પાક નિષ્ફળ જતાં અને પાક વીમો ન મળતાં ખંભાળિયાના ખેડૂતનો આપઘાત

ગયા વર્ષે પાકમાં નુકસાન વેઠવું પડ્યું હતું અને સરકાર દ્વારા 2017-18નો પાક વીમો ચૂકવવામાં ન આવતાં ખેડત છેલ્લા ઘણા સમયથી તણાવમાં હતા

પાક નિષ્ફળ જતાં અને પાક વીમો ન મળતાં ખંભાળિયાના ખેડૂતનો આપઘાત

ખંભાળિયાઃ દ્વારકાના ખંભાળિયામાં એક ખેડૂતો વર્ષ 2017-18નો પાક વીમો ન મળતાં આપઘાત કરી લીધો છે. તેમને ગયા વર્ષે ઓછો વરસાદ પડવાને કારણે પાકમાં નુકસાન પણ ગયું હતું. 

ખેડૂતો સાથે હોવાના સરકાર દ્વારા એકતરફ દાવા કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોના આત્મહત્યા કરવાના બનાવો અટકવાને બદલે તેમાં સતત વધારો થતો રહ્યો છે. શનિવારે દ્વારકાના ખંભાળિયાના બેહ ગામમાં રહેતા ખેડૂત કરમણભાઈ હરગાનીએ  પાકમાં નુકસાન જવાના કારણે આપઘાત કરી લીધો છે. પરિવારના મોભી દ્વારા આવું આત્મઘાતી પગલું ભરવામાં આવતા પરિવારના માથે આભ તુટી પડ્યું હતું. 

પરિવારજનો અને તેમની આજુબાજુમાં ખેતર ધરાવતા ખેડૂતોએ જણાવ્યું કે, કરમણભાઇ હરગાનીને ગયા ઓછો વરસાદ થવાને કારણે વર્ષે પાકમાં નુકસાન વેઠવું પડ્યું હતું. તેમણે વર્ષ 2017-18નો પાક વીમો મેળવવા માટે સરકારમાં અરજી પણ કરી હતી, પરંતુ તેમની અરજી પર કોઈ યોગ્ય જવાબ મળતો ન હતો. તંત્ર તરફથી પાક વીમો ચૂકવવા બાબતે ગલ્લાં-તલ્લાં કરવામાં આવતા ન હતા. 

પરિવારજનોએ જણાવ્યું કે, પાકવીમો ન મળવાના કારણે કરમણભાઈ છેલ્લા ઘણા સમયથી તણાવમાં રહેતા હતા. આ વર્ષે પણ વરસાદ ખેંચાયો છે અને પુરતો વરસાદ પડ્યો નથી. જેના લીધે ચાલુ વર્ષે પણ પાક નિષ્ફળ જવાની તેમને ભીતી હતી. જોકે, તેઓ ઘરના લોકોને તેમની ચિંતા દર્શાવતા ન હતા પરંતુ અંદરો અંદર મુંઝાયેલા રહેતા હતા.  

આ વર્ષની વાવણી પણ નિષ્ફળ ગઈ હતી. જેના કારણે ખેતરમાં મોલ સુકાઈ ગયો હતો. પાક નિષ્ફળ જવાની દહેશત વચ્ચે ખેડૂતે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news