વરવી વાસ્તવિકતા! વિદેશ ગયેલાં સ્વજનની લાશ લાવવાના પણ પરિવાર પાસે નથી હોતા પૈસા
વધારે પૈસા કમાવવાની લાલચમાં વિદેશ જવાનું વિચારતા હોવ...ઝડપથી ડોલરિયા દેશમાં સેટ થવાનું વિચારતા હોવ...ઓછી મહેનતમાં ચપટી વગાડતા જ કરોડપતિ બની જવાનું વિચારતા હોવ....જો તમે પણ આવા વિચારો સાથે ગામ આખાનું દેવું કરીને વિદેશ જવાનું વિચારતા હોવ...તો એકવાર આ આર્ટિકલ જરૂર વાંચી લેજો...
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીયોમાં એમાંય ગુજરાતીઓમાં વિદેશ જવાનો મોહ સતત વધતો જાય છે. વિદેશ જઈને ત્યાં રહીને રૂપિયા કમાઈ લેવાની લાલચ અને ઘેલછામાં લોકો પોતાના અને પોતાના પરિવાર માટે મુસીબતો ઉભી કરે છે. ઘણાં કિસ્સામાં આ મુસીબતો એટલી મોટી બની જાય છે જે તેમને મોતના મુખમાં લઈ જાય છે. છેલ્લાં કેટલાંક સમયમાં જ એવા ઢગલાબંધ કિસ્સાઓ સામે આવ્યાં છે ગુજરાતથી વિદેશ ગયેલા યુવાનની લાશ પણ પરિવારના હાથમાં ન આવી શકી હોય. જેમાં અહીંથી કોઈકને કોઈ રીતે સેટિંગ કરીને રૂપિયા કમાવવા માટે વિદેશ પહોંચેલા યુવાનના મોત બાદ ત્યાંથી અહીં લાશ મોકલવાનો ખર્ચ પણ એટલો મોટો છેકે, લોકો જોડે ઉભરાણા કરવા પડે છે.
વિદેશ જવાની વાત આવે એટલે મોટે ભાગે સૌ કોઈ યુએસ અને યુકે જવાનું પસંદ કરતા હોય છે. અમેરિકામાં જઈને ડોલરિયા દેશમાં ડોલર કમાવવાની ચાહ દરેકના મનમાં હોય છે. વિદેશની ચકાચાંદ વાળી લાઈફ સ્ટાઈલ જોઈને તેનાથી અંજાઈ કે લલચાઈને યુવાઓ યેનકેન પ્રકારે લાખો રૂપિયા ઉછીના લઈને, ગેરકાયદે રીતે એજન્ટો જોડે સેટિંગ કરીને પણ વિદેશ પહોંચવ માંગે છે. અત્યાર સુધી અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાના અનેક દેશોમાં આ રીતે ગુજરાતીઓ ગેરકાયદે રીતે પહોંચ્યા છે. પણ જ્યારે આ રીતે કાયદાનું ઉલ્લંઘન કરીને ખોટી રીતે તેઓ વિદેશ જાય છે ત્યારે તેઓ બીજા દેશના પણ ગુનેગાર બનો છે. જેમાં જો પકડાવ તો પણ મોટી સજા થઈ શકે છે.
લાશ લાવવાનો ખર્ચ અંદાજે 30 લાખ રૂપિયાથી વધુઃ
વિદેશમાં યેનકેન પ્રકારે ગયેલાં ગુજરાતી યુવાનોમાંથી જ્યારે કોઈપણ કારણોસર ત્યાં કોઈનું મોત નિપજે તો એવી વ્યક્તિને પોતાના વતન પરત લાવવાનો એટલે બધો ખર્ચ થાય છેકે, મોટાભાગના પરિવારો પોતાના સ્વજનની અંતિમ ક્રિયા પણ નથી કરી શકતા. અથવા એ જ વાતને જો કડવા શબ્દોમાં કહીએ તો ગેરકાયદે વિદેશ ગયેલી વ્યક્તિની મોત બાદ તેની લાશ વતન લાવવાના પણ પૈસા નથી હોતા. મોટાભાગના કેસમાં પરિવાજનો તેની લાશ પરત લાવી શકતા જ નથી. જ્યારે ઘણાં કિસ્સામાં તેના મિત્રો લોકો પાસે અપિલ કરીને પૈસા ઉભરાવી ક્રાઉડ પાસેથી ક્લાઉડ ફંડિંગ એકઠું કરીને મૃતદેહને પરત લાવવો પડે છે. કારણકે, વિદેશથી ગુજરાત કે ભારતના કોઈપણ છેડે લાશ પરત લાવવાનો ઓછામાં ઓછો અંદાજિત ખર્ચ 30 થી 35 લાખ રૂપિયા થાય છે. અને આ રકમ સામાન્ય નથી. દરેક વ્યક્તિ આટલી રકમ ખર્ચીને અંતિમ ક્રિયા કરી શકતું નથી. જેને કારણે તેઓ પોતાના સ્વજનની લાશ પણ મેળવી શકતા નથી. મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો તેમના દીકરાનું મોઢું જોઈ શકે તે માટે પછી લોકો પાસે સોશિયલ મીડિયામાં પૈસાની મદદ માંગવાનો વારો આવે છે.
કેનેડામાં રોડ અકસ્માતમાં ગુજરાતી યુવકનું મોતઃ
છેલ્લાં કેટલાં સમયમાં આવા અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. હાલમાં જ વિદેશમાં રહેતા વધુ એક ગુજરાતી યુવકનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર કેનેડાના ઓન્ટારિયો પ્રોવિન્સના બેરી શહેરમાં એક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં અમદાવાદના 19 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ વર્સિલ પટેલ હતું. વર્સિલ કેનેડામાં હાયર એજ્યુકેશન માટે ગયો હતો. અહીં તે એક રોડ એકસીડન્ટનો ભોગ બન્યો હતો. વર્સિલના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને સાથી મિત્રોમાં માતમ છવાઈ ગયું હતું. યુવકના પાર્થિવ દેહને કેનેડાથી ભારત લાવવા માટે 30,000 ડોલરનો ખર્ચો થાય છે. જેને લઈને મૃત્યુ પામેલા યુવકના મિત્રોએ ક્લાઉડ ફંડિંગ કરવું પડ્યું હતું.
નરોડાના દંપતીના વિદેશનો મોહ મોતના મુખમાં લઈ ગયો હતોઃ
વિદેશ જતા ગુજરાતીઓ ફસાઈ જવાના કિસ્સા વધ્યા છે. અમદાવાદના નરોડાનું દંપતી વિદેશ જવાના મોહમાં ખરાબ રીતે ફસાયું છે. નરોડાના પંકજ અને નિશા પટેલ અમેરિકા જવા માંગતા હતા. લેભાગુ એજન્ટે દંપતી પાસેથી 1.12 કરોડની રકમમાં ડીલ કરી હતી. દંપતીને ઈરાનમાં બંધક બનાવવામાં આવ્યું. પંકજ પટેલ ઉપર અમાનુષી ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. તાજેતરમાં કેનેડામાં 3 ગુજરાતી યુવકના અપમૃત્યુના બનાવ બન્યા. ત્રણેય યુવકો વિદ્યાર્થી હતા અને ત્રણેયના મૃત્યુ ડૂબી જવાથી થયા. બ્રિટનમાં પણ ભારતીયોનો વિરોધ થતો હોય તેવા વીડિયો સામે આવ્યા છે.
અમદાવાદના દંપતી સાથે શું બન્યું?
અમદાવાદના નરોડાનું પટેલ દંપતી અમેરિકા જવા માંગતું હતું. અમેરિકા જવા માટે એજન્ટ સાથે ડીલ કરી છે. ગાંધીનગરથી પીન્ટુ ગોસ્વામી અને અભય રાવલે દંપતી સાથે ડીલ કરી હતી. પહેલા દંપતી હૈદરાબાદ પહોંચ્યું. હૈદરાબાદમાં રોકાયા બાદ શકીલ નામના એજન્ટનો સંપર્ક થયો. શકીલે દંપતીને ઈરાનના વીઝા લેવા કહ્યું હતું. જે બાદ 12 જૂનના રોજ દંપતી ઈરાન જવા નિકળ્યું. 13 જૂનના રોજ દંપતી મેક્સિકો નહતું પહોંચ્યું. 14 જૂનના રોજ દંપતીનું અપહરણ કરવામાં આવ્યું. વીડિયો વાયરલ કરીને ખંડણી માંગવામાં આવી. અપહરણકર્તાઓએ 35 લાખ રૂપિયાની ખંડણી માંગી. અભય રાવલે હવાલા મારફતે પહેલા 15 લાખ ચુકવ્યા. અપહરણકર્તાએ અભય રાવલને ફોન કરીને મુંબઈથી દિલ્લી બોલાવ્યો. દિલ્લીથી અભય રાવલે બીજા 20 લાખ તુર્કિયેમાં હવાલા મારફતે આપ્યા. આ દરમિયાન પંકજ પટેલ ઉપર અમાનુષી ત્રાસ ગુજારવામાં આવ્યો. પંકજ પટેલને બ્લેડના ઘા મારવામાં આવ્યા. અસહ્ય ત્રાસ ગુજારીને દંપતીને તહેરાનમાં છોડી મુકાયું. વીડિયો વાયરલ થયા બાદ રાજ્ય સરકાર, રો સહિતની સંસ્થાઓ કામે લાગી. એમ્બેસીનો સંપર્ક કરીને પરિવારને છોડાવવામાં આવ્યો.
