કોરોનાનો કહેર યથાવત, ગુજરાતમાં 24 કલાકમાં 367 કેસ, કુલ 1743 કેસ

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવી દ્વારા આજે પત્રકાર પરિષદ દ્વારા ગુજરાતમાં કોરોના ના નવા કેસ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે આજે રાજ્યમાં સવારે 228 કેસ નોંધાયા હતા, જ્યારે સાંજે 139 કેસ નવા નોંધાતા 24 કલાકમાં 367 કેસ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

કોરોનાનો કહેર યથાવત, ગુજરાતમાં 24 કલાકમાં 367 કેસ,  કુલ 1743 કેસ

ગાંધીનગર : કોરોનાએ ગુજરાતને બાન લીધું છે. દિવસે ને દિવસે પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. ગત 24 કલાકમાં 3002 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી 367 કેસ પોઝિટિવ આવ્યા છે. તંત્ર હરકતમાં આવી ગયું છે. કોરોના ગુજરાત અને ખાસકરીને અમદાવાદ જેવી મેગાસિટી માટે એક મોટો પડકાર બની ગયો છે. તંત્ર દ્વારા કોરોના પર કાબૂ મેળવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે અમદાવાદમાંથી 99 કેસ સામે આવ્યા છે જેમાંથી 77 કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી છે.

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવી દ્વારા આજે પત્રકાર પરિષદ દ્વારા ગુજરાતમાં કોરોના ના નવા કેસ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે આજે રાજ્યમાં સવારે 228 કેસ નોંધાયા હતા, જ્યારે સાંજે 139 કેસ નવા નોંધાતા 24 કલાકમાં 367 કેસ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અને આ સાથે રાજ્યનો કુલ પોઝિટિવ કેસ નો આંકડો 1743 પહોંચી ગયો છે. 

જયંતી રવિએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં નવા વધેલા મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારોમાંથી જ છે. તો કુલ 1632 કેસ સ્ટેબલ છે અને અત્યાર સુધી 105 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી રેપિડ એન્ટી બોડી કીટની તાલીમ થઈ ગઈ. હાલ ગુજરાતના જિલ્લાઓમાં કીટ રવાના કરાઈ છે. 

ગત 24 કલાકમાં 3002 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 367 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં 29104 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 1743 કેસ પોઝિટિવ આવ્યા છે. 

રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ 1101 છે, જ્યારે બીજા ક્રમે સુરત 242 અને ત્યારબાદ વડોદરા 180 કેસ નોંધાય છે. રાજકોટ 36, ભાવનગર 32, આણંદ 28, ભરૂચ 23, ગાંધીનગર 17, પાટણ 15, પંચમહાલ 9, બનાસકાંઠા 10, નર્મદા 12, છોટા ઉદેપુર 7, કચ્છ 4, મહેસાણા 5, બોટાદ 5, પોરબંદર 3, દાહોદ 3, ગીર સોમનાથ 2, ખેડા 2, જામનગર 1, મોરબી 1, સાબરકાંઠા 1, અરવલ્લી 1, મહિસાગરમાં 2 કેસ નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી https://play.google.com/store/apps/details?id=com.zeenews.hindinews">Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : www.facebook.com/zee24kalak.in/">https://www.facebook.com/zee24kalak.in/">facebook | https://twitter.com/Zee24Kalak">twitter | www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">https://www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">youtube

https://zeenews.india.com/gujarati/tags/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%A...">કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news