ગાંધીનગર જતા પહેલાં એસોસિએશન સાથે સંકળાયેલા ડોકટરોની મળી બેઠક, લીધો આ નિર્ણય

સરકાર (Goverment) દ્વારા સ્વીકારવામાં આવેલી 10 માગણીઓ અંગે લેખિતમાં સ્પષ્ટતા ના કરાતા મેડિકલ ટીચર્સ એસોસિયેશનની નારાજગી યથાવત જોવા મળી રહી છે.

Updated By: May 13, 2021, 12:55 PM IST
ગાંધીનગર જતા પહેલાં એસોસિએશન સાથે સંકળાયેલા ડોકટરોની મળી બેઠક, લીધો આ નિર્ણય

અતુલ તિવારી, અમદાવાદ: ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન (Gujarat Medical Teachers Association) ના હોદ્દેદારોને ચર્ચા માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનની સરકાર સાથે ગાંધીનગર ખાતે મીટીંગ યોજાશે. આ બેઠક ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાશે. 

સરકારે સાથે બેઠક કરવા ગાંધીનગર (Gandhinagar) જતાં પહેલાં એસોસિએશન સાથે સંકળાયેલા ડોક્ટરોની બેઠક મળી હતી. બીજે કોલેજમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન (Gujarat Medical Teachers Association) ની મળેલી બેઠકમાં હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

હડતાળ પાછી ખેંચવા મુખ્યમંત્રીએ કરી અપીલ, માંગણીઓ મુદ્દે ટૂંક સમયમાં રાજ્ય સરકાર લેશે નિર્ણય

સરકાર (Goverment) દ્વારા સ્વીકારવામાં આવેલી 10 માગણીઓ અંગે લેખિતમાં સ્પષ્ટતા ના કરાતા મેડિકલ ટીચર્સ એસોસિયેશનની નારાજગી યથાવત જોવા મળી રહી છે. સરકારે ગઇકાલે 14 માંગણીઓમાં 10 માંગણીઓ સ્વિકારી લીધી છે. પરંતુ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન (Gujarat Medical Teachers Association) નું કહેવું છે કે રકાર જે 10 માગણીઓ સ્વીકારી રહી છે તેનો ઠરાવ કરે ત્યારબાદ જ હડતાળ સમેટવાનો મક્કમ નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, કોરોનાની સારવારના ખર્ચમાં મળશે મોટી રાહત

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન (Gujarat Medical Teachers Association)  ના પ્રમુખ ડોકટર રજનીશ પટેલે કહ્યું કે સીએમ વિજય રૂપાણી (Vijay Rpani) અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમારી માગણીઓ મામલે હકારાત્મક છે. આ ઉપરાંત ડેપ્યુટી સીએમ નીતિન પટેલના પણ અમને આશીર્વાદ મળી રહ્યા છે, પણ આ આશીર્વાદમાં હજુ થોડી કચાશ છે.

સરકારે જે માગણીઓ સ્વીકારી એ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી ત્યારે લેખિતમાં સ્પષ્ટતા થવી જરૂરી છે. અમારે પણ કોઈ હડતાળ કરવી નથી, પણ માગણીઓ લાંબા સમયથી પડતર છે એટલે હવે એનો અંત આવવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube