Dandi March: કેમ કરવામાં આવી દાંડી કૂચ? શું થયું દાંડી કૂચ પછી? અને દાંડી પહોંચીને બાપુએ શું કહ્યું? જાણો ઈતિહાસ

12મી માર્ચ 2021ના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 91 વર્ષ બાદ ફરીએકવાર અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી કૂચનો પ્રસ્થાન કરાવ્યો. પણ શું 9 દાયકાઓ પહેલાંના આ ઈતિહાસ વિશે જાણો છો તમે?

Dandi March: કેમ કરવામાં આવી દાંડી કૂચ? શું થયું દાંડી કૂચ પછી? અને દાંડી પહોંચીને બાપુએ શું કહ્યું? જાણો ઈતિહાસ

ઝી બ્યૂરો, અમદાવાદઃ તમે બધા જાણો જ છો કે મહાત્મા ગાંધીએ કેટલાક અહિંસક આંદોલન કર્યા હતા. જેમાંથી એક છે દાંડી કૂચ..... જે માર્ચ-એપ્રિલ 1930માં યોજાઈ હતી. આ દાંડી કૂચ 80 જેટલા લોકો સાથે શરૂ થઈ હતી અને ત્યારબાદ 50 હજાર જેટલા લોકો આ 390 કિલોમીટરની લાંબી કૂચમાં જોડાયા હતા.

કેમ શરૂ કરવામાં આવી દાંડી કૂચ?
ડિસેમ્બર 1929ના લાહોર ખાતેની બેઠકમાં તે સમયની કોંગ્રેસ પાર્ટીએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પારિત કર્યો હતો. જે 26 જાન્યુઆરી 1930ના રોજ નક્કી કરવામાં આવ્યું હતું કે CIVIL DISOBEDIENCE એટલે કે તે સમયની સરકારને અસહકાર આપવાથી જ પૂર્ણ સ્વરાજ મળશે. તે દિવસે મહાત્મા ગાંધીએ નક્કી કર્યું કે જો મીઠા પરના કરને એટલે કે TAXને હટાવવા માટે અહિંસક લડાઈની જરૂર છે. જેને પગલે દાંડી કૂચ શરૂ કરાઈ હતી. જેને તે સમયના વાઈસરોય ઈર્વિન પણ રોકી શકયા ન હતા.

મીઠું દરેક વર્ગના લોકો ઉપયોગમાં લેતા હતા અને મીઠા પરના કરના કાયદાથી ગરીબથી લઈ તમામ વર્ગના લોકો ચિંતામાં મુકાયા હતા. 1882ના SALT ACT સુધી ભારતમાં લોકો દરિયાના ખારા પાણીથી મફતમાં મીઠું પકવતા હતા. પરંતુ, SALT ACTના કાયદા બાદ સ્થિતિ બદલાઈ હતી કેમ કે મીઠું પકાવવા માટે તે સમયે કોઈપણ વ્યક્તિએ બ્રિટીશ સરકારને 8.2 ટકા કર ચુકવવો પડતો હતો. જ્યારે, જો કોઈ મીઠું પકવતા પકડાઈ તો તેની સામે કાયદાકીય પગલા પણ લેવાતા હતા. જ્યારે, દાંડીના મીઠા સત્યાગ્રહથી બાપૂએ હિન્દુ અને મુસ્લિમોને એક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. મીઠા પર લાગેલા ટેક્ષના કારણે ભારતીયો મીઠું સ્વતંત્ર રીતે વહેંચી શકતા ના હતા. ઉલ્ટાનું મીઠું મોંઘું થયું હતું. જ્યારે, તે સમયે મીઠું મોટા પ્રમાણમાં ઈંગ્લેન્ડથી આયાત કરાતું હતું. જેના કારણે મીઠા પર આયાતનો કર લોકોએ ચુકવવો પડતો હતો.

