ધનકુબેર બનાવની હરોળમાં ગુજરાતના IAS-IPS, શેરબજાર-પ્રોપર્ટીમાં કરોડોના રોકાણનો થયો ખુલાસો
Gujarat IAS IPS : ગુજરાતના IAS-IPSનું મોટા રોકાણનો ખુલાસો, શેરબજારમાં 7500 કરોડ, રિયલ એસ્ટેટમાં 15000 કરોડનું રોકાણ કરીને ધનકુબેર બનવાની તૈયારીમાં
Trending Photos
Property Inverstment : સરકારી વિભાગમાં વિવિધ હોદ્દાઓ પર બેસતા ગુજરાતના બ્યૂરોક્રેટ્સ હવે કરોડપતિની હરોળમાં આવી ગયા છે. કેન્દ્ર સરકારના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતના લગભગ ગુજરાતના IAS-IPSનું શેરબજારમાં 7500 કરોડ છે. તો રિયલ એસ્ટેટ માર્કેટમાં 15000 કરોડનું રોકાણ ધરાવે છે. ગુજરાતના લગભગ 90% IAS, IPS અધિકારીઓ, ધારાસભ્યો, મંત્રીઓ તેમના સંબંધીઓ અને મિત્રોનાં નામે બનાવેલાં ડિમેટ એકાઉન્ટ દ્વારા શેર્સમાં મોટેપાયે રોકાણ કરી ચૂક્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા એક આદેશ કરાયો છે કે, આઇએએસ, આઇપીએસ અને અન્ય સનદી અધિકારીઓએ શેરબજાર કે અન્યત્ર કરાયેલા રોકાણની માહિતી સરકારને આપવી પડશે. ત્યારે સામે આવ્યું કે, રાજ્યના 87 IAS અધિકારી કરોડપતિ છે. જેમણે મકાનો અને જમીનોમાં મોટેપાયે કરોડોનું રોકાણ કર્યું છે. પરંતું 65 અધિકારી પાસે કોઈ મિલકત નથી.
આઈએએસ આઈપીએસના રોકાણની વાત કરીએ તો, તેમાં મહારાષ્ટ્ર મોકરે છે. આ રાજ્યમાં સૌથી વધુ ઉચ્ચ અધિકારીઓનું રોકાણ છે. જે અંદાજે 50000 કરોડ જેટલું હોવાનું કહેવાય છે. તો દિલ્હી બીજા ક્રમે, કર્ણાટક ત્રીજા ક્રમે અને ગુજરાત ચોથા ક્રમે ચે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાંથી 910 કરોડ IASના, IPSના 83 કરોડ, મંત્રીઓના 76 કરોડનું રોકાણ હોવાનું ચર્ચાય છે. ગુજરાતના આઈએએસ અને આઈપીએસ દિવસને દિવસે અમીરોની કેટેગરીમાં સ્થાન પામી રહ્યાં છે. ગુજરાતના આઈએએસ અને આઈપીએસ વિદેશમાં મોટું રોકાણ કરી રહ્યાં છે, જે બતાવે છે કે બ્યૂરોક્રેટ્સ લોબી આર્થિક રીતે શક્તિશાળી બની રહી છે.
હોદ્દો સંખ્યા વ્યક્તિદીઠ રોકાણ કુલ રોકાણ
IAS 260 2.50-3.50 910
IPS 37 1.75-2.25 83.25
MLA 182 1.50-2.00 364
મંત્રી મંડળ 17 2.00-4.50 76.5
અન્ય અધિકારીઓ 3500 0.50-1.00 3500
ઇન્કમટેક્સ ઓફિસર 1000 1.00-1.50 1500
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે