સાચું કોણ અને ખોટું કોણ? વડોદરાના બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવ કે પછી મહેસૂલ મંત્રી...

આજે સવારથી ભાજપમાં ભૂકંપ જેવી પરિસ્થિતનું નિર્માણ થયું છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકારી અધિકારી પર આરોપ મૂક્યો છે કે, તેમના કામ અટકાવી દેવાયા છે. જો કામ નહિ થાય તો હું રાજીનામુ આપીશ. તો બીજી તરફ, મહેસૂલ વિભાગના મંત્રી આ સમગ્ર મુદ્દે કહ્યું કે, તે તળાવ પર બાંધકામમે લઈ હાઈકોર્ટે સ્ટે આપ્યો છે,,,આ મેટર હાઈકોર્ટમાં છે. ત્યારે આ સમગ્ર મામલે કોણ સાચું છે અને કોણ ખોટું છે તે જોવું રહ્યું. પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે નેતાઓની સરકાર પ્રત્યે હાડોહાડ નારાજગી છે. 

Updated By: Jan 24, 2020, 02:51 PM IST
સાચું કોણ અને ખોટું કોણ? વડોદરાના બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવ કે પછી મહેસૂલ મંત્રી...

અમદાવાદ :આજે સવારથી ભાજપમાં ભૂકંપ જેવી પરિસ્થિતનું નિર્માણ થયું છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકારી અધિકારી પર આરોપ મૂક્યો છે કે, તેમના કામ અટકાવી દેવાયા છે. જો કામ નહિ થાય તો હું રાજીનામુ આપીશ. તો બીજી તરફ, મહેસૂલ વિભાગના મંત્રી આ સમગ્ર મુદ્દે કહ્યું કે, તે તળાવ પર બાંધકામમે લઈ હાઈકોર્ટે સ્ટે આપ્યો છે,,,આ મેટર હાઈકોર્ટમાં છે. ત્યારે આ સમગ્ર મામલે કોણ સાચું છે અને કોણ ખોટું છે તે જોવું રહ્યું. પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે નેતાઓની સરકાર પ્રત્યે હાડોહાડ નારાજગી છે. 

આજે મકર રાશિમાં શનિનો પ્રવેશ, 3 રાશિની સાડાસાડીની પનોતી શરૂ થઈ, સર્જાશે મોટી ઉથલપાથલ

મધુ શ્રીવાસ્તરનો આરોપ
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, મંદિર બનાવવા બાબતે કૌશિક પટેલ સાથે વાત થઈ છે. પરંતુ અધિકારીઓ કૌશિક પટેલનું પણ સાંભળતા નથી. અધિકારીઓને રૂપિયા નથી મળતા એટલે જોઈશું કરીશું તેવા જવાબ આપે છે. સરકાર મંજૂરી આપે કે ન આપે હું મંદિર બનાવીને જ રહીશ. તો સાથે જ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા કહ્યું કે, મંદિર માટે મંજૂરી ન આપનારા અધિકારીઓને મારીશ. અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વાડી વિસ્તારમાં મહાદેવ તળાવમાં 31 ફૂટની હનુમાનજીની મૂર્તિ બનાવી રહ્યા છે, જેમાં 10થી 15 કરોડનો ખર્ચ થશે. અત્યારસુધી 3 કરોડનો ખર્ચ કરાયો છે. તેમણે ચીમકી આપતા કહ્યું કે, મંજૂરી નહી મળે તો રાજકારણમાંથી સંન્યાસ લઈ લઈશ. 

ભાજપથી નારાજ મધુ શ્રીવાસ્તવે ગુસ્સામાં આવીને કરી લાફા મારવાની વાત... જુઓ શું કહ્યું...

આરોપ પર મહેસૂલ અધિકારીનો જવાબ...
મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, એ તે તળાવ પર બાંધકામમે લઈ હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. આ મેટર હાઈકોર્ટમાં છે. અમારા વિભાગે હાઈકોર્ટમાં જવાબ આપ્યો છે. એમને કામ ઝડપથી કરાવું છે એ હું સમજુ છું. મધુભાઈ મારા મિત્ર છે હું એમની સાથે વાત કરીશ. 

મહેસૂલ મંત્રી કૌશિક પટેલના જવાબ અંગે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, કૌશિક પટેલના અધિકારીઓ ખોટુ બોલી રહ્યા છે. મારા તળાવની મેટર હાઈકોર્ટમાં નથી. હું તો મૂર્તિ બનાવીને જ રહીશ.

ભાજપ મોવડીઓએ કેતન ઈનામદારનો ગુસ્સો માંડ શાંત કર્યો, ત્યાં મધુ શ્રીવાસ્તવે રાજીનામાની ચીમકી આપી 

નાયબ મુખ્યમંત્રીનું નિવેદન
આ સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું કે, જો કોઈ નારાજ થતા નથી. દરેક ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં મનગમતા કામ કરવા માંગતા હોય છે. જે માટે તેઓ સંબધિત અધિકારીઓ પાસે માંગ પણ કરતા હોય છે. સિંચાઇ વિભાગમાં મધુ શ્રીવાસ્તવ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ અનુસાર સરકાર મંજૂરી આપવા કટિબદ્ધ છે. મધુ શ્રીવાસ્તવનું નિવેદન સ્વભાવિક છે. તેઓનો સ્વભાવ ઉગ્ર છે. અમારી સરકારમાં કોઈ હનુમાન નથી. બધા રામ છે. સરકાર પાસે બધાની ઘણી માંગણીઓ હોય છે. પરંતુ સરકાર પોતાની જોગવાઇ અનુસાર કામ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક