ગોંડલના દેરડી કુંભાજી ગામે સિંહ પરિવારના ધામા, 3-4 સિંહ હોવાનું અનુમાન
ચોટીલાના(Chotila) ડુંગરોમાં જોવા મળ્યા પછી હવે સિંહ ગોંડલના(Gondal) દેરડી કુંભાજી ગામે જોવા મળ્યા છે. ગઈકાલે આ સિંહોએ(Lion Attack) રખડતી 10થી 15 ગાયના(Cow) ટોળા પર હુમલો કર્યો હતો, જેમાં 2 ગાયના મોત થયા હતા અને 1 ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
Trending Photos
રાજકોટઃ ગોંડલના(Gondal) દેરડી કુંભાજી ગામે સિંહ(Lion) પરિવારે ધામા નાખ્યો છે. સિંહ પરિવારે(Lion Family) ગત રાત્રે બે ગાયનું મારણ કર્યું હતું અને મિજબાની માણી હતી. જંગલ ખાતાના અધિકારીઓ અનુસાર અહીં 3-4 સિંહ હોવા જોઈએ.
છેલ્લા કેટલાક સમયથી સિંહ ગીરનું જંગલ છોડીને આજુબાજુના વિસ્તારોમાં પહોંચી રહ્યા છે. થોડા દિવસ પહેલા ચોટીલાના ડુંગરોમાં જોવા મળ્યા પછી હવે સિંહ ગોંડલના દેરડી કુંભાજી ગામે જોવા મળ્યા છે. ગઈકાલે આ સિંહોએ રખડતી 10થી 15 ગાયના ટોળા પર હુમલો કર્યો હતો, જેમાં 2 ગાયના મોત થયા હતા અને 1 ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
સિંહઓએ કપાસના ખેતરમાં ગાયનું મારણ કર્યું હતું અને મોડી રાત્રે ગાયની મિજબાની માણતા ઝડપાઈ ગયા હતા. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, જે રીતે હુમલો થયો છે તે જોતાં 3થી 4 સિંહ હોવા જોઈએ. ગોંડલ પંથકમાં સિંહ પરિવારના ધામાની વાત વાયુવેગે ફેલાઈ જતાં ખેડૂતો, ખેતમજુરો અને માલધારી સહિત ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો છે.
આ સમાચાર મળતાં રાજકોટ અને ગોંડલ સહિતના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા છે. જોકે, હજુ સુધી સિંહોએ ગામમાં પ્રવેશ કર્યો નથી કે કોઈ માનવી પર હુમલો કર્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે