Adani Skill: અદાણીને લાભ મળ્યો પણ ગુજરાતની પ્રજા પર વધ્યું આર્થિક ભારણ

અદાણીની નહાખોરીની વિત્ત અહીં અટકતી નથી. ઉપલબ્ધ દસ્તાવેજી પુરાવા અનુસાર, આ વીજળીના ઉત્પાદન માટે અદાણીએ છતીસગઢ રાજ્યની કોલસાની ખાણનો કોલસો પણ વેસ્ટના નામે રફેદફે કર્યો હોવાનો પણ આરોપ છે. જોકે, કેન્દ્ર સરકારે કોલસા માટે કે ગુજરાત રાજ્ય સરકારે વીજળી માટે અદાણી સામે કોઇ કાર્યવાહી કરી નથી.

Adani Skill: અદાણીને લાભ મળ્યો પણ ગુજરાતની પ્રજા પર વધ્યું આર્થિક ભારણ

ઝી બ્યૂરો, અમદાવાદઃ વિપક્ષનો આક્ષેપ છેકે, ભાજપ એ મુડીવાદીઓની પાર્ટી છે. ખાસ કરીને ઉદ્યોગપતિઓ અને એમાંય અદાણી અને અંબાણીને લાભ આપવા માટે ભાજપ દ્વારા વિશેષ ફેસેલિટિ આપવામાં આવતી હોય છે. વિપક્ષના આ આક્ષેપને રાજકીય ગણીએ તો પણ આંકડાઓ જે માહિતી દર્શાવે છે તે મુજબ ઉદ્યોગપતિઓ સરકારનો લાભ લઈ રહ્યાં છે અને પ્રજા પર વધી રહ્યું છે આર્થિક ભારણ. અદાણી પાવરના કારણે ગુજરાતની પ્રજા ઉપર બોજ પહેલાં કરતા વધી ગયો છે. અદાણી ગુજરાતને નક્કી કરેલાં કરાર મુજબ વીજળી ન આપી. એવો પણ આક્ષેપ થઈ રહ્યો છેકે, આ વીજળી 780 કરોડમાં બારોબાર વેચી મારવામાં આવી છે. એવી પણ વાત સામે આવી છેકે, ઓક્ટોબર 2021માં વીજળીની કટોકટોનો ગેરલાભ ઉઠાવતી અદાણી વિરુદ્ધ કેન્દ્ર સરકારના પત્ર સામે ગુજરાત સરકારે કોઈ તપાસ કરી નહીં.

ઉલ્લેખનીય છેકે, દેશભરમાં વીજળીની દ્રષ્ટિએ સરપ્લસ કહેવાતા ગુજરાત રાજ્યને ઓક્ટોબર ૨૦૨૧માં જ્યારે દેશ વીજળીની કટોકટીથી ત્રસ્ત હતો ત્યારે અદાણી પાવરે પાવર પરચેઝ એગ્રીમેન્ટ અનુસાર વીજળી પૂરી નહી પાડી બારોબાર વેચી દેતા સ્પોટ માર્કેટમાંથી દૈનિક ૭.૧૩ કરોડ યુનિટ વીજળી મોંઘાભાવે ખરીદવાની ફરજ પડી હતી.  દેશમાં સ્પોટ માર્કેટમાં ઓક્ટોબર ૨૦૨૧માં કુલ ૮૫૮ કરોડ યુનિટનું ખરીદ વેચાણ થયું હતું તેમાંથી ૨૨૧ કરોડ યુનિટ વીજળી એકલા ગુજરાત રાજ્યએ ખરીદવી પડી હતી. નિયત ભાવ સામે ઊંચા ભાવે વીજળી ખરીદવાના કારણે ગુજરાતની પ્રજા ઉપર ઓક્ટોબર મહિનામાં રૂ.૭૮૦ કરોડનો અંદાજીત બોજો આવી પડ્યો હતો. 

અદાણી જૂથ સાથે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડે ઓક્ટોબર મહિના માટે ૧૫૦ મેગાવોટ અને ઓક્ટોબરથી જૂન ૨૦૨૩ સુધીના ગાળા માટે ૫૦૦ મેગાવોટ વીજળી ખરીદવાના અલગથી કરાર કર્યા હતા. જોકે, અદાણી જૂથે સ્પોટ માર્કેટમાં વીજળીના ઊંચા ભાવની લાલચમાં કરાર અનુસાર ૩.૪.૨૨ પ્રતિ યુનિટના ભાવે વીજળી વેચવાના બદલે પોતાની સઘળી વીજળી સ્પોટ માર્કેટમાં વેચી હોવાના પુરાવા મળ્યા છે. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જના અહેવાલ અનુસાર ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં સ્પોટ માર્કેટમાં સરેરાશ ભાવ પ્રતિ યુનિટ રૂ.૧૨ અને બીજા પખવાડિયામાં રૂ.4 જેટલાં રહેતા મહિનાનો સરેરાશ ભાવ રૂ.8 પ્રતિ યુનિટ જોવા મળ્યો હતો. 

આ વાત અહીંથી અટકતી નથી હજુ તો અહીં નફાખોરીનો રાફડો ફાટ્યો છે. અદાણીની નહાખોરીની વિત્ત અહીં અટકતી નથી. ઉપલબ્ધ દસ્તાવેજી પુરાવા અનુસાર, આ વીજળીના ઉત્પાદન માટે અદાણીએ છતીસગઢ રાજ્યની કોલસાની ખાણનો કોલસો પણ વેસ્ટના નામે રફેદફે કર્યો હોવાનો પણ આરોપ છે. જોકે, કેન્દ્ર સરકારે કોલસા માટે કે ગુજરાત રાજ્ય સરકારે વીજળી માટે અદાણી સામે કોઇ કાર્યવાહી કરી નથી.

અદાણી પાવરે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ સાથે વીજળીના વેચાણના બે કરાર કર્યા હતા. ટૂંકાગાળા ૧૫૦ મેગાવોટ માટે ૧૫૦ વીજળી રૂ.૪.૨૨ પ્રતિ યુનિટ અને માધ્યમ ગાળા માટે ૫૦૦ મેગાવોટ વીજળીના વેચાણના આ કરાર હતા. પરંતુ, અદાણીએ આ વીજળી ગુજરાત રાજ્યને વેચી નહિ અને એ સમયે દેશમાં જ્યારે વીજળીની તીવ્ર તંગી હતી ત્યારે ઊંચા ભાવે સ્પોટ માર્કેટમાં પાવર એક્સચેન્જમાં સીપી જ વેચી મારી હતી. આ વેચાણથી અદાણીએ વીજળીમાં પ્રતિ યુનિટ ત્રણ ગણી કમાણી કરી ગુજરાતની પ્રજા ઉપર વધારાનો રૂ.૭૮૦ કરોડર્નો બોજો નાખ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news