ડિયર જિંદગી: કેટલા 'દિવા' નવા!

તેમની માતાને પોતાના પુત્ર અને વહૂ સાથે બનતું નથી. મા ઇચ્છે છે કે પુત્ર પોતાના બાળકોને એ જ રીતે ઉછેરે જેવી રીતે તેમને ઉછેર્યા હતા. એટલા માટે બાળકોના ઘરે જતાં જ તણાવ પેદા થાય છે.

ડિયર જિંદગી: કેટલા 'દિવા' નવા!

'બાળકનો ઉછેર કરવો આખા ગામનું દાયિત્વ છે'- આફ્રીકાની કહેવત

દયાશંકર મિશ્રા: દીવા પ્રગટાવવામાં આવે છે, જેથી અંધારૂ દૂર રહે! પરંતુ કેટલે દૂર, ક્યાં સુધી. દીવા ઓલવાતા જ અંધારૂ આપણને ફરીથી ઘેરી લે તો, તેની વ્યવસ્થા ક્યાં! બાળકોના ઉછેરમાં તેમની સાથે થનારી હિંસા, તેમના પર થોપી દેવામાં આવતી જીદ જિંદગીના કેટલાક અંધારા છે. જે દરેક દિવાળીની સાથે ગાઢ થતા જાય છે.

આ બધુ આપણી સાથે ત્યારે થઇ રહ્યું છે, જ્યારે આપણે આધુનિક થવા માટે નવા અર્થ રચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આપણે પોતાને સભ્ય, માનવીય અને આધુનિક સાબિત કરવાની કોઇ તક છોડતા માંગતા નથી. આપણે ઇચ્છીએ છીએ કે જે કંઇપણ આપણે કરી રહ્યા છીએ, તેના પર ના ફક્ત દુનિયાની નજર રહે, પરંતુ આપણને તે રૂપમાં સ્વિકાર પણ કરવામાં આવે કે આપણે કંઇક ખાસ છીએ. 

એવો દીવો, જેનાથી ફક્ત રૂમનું અંધારૂ દૂર થાય છે, ખૂબ ઉપયોગી નથી. આપણને તો દીવાની શોધ છે, જેનો પ્રકાશ આત્મા સુધી પહોંચે છે. જેમાં મનના તાર અડીને તેને સ્નેહ, પ્રેમથી માવજત કરવાની અદા હોય.

અમારા સુપરિચિત મિત્રના ત્યાં બાળકો પર હાથ ઉપાડવો સામાન્ય વાત છે. એક દિવસ મારાથી રહેવાયું નહી. તો ટોકી લીધા. તેમને રુદ્રતા કહ્યું કે બાળકો સાથે મારઝૂડ આર્શીવાદ સમાન હોય છે. અમે પણ ઘણી માર ખાધી છે! તેમાં કોઇ ગુનો નથી. પરંતુ તેનાથી શિસ્ત જાળવી રાખવા, પોતાની વાતનું પાલન કરાવવામાં સરળતા રહે છે. એટલા માટે બાળકોને મારવા કોઇ એવી વાત નથી, જેના પર વિચાર કરવામાં આવે. 

તે એકલા એવા મિત્ર નથી. એવા મિત્રોની સંખ્યા ઘણી વધુ છે. જે બાળકો પર પોતાના ભૂતકાળ, પોતાના ઉછેરને પુનરાવર્તિ કરવાને ગર્વથી જુએ છે. જ્યારે આ તો એકદમ અયોગ્ય છે. અરે! તમારા જમાનામાં સમોસા હતા તો તમે એ જ ખાશો, પરંતુ તમારા બાળકને ચિપ્સ, મેગી ખાય તો તમે કહેશો કે સમોસા જ સર્વોત્તમ છે, તો આ વાત કેવી રીતે હજમ થશે! 

એક મિત્રની પ્રોફેસર મા તેમના ઘરે મળી. તેમનું માનવું છે કે બાળકો સાથે જેટલું સંભવ હોય એટલું કઠોરતાપૂર્વક વર્તો. તેનાથી શિસ્ત જળવાઇ રહે છે. તેમણે ગર્વથી કહ્યું કે ત્રણ પુત્ર, એક પુત્રી છે, બધાનું કેરિયર શાનદાર છે. મેં ધીરેથી કહ્યું, જલસા છે, તમારે તો રજાઓમાં ક્યાં  જવું છે, તેને લઇને મુશ્કેલીઓ આવતી હશે, એટલું સાંભળી જ તે ઉદાસ થઇ ગયા. તેમની પુત્રી જે અમારી મિત્ર છે. તેને વાત બદલી દીધી. 

પછી અમને કહ્યું કે તેમની માતાને પોતાના પુત્ર અને વહૂ સાથે બનતું નથી. મા ઇચ્છે છે કે પુત્ર પોતાના બાળકોને એ જ રીતે ઉછેરે જેવી રીતે તેમને ઉછેર્યા હતા. એટલા માટે બાળકોના ઘરે જતાં જ તણાવ પેદા થાય છે. બીજું, તેમના ઉછેરના દ્વષ્ટિકોણને પરિવારમાં ઓછી માન્યતા મળે છે, એટલા તેમનું દિલ ત્યાં લાગતું નથી. 

ભારતમાં એ મુશ્કેલી રહી છે કે ત્યાં પરિવારમાં બાળકો પર હિંસાને હિંસાને એકદમ સામાન્ય રૂપમાં લેવામાં આવે છે. આપણે એ વાતની કલ્પના પણ નથી કરી શકતા કે કેવી રીતે હિંસા આપણા સ્વભાવ, આત્માને દૂષિત, આક્રોશિત કરવાનું કામ કરે છે. હિંસા, કઠોરતાથી બાળકોના મનમાં ઉદારતા, સ્નેહ અને આત્મીયતાની કળી ખિલતાં પહેલાં જ દમ તોડી દે છે.

એટલા માટે, દીપાળીની શુભેચ્છાઓ સાથે બસ એટલો અનુરોધ છે કે આ દિવાળી બહારના ઘોંઘાટના બદલે અંતર્મનની સાંભળો. બાળકોનો ઉછેર, તેમને સંસ્કાર આપવાની જરૂર છે, પરંતુ આ કામ તેમના મનની કોમળતા, સુંદરતા અને ઉદારતાના ભોગે ન થવું જોઇએ, આ સૌથી અનમોલ ગુણ છે. તેમનું જ સૌથી વધુ સંરક્ષણ કરવું જોઇએ. 

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news