત્રા યોજાઈ રહી છે. 

આ સાયકલ યાત્રામાં 8 વર્ષના બાળકથી લઇ 80 વર્ષના વૃદ્ધ મળી કુલ 45થી વધુ સાયકલિસ્ટોએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ સમગ્ર સાયકલ યાત્રા યોજવા પાછળનો મુખ્ય હેતુ અંગે આ સાયકલ યાત્રાના આયોજકો દ્વારા એવુ જણાવવામાં આવ્યુ હતુ કે,પોરબંદર સાયકલિંગ ક્લબને ત્રણ વર્ષ પુરા થઈ રહ્યા છે તો લોન્ગ ડિસ્ટન્સ સાયકલિંગની બધાને પ્રેકટીસ પડે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાતની 15 લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર, મોટાભાગના રિપિટ

પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા આયોજીત પોરબંદરથી ઉપલેટા વન વે અને રીટર્ન એટલે 51 કીલોમીટર અને 150 કીલોમીટર સુધીની લોન્ગ ડિસ્ટન્સ સાયકલ યાત્રામાં પોરબંદર,રાજકોટ અને જામનગર સહિતના જિલ્લાઓમાંથી ડોક્ટરો,ઈજનેર,સીએ,બિઝનેસમેન,ઉદ્યોગકારો તેમજ મહિલાઓએ પણ ઉત્સાહ સાથે આ સાયકલ યાત્રાના એડવેન્ચરમાં ભાગ લીધો છે.

રાજસ્થાનથી કાર લઈ સુરતમાં ચેઇન સ્નેચીંગ કરવા આવતી ગેંગની ઘરપકડ

આ સાયકલ યાત્રમાં ભાગ લેનાર તમામ સાયકલિસ્ટોએ પણ આ આયોજનને બિરદાવ્યુ હતુ. અને ખાસ કરીને વૃક્ષોનુ જતન થાય અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે માટે આ સાયકલ યાત્રમાં જોડાયેલ તમામ સાયકલિસ્ટોને વૃક્ષા રોપણ પણ કરે તેવા હેથી દરેક સાયકલિસ્ટોને વૃક્ષોના રોપોનુ પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ તે વાતને પણ સાયકલિસ્ટોએ બિરદાવી હતી.

 
આજની આધુનીક પેઢી અને ખાસ કરીને યુવાધન તો સાયકલ ચલાવવાનુ એકદમ વિસરી ચુક્યુ છે ત્યારે પોરબંદરમાં કરવામાં આવેલ આ પ્રયાસ આવકારદાયક છે...પર્યાવરણના જતનની સાથે શરીરની શ્રેષ્ઠ કસરત પણ સાયકલ ચલાવવાથી થતી હોવાથી લોકો સાયકલ ચલાવતા થાય તે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news