સુરત: પોલીસ ગોડાઉનમાં લાગી ભયાનક આગ, જપ્ત કરેલી 10 બાઇક બળીને ખાખ

લિંબાયતના પોલીસ ગોડાઉનમાં આગ લાગી જવાને કારણે જપ્ત કરવામાં આવેલા 10 વાહનો બળીને ખાખ થઇ ગયા હતા

Updated By: Nov 18, 2019, 07:37 PM IST
સુરત: પોલીસ ગોડાઉનમાં લાગી ભયાનક આગ, જપ્ત કરેલી 10 બાઇક બળીને ખાખ

ચેતન પટેલ/સુરત : લિંબાયત વિસ્તારમાં મારૂતિનગર ખાતેના પોલીસ ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે ગોડાઉનમાં રહેતા વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગોડાઉનમાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનો રાખવામાં આવે છે. આગ અંગે માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની 2 ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી. આગને તત્કાલ કાબુ લેવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. 

નિત્યાનંદ આશ્રમ વિવાદમાં: નિત્યાનંદના ટ્વિટ પણ ઘણું બધુ કહી રહ્યા છે !!

સુરત : મુસાફરના સ્વાંગમાં રીક્ષામાં મોબાઈલ ચોરી કરનારી ગેંગ પકડાઈ
ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગને કાબુમાં લઇ લેવાઇ હતી. જો કે આગ એટલી વિકરાળ હતી કે ગોડાઉનમાં રહેલા 10 વાહનો (બાઇક,મોપેડ, સ્કુટર) બળીને ખાખ થઇ ગયા હતા. જો કે ગોડાઉનમાં આગ લાગતા આસપાસની સોસાયટીમાં રહેતા રહીશોમાં નાસભાગ મચી ગઇ હતી. બાઇકોનાં ટાયર બળવાનાં કારણે કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં ફેલાઇ જતા લોકોમાં કુતુહલ વ્યાપ્યું હતું. હાલ તો આગ કાબુમાં આવી ચુકી છે.