આ જિલ્લાના પશુઓમાં જોવા મળ્યો જીવલેણ લમ્પી વાઇરસ, જાણો તેનાથી માણસોને કેટલો છે ખતરો?

નવસારી જિલ્લામાં પશુઓ માટે જીવલેણ એવા લમ્પી વાયરસના લક્ષણો દેખાતા જિલ્લા પશુપાલન વિભાગ સતર્ક થયો હતો. જેમાં લગભગ દોઢ મહિના પૂર્વે નવસારીના નવાગામના એક પશુપાલકને ત્યાં પશુને લમ્પી પોઝિટીવ આવ્યો હતો.

આ જિલ્લાના પશુઓમાં જોવા મળ્યો જીવલેણ લમ્પી વાઇરસ, જાણો તેનાથી માણસોને કેટલો છે ખતરો?

ધવલ પરીખ/નવસારી: ચોમાસુ શરૂ થતાં જ નવસારી વિજલપોર શહેરમાં રખડતા ઢોરની સંખ્યા વધી જતી હોય છે. ત્યારે શહેરમાં ગલી ગલીએ ફરતા આવા અંદાજે 26 બિનવારસી પશુઓમાં જીવલેણ ગણાતા લમ્પી વાયરસનાં લક્ષણો દેખાતા પાલિકા અને તંત્ર દોડતું થયું છે. જેમાં પાલિકાએ શહેરમાં પ્લોટ ફાળવી લમ્પી વાયરસથી ગ્રસિત પશુઓને શોધી લાવીને તેમને, એ પ્લોટમાં રાખીને સારવાર માટેના પ્રયાસો આરંભ્યા છે. બીજી તરફ પશુ પાલન વિભાગે પણ ટીમ બની સર્વે શરૂ કર્યો છે.

નવસારી જિલ્લામાં પશુઓ માટે જીવલેણ એવા લમ્પી વાયરસના લક્ષણો દેખાતા જિલ્લા પશુપાલન વિભાગ સતર્ક થયો હતો. જેમાં લગભગ દોઢ મહિના પૂર્વે નવસારીના નવાગામના એક પશુપાલકને ત્યાં પશુને લમ્પી પોઝિટીવ આવ્યો હતો. જોકે તેને સમયે યોગ્ય સારવાર મળતાં તેમાંથી સાજુ થયુ હતું અને વિભાગે રાહત અનુભવી હતી. પરંતુ થોડા દિવસ અગાઉ શહેરમાં રખડતા બિનવારસી પશુઓમાં લમ્પી વાયરસનાં લક્ષણો દેખાતા પશુપાલન વિભાગે 3 પશુઓના સેમ્પલ લઈ, તેની તપાસ અર્થે અમદાવાદ ખાતેની લેબમાં મોકલ્યા હતા. જ્યાં ત્રણમાંથી બે પશુઓનો લમ્પી વાયારસનોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 

જ્યારે એકને પ્રાણીઓમાં ગંભીર કહી શકાય એવી વાટ જણાતા તેને સારવાર અર્થે પાંજરાપોળ ખસેડાયું હતું. દરમિયાન શહેરના રખડતા પશુઓમાં મોટી સંખ્યામાં લમ્પી વાયરસની બૂમ સંભળાતા નવસારી પ્રાંત અધિકારી સાથે નવસારી વિજલપોર પાલિકા તંત્ર એક્ટિવ થયુ છે. જેમાં પાલિકાએ શહેરના ઇટાળવા અને રૂસ્તમવાડી નજીકની પોતાના ખાલી પ્લોટમાં હંગામી ઢોરવાડો બનાવી, એમાં વાયરસગ્રસ્ત પશુઓને પકડીને લાવી, ત્યાં રાખીને ગૌરક્ષકો તમેજ પશુ ચિક્તિસક સાથેની ટીમ રાખી પશુઓની સારવાર કરવાની તૈયારી આરંભી છે. 

નવસારી શહેરમાં મોટા પ્રમાણમાં પશુઓને લમ્પી વાયરસની વાત સાંભળતા જ જિલ્લા પહસુપાલન વિભાગ પણ એલર્ટ થયો છે. વિભાગના નાયબ પશુ સંવર્ધન અધિકારી મહેશ પટેલે સબંધિત વિભાગો સાથે કમ્યુનિકેશન કરી સાથે જ પશુ ચિકિત્સકો સાથેની ત્રણ ટીમ બનાવી શહેરના જે વિસ્તારોમાં પશુઓમાં લમ્પીના લક્ષણો જણાશે, તેને યોગ્ય રીતે ચકાસી, તેને અન્ય પશુઓથી અલગ પાડીને સારવાર આપવામાં આવશે. 

જોકે શહેરમાં બિનવારસી પશુઓમાં લમ્પીના લક્ષણો ઓછા દેખાયા હોવાનું પશુપાલન વિભાગ દાવો કરી રહ્યું છે. જેમાં પણ શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા હજારો પશુઓમાં લમ્પી વાયરસ મળ્યો નથી. તેમ છતાં વિભાગ દ્વારા પશુઓમાં વાયરસનાં લક્ષણો શોધવા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેથી પશુપાલકોએ લમ્પી વાયરસનાં નામે ગભરાવાની જરૂર નથી.

નવસારી શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર રખડતા ઢોર જોવા મળે છે. ત્યારે આ બિનવારસી પશુઓમાં લમ્પીના લક્ષણો ક્યાંથી આવ્યા એ શોધવું તંત્ર માટે પડકાર રૂપ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news