ખેડૂત આંદોલનનાં મોડે મોડે સાવરકુંડલામાં પડઘા પડ્યા: સરકારનો વિરોધ
સમગ્ર દેશમાં ખેડૂતો જ્યારે સરકારની નીતિઓ સામે વિરોધ કરી રહ્યા છે ત્યારે ગુજરાતી ખેડૂતોએ પણ સમર્થન વ્યક્ત કર્યું
Trending Photos
સાવરકુંડલા : સમગ્ર દેશમાં ખેડૂતો કેન્દ્ર સરકાર સામે 1થી10 સુધી આંદોલન કરી રહ્યા છે. જો કે ગુજરાતમાં આ આંદોલનની ખાસ કોઇ અસર જોવા નથી મળી રહી. પરંતુ આજે સાવરકુંડલાના આંબરડી ગામે ખેડૂતો દ્વારા સરકારની નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ રસ્તા પર શાકભાજી, દુધ અને છાશ વગેરે ઢોળીને સરકારનો વિરોધ કર્યો હતો. ઉપરાંત સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરીને પોતાનો રોષ પ્રકટ કર્યો હતો.
સમગ્ર દેશમાં ચાલી રહેલા આંદોલનનાં પડધા મોડા મોડા પણ ગુજરાતમાં પડ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો આ આંદોલનમાં જોડાયા હતા. ખેડૂતોએ આંબરડીની બજારોમાં આવીને માર્કેટિંગ યાર્ડમાં વેચાવા જઇ રહેલ શાકભાજી અને અન્ય જીવન જરૂરી વસ્તુઓને રસ્તા પર ઢોળીને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે1 તારીખથી ચાલી રહેલા આંદોલનની કોઇ અસર ગુજરાતમાં અત્યાર સુધી જોવા મળી નહોતી.
આ અંગે વાત કરતા ખેડૂતોનાં અગ્રણીએ જણાવ્યુ કે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. સમગ્ર દેશનાં ખેડૂતો જ્યારે પોતાના હક માટે આંદોલન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતનાં ખેડૂતોનું તેમને સંપુર્ણ સમર્થન છે. બહેરી થઇ ગયેલી સરકારને અમારી વ્યથા સંભળાય તે માટે હવે સરકારનું નામ દબાવવું જરૂરી બન્યું છે. જે સમગ્ર દેશને ખવડાવે છે તેને જ આત્મહત્યા કરવી પડે છે. તેનો પોતાનો પરિવાર જ ભુખ્યો સુઇ જાય છે તે કેટલી હદે યોગ્ય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે