કેયુર રોકડિયા બન્યા વડોદરાના નવા મેયર, નંદા જોશીને ડેપ્યુટી મેયર બનાવાયા

કેયુર રોકડિયા બન્યા વડોદરાના નવા મેયર, નંદા જોશીને ડેપ્યુટી મેયર બનાવાયા
  • વડોદરાના નવા હોદ્દેદારોનું લાલ જાજમ બિછાવીને કોર્પોરેશન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
  • વડોદરામાં ભાજપે ફરી એકવાર વોર્ડ 8 માંથી ચૂંટેલા ભાજપ ઉમેદવારને મેયર બનાવ્યા
  • કેયુર રોકડિયા વડોદરાના 25 માં મેયર બન્યા છે. તો ડો.હિતેન્દ્ર પટેલ બીજીવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા

ઝી મીડિયા/બ્યૂરો :વડોદરા શહેરને આજે નવા મેયર અને પાલિકાના નવા પદાધિકારીઓ મળ્યા છે. વડોદરા મહાનગર સેવાસદનના નવનિયુક્ત પદાધિકારીઓના નામ પક્ષ દ્વારા જાહેર કરાયા છે. જેમાં મેયર તરીકે કેયુર રોકડીયાની વરણી કરાઈ છે. તો ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશીની પસંદગી કરાઈ છે. ડો. હિતેન્દ્ર પટેલને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન બનાવાયા છે. શાસક પક્ષના નેતા તરીકે અલ્પેશ લીંબચીયાની વરણી કરવામાં આવી છે. દંડક તરીકે ચિરાગ બારોટની પસંદગી કરાઈ છે. 

કેયુર રોકડિયા વડોદરાના 25 માં મેયર બન્યા છે. તો ડો.હિતેન્દ્ર પટેલ બીજીવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે. વડોદરામાં ભાજપ દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ બહાર આતશબાજી કરાઈ હતી. નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની વરણી થતાં ઉજવણી કરાઈ હતી. 

આ પણ વાંચો : બે હાથ હવામાં લહેરાવીને સુરતના રસ્તાઓ પર બાઈક સ્ટંટ કરવું યુવતીને ભારે પડ્યું

કેયુર રોકડિયાએ ચાર્જ સંભાળ્યો 
વડોદરાના મહાનગરપાલિકાની ઓફિસે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આવકારવા લાલ જાજમ પાથરવામાં આવી હતી. કોર્પોરેશન કચેરી પર લાલ જાજમ પાથરવામાં આવી હતી. જેમાં કોર્પોરેશનના નવા હોદ્દેદારોનું બેન્ડબાજા વગાડી સ્વાગત કરાયું હતું. જેમાં આજે મેયર તરીકે કેયુર રોકડીયાએ આજે ચાર્જ સંભાળ્યો હતો. તો ડેપ્યુટી મેયર તરીકે નંદા જોશીએ ચાર્જ સંભાળ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ડો હિતેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યો હતો. મેયરનો ચાર્જ સંભાળવા પહેલા કેયુર રોકડીયાએ ગાંધીજીની પ્રતિમાને હાર ચઢાવ્યો હતો. 

આ પણ વાંચો : અડધા અમદાવાદીઓએ જોઈ પણ નહિ જોઈ હોય તેવી નાનકડી ચાલીના છાપરાવાળા મકાનમાં રહે છે નવા મેયર

કેયુર રોકડિયા બન્યા વડોદરાના નવા મેયર, નંદા જોશીને ડેપ્યુટી મેયર બનાવાયા

મેયર માટે ફરીથી વોર્ડ નં 8 ના ઉમેદવારની પસંદગી 
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ભાજપે ફરી એકવાર વોર્ડ 8 માંથી ચૂંટેલા ભાજપ ઉમેદવારને મેયર બનાવ્યા છે. અગાઉની ટર્મમાં વોર્ડ 8 માંથી ડો જિગીષા શેઠ મેયર હતા. ત્યારે હાલમાં પણ વોર્ડ 8 ના ભાજપ કોર્પોરેટર કેયુર રોકડીયાને મેયર બનાવ્યા છે. 

આ પણ વાંચો : મોટેરા સ્ટેડિયમ બાદ ગુજરાતની વધુ ઈમારત સાથે PM મોદીનું નામ જોડવાની માંગ ઉઠી 

સ્થાયી સમિતિના સભ્યોના નામ: 
પરાક્રમ સિંહ જાડેજા, મનોજ પટેલ, કલ્પેશ પટેલ, નિલેશ રાઠોડ, અજીત દધીચ, પુનમબેહન શાહ, ડો શીતલ ભાઈ મિસ્ત્રી, સ્નેહલ પટેલ, ધર્મેશ પટની, રશ્મી બેહન, શ્રીરંગ આયરે

નવા હોદ્દેદારોની રાજકીય સફર 

  • કેયુર રોકડીયા - અગાઉ વડોદરા યુવા મોરચા ભાજપના પ્રમુખ રહ્યા, શિક્ષણ સમિતિના ચેરમેન રહ્યા, સંગઠનમાં વડોદરા ભાજપ મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી, સાથે જ સરકાર નિયુક્ત ફી નિયમન કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે સિવિલ એન્જિનિયરિંગ, માસ્ટર ઈન એન્જિનિયર કર્યું છે. 
  • ડો હિતેન્દ્ર પટેલ - અગાઉ વડોદરા કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે, વ્યવસાયે તેઓ તબીબ છે
  • નંદાબેન જોશી - અગાઉ કોર્પોરેટર રહી ચૂક્યા છે, મરાઠી બ્રાહ્મણ છે
     

Trending news