LIVE રાજકોટમાં મોતની મોટી હોનારત; ગેમ ઝોનમાં 24 લોકો બળીને ભડથું થયા, હજું પણ વધી શકે છે મૃત્યુઆંક

રાજકોટના કાલાવડ પોડ પર આવેલા ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ મળી રહ્યા છે. રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગી છે. જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે, જ્યારે બે લોકોનાં મોતની આશંકા સેવવામાં આવી રહી છે. 

LIVE રાજકોટમાં મોતની મોટી હોનારત; ગેમ ઝોનમાં 24 લોકો બળીને ભડથું થયા, હજું પણ વધી શકે છે મૃત્યુઆંક

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં મોતની મોટી હોનારત બની છે. TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી છે. જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાયા. આ ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મોતની પુષ્ટિ થઈ ચુકી છે. જ્યારે બાળકો સહિત 70થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 25, 2024

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર મોટી આગ લાગી છે. આગને પગલે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. TRP ગેમઝોનમાં આગ લાગી છે. ગેમઝોનમાં અનેક લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ઘટનામાં 8 વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે, જ્યારે બાળકો સહિત 70થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આગ લાગતા ફાયરબ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ઘટનાની ગંભીરતા જોઈને, પોલીસ કમિશ્નર અને કલેક્ટર પણ ઘટનાસ્થળે હાજર છે. ગેમઝોનનો મોટાભાગનો ભાગ બળીને ખાક થઈ ગયો છે. 

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સવેંદના વ્યક્ત કરી

— C R Paatil (Modi Ka Parivar) (@CRPaatil) May 25, 2024

મહત્વનું છે કે આગની ઘટનામાં આખું ગેમઝોન આગમાં બળીને ખાખ થઇ ગયું છે. આ ગેમઝોનમાંથી 70થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. 

— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 25, 2024

રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના મામલે CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. રાજ્યના સીએમે તાત્કાલિક બચાવ અને રાહતની કામગીરી માટે સૂચના આપી છે. મનપા અને વહીવટી તંત્રને સૂચના આપી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તેની પણ સૂચના અપાઈ છે.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ: પોલીસ કમિશનર રાજુ ભાગર્વ પહોંચ્યા ઘટના સ્થળે

— Zee 24 Kalak (@Zee24Kalak) May 25, 2024

— Zee 24 Kalak (@Zee24Kalak) May 25, 2024

બે મહિના પહેલાં પણ બોપલમાં TRP મોલમાં આગ લાગી હતી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના બોપલમાં TRP મોલમાં પણ બે મહિના પહેલાં ભીષણ આગ લાગી હતી. મોલમાં પાંચમા માળે આવેલા બાળકોના ગેમિંગ ઝોનમાં આગ લાગી હતી. જેમાં પાંચમાં માળથી આગ પ્રસરીને ત્રીજા માળ સુધી પહોંચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં તમામ લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news