ક્યાંથી શરૂ થઈ દાંડી કૂચ?
2જી માર્ચ 1930ના રોજ મહાત્મા ગાંધીએ પોતાના મીઠા માટેના કૂચ વિશે તે સમયના વાઈસરોય ઈર્વિનને જાણ કરી હતી. ગાંધીજીએ કહ્યું હતું કે, 12 માર્ચ 1930ના રોજ તેઓ અમુક લોકો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી મીઠાના કાયદાને તોડવા માટે એક કૂચ કાઢી રહ્યા છે. ત્યારબાદ, નક્કી કરેલા દિવસે જ એટલે કે 12 માર્ચ 1930ના રોજ તેમણે 80 જેટલા લોકો સાથે દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો. દાંડી કૂચનો રૂટ 385 કિલોમીટરનો હતો જે ગુજરાતના અનેકો ગામડાઓમાંથી પસાર થઈ હતી અને નવસારીના દાંડી દરિયા કાંઠે આ કૂચ પૂરી થઈ હતી. જેમ જેમ દાંડી કૂચ વધી તેમ તેમ ગાંધીજી સાથે લોકો જોડાતા ગયા. અને અંતે 5મી એપ્રિલના 1930ના રોજ દાંડી પહોંચ્યા હતા. અને 6ઠ્ઠી એપ્રિલના રોજ તેમણે વહેલી સવારે દાંડીના દરિયામાં સ્નાન કરી અને ત્યારબાદ મીઠું પકવ્યું હતું. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

શું થયું દાંડી કૂચ પછી?
દાંડી કૂચ બાદ મહાત્મા ગાંધીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ દેશમાં શરૂ થયો અંગ્રેજો સામે અસહકારનું આંદોલન. આ આંદોલનમાં બ્રિટીશરોએ 60 હજારથી વધુ લોકોને જેલના સળીયા પાછળ ધકેલી દિધા હતા. ત્યાર પછી તો ભારતીયો અંગ્રેજ સરકાર સામે અસહકારનો આંદોલનના ભાગેરૂપ તેમને બનાવેલા અનેકો કાયદાઓનો ભંગ કર્યો હતો. જે બાદ 5મેના રોજ ગાંધીજીની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી હતી અને કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી.

ગાંધીજીની જેમ દક્ષિણ ભારતમાં રાજાગોપાલાચારીએ પણ તામિલ નાડૂમાં ટ્રિચીથી વૈડારણ્યમની કૂચ કરી હતી અને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. તેની પણ અંગ્રેજો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. માલાબાર વિસ્તારમાં કેલાઅપ્પને પણ કલીકટથી પય્યાનુરની કૂચ કરી હતી. ત્યાર બાદ ભારતના અનેકો પ્રાંતમાં મીઠાના કાયદાને તોડવા માટેની કૂચ યોજાઈ હતી. અસમ અને આંધ્ર પ્રદેશમાં પણ આવી કૂચ કરવામાં આવી હતી. આવી જ એક કૂચ ગાંધીજીના સહયોગી ગફર ખાને તે સમયના ભારતમાં અને અત્યારના પાકિસ્તાનમાં આવેલ પેશાવરમાં પણ કરવામાં આવી હતી.

શું કહ્યું હતું ગાંધીજીએ દાંડી ખાતે પહોંચીને
આજે આપણે મીઠાના કાયદાનો ભંગ કર્યો છે. પરંતુ, કોઈ પણ આંદોલનકારીએ પોતાની ધરપકડનો વિરોધ કરવાનો નથી. આપણે પોતાનું આંદોલન અહિંસક રીતે જ કરવાનું છે. એક સત્યાગ્રહી પછી ભલે તે જેલમાં બંધ હોય કે આઝાદ હોય તે સત્ય અને અહિંસાના માર્ગ પર હશે તો જ વિજય થશે. જો તમારી હાર થાય તો માનજો કે તમે એકલા જ હારના કારણ છો. કાલથી શરૂ થતાં સંઘર્ષ માટે હું ભગવાનને તમારા માટે પ્રાર્થના કરૂ છું.

ગાંધી-ઈર્વિન વચ્ચે કરાર!
ત્યારબાદ, અનેકો આંદોલનો થયા જેના પગલે અંગ્રેજ સરકારે 1931માં ગાંધીજીના મુક્ત કરવા પડ્યા. પરંતુ, વાયસરોય ઈર્વિન અને ગાંધીજી વચ્ચે એક કરાર થયો હતો. જેના પગલે અસહકાર આંદોલનનો અંત આવ્યો હતો અને મીઠા પર લાદવામાં આવેલો કર હટાવવામાં આવ્યો હતો. હવે ભારતીયો મફતમાં મીઠું પકવી શકતા હતા. અને તે હતી અહિંસક અસહકાર આંદોલનની જીત. ત્યારે 1947માં ભારતને આઝદી મળી જેની મજબૂત નીવ ગુજરાતમાંથી મુકાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news