Rajkot અને Jamnagar ના નવા મેયર- ડે.મેયરના નામની જાહેરાત, જાણો કોની કરવામાં આવી પસંદગી

રાજકોટ (Rajkot) અને જામનગરમાં (Jamnagar) મનપા પદાધિકારીઓની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મેયર (Mayor) અને ડેપ્યુટી મેયરની (Deputy Mayor) વરણી માટે પ્રથમ સંકલનની બેઠક મળી હતી

Rajkot અને Jamnagar ના નવા મેયર- ડે.મેયરના નામની જાહેરાત, જાણો કોની કરવામાં આવી પસંદગી

ઝી મીડિયા/બ્યૂરો: રાજકોટ (Rajkot) અને જામનગરમાં (Jamnagar) મનપા પદાધિકારીઓની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મેયર (Mayor) અને ડેપ્યુટી મેયરની (Deputy Mayor) વરણી માટે પ્રથમ સંકલનની બેઠક મળી હતી. જેમાં મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ મનપાના (Rajkot Municipal Corporation) નવા મેયર તરીકે પ્રદીપ ડવ અને ડેપ્યૂટી મેયર તરીકે દર્શીતા શાહની પસંદગી કરવામાં આવી છે. તો બીજી તરફ જામનગરમાં (Jamnagar Municipal Corporation) મેયર તરીકે બીનાબહેન કોઠારી અને ડેપ્યૂટી મેયર તરીકે તપન પરમારની પસંદગી કરવામાં આવી છે.

રાજકોટ મનપા (Rajkot Municipal Corporation) પદાધિકારીઓની વરણી પ્રક્રિયાઓ 10 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. જેમાં શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી બંધ કવર ખોલી મેયર સહિતના પદાધિકારીની જાહેરાત કરી છે. ત્યારે મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં મનપાના હોદેદારોના નામ જાહેરાત કરી છે. રાજકોટ મનપાના 21 માં મેયર (Mayor) તરીકે ડો. પ્રદિપ ડવનું નામ જાહેર અને ડેપ્યૂટી મેયર (Deputy Mayor) તરીકે ડો. દર્શીતા બેન શાહના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન (Standing Committee Chairman) પુષ્કર પટેલ તરીકે જાહેર કરાયા છે. શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા અને દંડક તરીકે સુરેન્દ્રનસિંહ વાળાના નામની જાહેરાત કરવામાં આવી છે. 

તો બીજી તરફ જામનગરમાં મહાનગરપાલિકામાં (Jamnagar Municipal Corporation) નવા મેયર અને ડેપ્યૂટીની વરણી થઈ ચૂકી છે. જિલ્લા પ્રભારી ધનસુખભાઈ ભંડેલી દ્વારા આ નામોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે જામનગર મનપામાં મેયર (Mayor) તરીકે બીનાબહેન કોઠારી અને ડેપ્યૂટી મેયર (Deputy Mayor) તરીકે તપન પરમારની પસંદગી કરવામાં આવી છે. તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચરેમન (Standing Committee Chairman) તરીકે મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા તરીકે કુસુમબહેન અને દંડક તરીકે કેતન ગોસરાણીની પસંદગી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news