ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે થશે શરૂ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષમ બોર્ડે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો જાહેર કરી છે. 

Updated By: Jan 13, 2021, 04:30 PM IST
 ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે થશે શરૂ

ગાંધીનગરઃ કોરોના વાયરસની અસર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર પણ પડી છે. ખાસ કરીને ધોરણ-10 અને ધોરણ-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાના કારકિર્દીના મહત્વના વર્ષમાં કોરોનાને લીધે વિક્ષેપ પડ્યો છે. દર વર્ષે માર્ચ મહિનામાં તો બોર્ડની પરીક્ષાઓ શરૂ થતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને લીધે બોર્ડની પરીક્ષાઓ મે મહિનામાં યોજાશે. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષમ બોર્ડે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો જાહેર કરી છે. 

વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાની તારીખો જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે એક અખબારી યાદી જાહેર કરીને પ્રાયોગિક પરીક્ષાની પરીક્ષા જાહેર કરવામાં આવી છે. 30 માર્ચથી રાજ્યના દરેક જિલ્લાના કેન્દ્ર પર ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા શરૂ થશે. જેમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયોનો સમાવેશ થાય છે. આ અંગે વિસ્તૃત જાણકારી શિક્ષણ વિભાગ દ્વારા બાદમાં આપવામાં આવશે.

રાજ્યમાં આટલી સ્પીડ લિમિટ કરતા વધુ ગતિથી વાહન ચલાવી શકાશે નહીં, જાણો સરકારનું જાહેરનામું

તો ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા મે-2021માં યોજાવાની છે. દર વર્ષે માર્ચ મહિનામાં શરૂ થતી પરીક્ષા આ વર્ષે કોરોના વાયરસને કારણે મે મહિનામાં યોજાશે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube