કિસાન સંઘની રાજકોટમાં મહારેલી, પોલીસે કરી 15 ખેડૂતોની અટકાયત

રાજકોટમાં કિસાન સંઘના નેજા હેઠળ પાકવીમાના પ્રશ્નોને લઇ ખેડૂતોએ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના ખેડૂતો રેલીમાં જોડાયા હતા. ખેડૂતોને રેલીની મંજૂરી ન મળી હોવાના કારણે પોલીસ દ્વારા ચૂંસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

કિસાન સંઘની રાજકોટમાં મહારેલી, પોલીસે કરી 15 ખેડૂતોની અટકાયત

રાજકોટ: શહેરમાં કિસાન સંઘના નેજા હેઠળ પાકવીમાના પ્રશ્નોને લઇ ખેડૂતોએ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના ખેડૂતો રેલીમાં જોડાયા હતા. ખેડૂતોને રેલીની મંજૂરી ન મળી હોવાના કારણે પોલીસ દ્વારા ચૂંસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમ છતાં ખેડૂતો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવતા 15 જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી.

પાકવીમા મૂદ્દે કિસાન સંઘ દ્વારા ખેડુતો દ્વારા રાજકોટમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ઉપલેટા, ધોરાજી અને પડધરી તાલુકા સહીત સૌરાષ્ટ્રના 300થી 400 જેટલા ખેડૂતો દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાનથી રિંગ રોડ ફરતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ખેડૂતોને રેલીની મંજૂરી ન મળી હોવાના કારણે બહુમાળી ભવન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

તેમ છતાં ખેડૂતો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના કારણે પોલીસ દ્વારા કિશાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત 15 જેટલા ખેડુતોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે પાક વિમો માગી રહેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેઓ રાષ્ટ્રપતિ પાસે ઇચ્છા મૃત્યુની માગ કરશે. 9 મહિના થઇ ગયા છતાં કપાસના પાકનો વીમો ન મળ્યો હોવાના કારણે સ્થિતિ કફોડી બની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news