CAA: દિલ્હી પોલીસ મુખ્યમથક પાસે પ્રદર્શનકારીઓના ધરણા, અટકાયતમાં લેવાયેલા લોકોને છોડવાની માંગ
પ્રદર્શનકારીઓ મોડી રાતે દિલ્હી પોલીસ મુખ્યમથક પર ધરણા ધરીને બેસી ગયા. પ્રદર્શનકારીઓ અટકાયતમાં લેવાયેલા લોકોને છોડવાની માગણી કરી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશન બહાર કારને આગ લગાવી દીધી હતી. ઉપદ્રવીઓને ખદેડવા માટે પોલીસફોર્સે પાણીનો મારો કરવો પડ્યો હતો. બબાલ બાદ દરિયાગંજમાં ભારે સંખ્યામાં પોલીસની તૈનાતી કરાઈ. આ બધા વચ્ચે કોંગ્રેસ (congress) મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ઈન્ડિયા ગેટ પર પ્રદર્શનકારીઓને સમર્થન આપવા માટે પહોંચી ગયા. દિલ્હી ગેટ હિંસા મામલે 7 પોલીસકર્મીઓ અને 21 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને LNJP હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બાજુ પ્રદર્શનકારીઓ મોડી રાતે દિલ્હી પોલીસ મુખ્યમથક પર ધરણા ધરીને બેસી ગયા. પ્રદર્શનકારીઓ અટકાયતમાં લેવાયેલા લોકોને છોડવાની માગણી કરી રહ્યાં છે.
આ અગાઉ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra) વાડ્રાએ કહ્યું કે હું પ્રદર્શનકારીઓ સાથે છું. નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અને એનઆરસી ગરીબો વિરુદ્ધ છે. ગરીબો તેનાથી સૌથી વધુ પ્રભાવિત થશે. રોજ કમાઈને ખાનારા મજૂરો નાગરિકતા માટે દસ્તાવેજો ક્યાથી લાવશે? જો કે તેમણે એમ પણ કહ્યું કે પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ.
જુઓ LIVE TV
પોલીસ સ્ટેશન બહાર ઊભેલી કારને આગચંપી
દિલ્હી સ્થિત જામા મસ્જિદ પર શુક્રવારે નમાઝ અદા કરાયા બાદ ભારે સંખ્યામાં લોકો ભેગા થયા હતાં. ત્યારબાદ તેમણે પ્રદર્શન કર્યું. ભીડને શાંતિપૂર્ણ રીતે કૂચ કાઢવા દેવાના નામે દિલ્હી ગેટ અને દરિયાગંજ વિસ્તારમાં ઉપદ્રવ કર્યો. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને ડીસીપીની ઓફિસ બહાર ઊભેલી કારને આગચંપી કરી.અત્રે જણાવવાનું કે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દિલ્હી સહિત દેશભરમાં અનેક ઠેકાણે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે