મહેસાણાના NRI દંપતિ પર અમેરિકામાં ફાયરિંગ, મહિલાનું મોત

આ પટેલ દંપતિ વર્ષોથી રહે છે અને જોર્જિયાના અલ્બાનીમાં પોતાનો સ્ટોર ધરાવે છે. ગત રાત્રે મહિલા અને તેમના પતિ સ્ટોર બંધ કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે લુટારૂં લૂંટના ઇરાદે આવી પહોંચ્યો હતો.

Updated By: Nov 13, 2018, 03:44 PM IST
મહેસાણાના NRI દંપતિ પર અમેરિકામાં ફાયરિંગ, મહિલાનું મોત

તેજસ દવે, મહેસાણા: મહેસાણાના NRI દંપતિ પર અમેરિકામાં ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. અમેરિકાના જ્યોર્જીયાના અલ્બની સિટીમાં અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે ફાયરિંગ કર્યું હતું જેમાં મહિલાનું મોત નિપજ્યું હતું. મૃતક મહિલાનું નામ ધર્મિષ્ઠા ભરતકુમાર પટેલ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે યુવતી મહેસાણાના ડાંગરવાની હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર આ પટેલ દંપતિ વર્ષોથી રહે છે અને જોર્જિયાના અલ્બાનીમાં પોતાનો સ્ટોર ધરાવે છે. ગત રાત્રે મહિલા અને તેમના પતિ સ્ટોર બંધ કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે લુટારૂં લૂંટના ઇરાદે આવી પહોંચ્યો હતો. આ દંપતી સ્ટોર બંધ કરી કારમાં બેસવા જતા હતા તે દરમિયાન લૂંટારૂંએ તેમના ઉપર ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગનો અવાજ સાંભળતા જ પતિએ કાર ફૂલ સ્પીડમાં હંકારી દીધી હતી.

આ દરમિયાન પત્નીને ગોળી વાગતા તેનું મોત નિપજ્યું હતું. લૂંટના ઇરાદે કરવામાં આવેલી હત્યાની આ ઘટના સ્ટોરની પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ ઘટના અંગે અમેરિકાની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.