હોટલ મોલ વિવાદ મામલે સુરત APMCને હાઈકોર્ટે લગાવી ફટકાર; ખાલી ન કરે તો તોડી પાડવા સરકારને આદેશ

સુરતમાં કૃષિ બજારની જમીન પર ફાઇવ સ્ટાર હોટલ બનાવી દેવા મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે.જેમા હાઇકોર્ટે કૃષિ બજારનો ઉધડો લીધો હતો.સરકાર તરફે રજુઆત કરાઇ હતી કે, હાઇકોર્ટના આદેશ મુજબ દરેક ગેરકાયદે કબજેદારને લીઝ રદ કરવા નોટિસો આપી છે.

હોટલ મોલ વિવાદ મામલે સુરત APMCને હાઈકોર્ટે લગાવી ફટકાર; ખાલી ન કરે તો તોડી પાડવા સરકારને આદેશ

પ્રશાંત ઢીવરે/સુરત: સુરત APMC હોટલ મોલ વિવાદ મામલે હાઈકોર્ટે સુરત APMC ને ફટકાર લગાવી છે. સમગ્ર મામલે કાર્યવાહીનાં બે મહિનામાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યા છે.ખેતીના કામો માટે જમીન આપી હતી, તમે સાચવી નહીં, હોટલ-મોલના દબાણો APMC ખાલી ન કરે તો તોડી પાડવા HCનો સરકારને આદેશ કર્યો છે. સહરા દરવાજાના કૃષિ બજારની માર્કેટ કમિટી સામે પગલાં અંગે 16 સપ્ટેમ્બરે સુનાવણી થનાર છે.

સુરતમાં કૃષિ બજારની જમીન પર ફાઇવ સ્ટાર હોટલ બનાવી દેવા મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે.જેમા હાઇકોર્ટે કૃષિ બજારનો ઉધડો લીધો હતો.સરકાર તરફે રજુઆત કરાઇ હતી કે, હાઇકોર્ટના આદેશ મુજબ દરેક ગેરકાયદે કબજેદારને લીઝ રદ કરવા નોટિસો આપી છે.કોર્ટે સરકારને ટકોર કરી હતી કે આ બિલ્ડીંગ કૃષિ બજારની છે તેના પર કોઇ જગ્યા ખાલી ના કરે તો મેજીસ્ટ્રેટ દ્વારા ખાલી કરાવો.

સરકારની દલીલનો એપીએમસીએ વિરોધ દર્શાવ્યો હતો કે કોર્ટના હુકમમાં સુધારો કરવા અમે અરજી કરી છે.ખંડપીઠે તેમને હાલના તબક્કે હુકમમાં સુધારો કરવાનો ઇન્કાર કરીને આ જગ્યા ખાલી કરાવવા એપીએમસીને આદેશ કર્યો છે.ખંડપીઠે માર્કેટ કમિટી સામે શું પગલા લીધા તે અંગે પણ સવાલ કર્યો હતો.જેની સુનાવણી 16 સપ્ટેમ્બરે કરાશે. કૃષિ બજારની જમીન પર હોટલ શિલ્પીઝ પ્રાઇવેટ લિ. નામની ફાઇવ સ્ટાર હોટલ બનાવાયાની જાહેરહિતની અરજી કરાઇ છે.જેમાં હાઇકોર્ટના આદેશ બાદ સરકારે તમામ ઓફિસો અને દુકાનો,શો રૂમ ખાલી કરાવવા આદેશ કર્યો હતો. 

જોકે આ મામલે સરકારે એકશન ટેકન રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો.નોટિસો આપવા છતા કેટલાક શો રૂમ અને ઓફિસો ખાલી કરાતી નથી તેવી રજુઆત કરાઇ હતી. એપીએમસીએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે આ જગ્યા સરકારની માલિકીની નથી તેથી તે ખાલી કરાવી શકે નહી.ખંડપીઠે એપીએમસીનો ઉધડો લેતા એવી ટકોર કરી હતી કે, સરકારે એપીએમસીને કૃષિ બજાર માટે જગ્યા ફાળવી હતી પણ તેમણે તેનો દુરઉપયોગ કરીને ફાઇવ સ્ટાર હોટલને આપી દીધી છે તેથી હવે તમે તેના માલિક નથી.સરકારને અમે નિર્દેશો કર્યા છે તે મુજબ સરકાર કામ કરશે, તમે તેમા દખલગીરી કરી શકો નહી.ખંડપીઠે સરકારને બે મહિનામાં કોર્ટના આદેશ મુજબ પગલા લઇને એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. 

અરજદાર તરફે એવી દલીલ કરાઇ હતી કે સરકારે ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી છે તે કમિટી આ હોટલ બિલ્ડીંગનું વેલ્યુએશન કરે છે તેની સામે પણ વિરોધ કરવામાં આવ્યો હતો.વેલ્યુઅર રિપોર્ટ, સર્વેયર રિપોર્ટમાં અન્ય લોકોને નુકશાન ના થાય તે માટે ચિંતા વ્યકત કરવામાં આવી હતી.ખંડપીઠે કમિટીમાં માર્કેટ કમિટીનો સમાવેશ શા માટે કરાયો છે? તે અંગે સવાલ કર્યો હતો.ખંડપીઠે માર્કેટ કમિટી સામે પગલા લેવા આદેશ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news