સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ફરીથી PM નરેન્દ્ર મોદીની વરણી, ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં લેયાવો નિર્ણય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હાજર રહ્યાં હતા. 
 

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ફરીથી PM નરેન્દ્ર મોદીની વરણી, ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં લેયાવો નિર્ણય

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે સવારે અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી હતી. ત્યારબાદ ગાંધીનગરમાં રાજભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ફરીથી પીએમ મોદીની વરણી કરવામાં આવી છે.

સોમનાથ ટ્રસ્ટની મળી બેઠક
રાજભવન ખાતે પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હાજર રહ્યાં હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પીએમ મોદીની ફરી નિમણૂંક કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી પાંચ વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે સેવા આપશે. આ બેઠકમાં સોમનાથ મંદિરના વિવિધ વિકાસ કાર્યોને લીલી ઝંડી આપવામાં આવી હતી. 

— Narendra Modi (@narendramodi) October 30, 2023

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news