કેનેડામાં મુશ્કેલીમાં ગુજરાતીઓ!
16 એપ્રિલ 2023:
અમદાવાદના યુવક હર્ષ પટેલનું અપમૃત્યુ
હર્ષ પટેલની ઉમર 26 વર્ષની હતી
હર્ષનું મૃત્યુ પણ નદીમાં ડૂબી જતા થયું હતું
પોલીસે વિદ્યાર્થીના ઈમિગ્રેશન સ્ટેટસ અંગે પણ માહિતી નહતી આપી
7 મે 2023:
મૂળ ભાવનગરના આયુષ ડાખરાનો મૃતદેહ મળ્યો
મૃતક કેનેડાની યોર્ક યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો
યુવકનો મૃતદેહ બ્રિજ નીચેની નદી પાસેથી મળ્યો
વિદ્યાર્થીનું મૃત્યુ ડૂબી જવાથી થયું હોવાનું તારણ નિકળ્યું
દુર્ઘટનામાં પોલીસે કોઈ ગુનાહિત એંગલ હોવાનો ઈન્કાર કર્યો હતો
18 જૂન 2023:
મૂળ આણંદના ગુજરાતી યુવક વિષય પટેલનો મૃતદેહ મળ્યો
વિષય પટેલનો મૃતદેહ પણ નદીમાંથી મળ્યો હતો
પોલીસે હત્યા થયાની આશંકાને નકારી હતી
15 જૂનની રાત્રે વિષય પટેલ ઘરેથી ચાલ્યો ગયો હતો
છેલ્લે વિષય ડિસ્કવરી સેન્ટર એરિયામાં જોવા મળ્યો હતો
એસિનેબોઈન નદી ઉપર આવેલા બ્રિજ નજીકથી વિષયના કપડા મળ્યા હતા
કેનેડામાં ગુજરાતીઓને મુશ્કેલી કેમ?
કેનેડામાં આર્થિક મંદીથી રોજગારીની તક ઘટી છે. આવડત અને લાયકાત પ્રમાણે નોકરી મેળવવામાં મુશ્કેલી છે. રિટેલ, મેનુફેકચરિંગ ક્ષેત્રે, ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રે મંદીની ઘેરી અસર. કેનેડાની ટેક્સ સિસ્ટમ મોંઘી છે. મકાનોની ઉંચી કિંમત હોવાથી ઘર ખરીદવું મુશ્કેલ. કેનેડાનું હવામાન અત્યંત વિષમ. કેનેડાના અલગ-અલગ વિસ્તાર પ્રમાણે અલગ-અલગ તાપમાન. કેટલાક વિસ્તારમાં સૂર્યપ્રકાશ નથી એટલે મુશ્કેલી વધી છે. અભ્યાસ અને આરોગ્યનું માળખુ મોંઘુ છે. તેમજ સમયસર જરૂરી તબીબી સારવાર મેળવવી મુશ્કેલ. કેનેડામાં આર્થિક મંદીથી રોજગારીની તક ઘટી છે. આવડત અને લાયકાત પ્રમાણે નોકરી મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. રિટેલ, મેનુફેકચરિંગ ક્ષેત્રે, ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રે મંદીની ઘેરી અસર થઈ રહી છે.
કેવી કેવી જોબ કરવી પડે છે?
મોટે ભાગે સ્ટુડન્ટ્સ કેશિયરની જોબ, સિક્યોરિટી, બેકરી કે ફેક્ટરીમાં જતા હોય, ક્લીનિંગની જોબ કરે. . ઈન્ડિયામાં જે કામ કરવામાં શરમ આવતી હોય એ બધાં કામ અહીં કરતાં હોય. જોકે આ બધામાં પગાર સારો મળતો હોય છે. આ ઉપરાંત ઉબર વગેરેમાં ફૂડ ડિલિવરી પણ કરતા હોય છે. ઘણા ચાલીને કે સાઇકલ પર ફૂડ ડિલિવરી કરતા હોય છે. આ બધી પાર્ટટાઈમ જોબ છે.
ક્યારે કેટલાં ભારતીયોએ દેશ છોડ્યો?
વર્ષ 2022માં 2 લાખ 25 હજાર 620 લોકોએ દેશ છોડ્યો..
વર્ષ 2021માં 1 લાખ 63 હજાર 370 લોકોએ નાગરિકતા છોડી..
વર્ષ 2020માં 85 હજાર 256 લોકોએ ભારતીય નાગરિકતા છોડી..
વર્ષ 2019માં 1 લાખ 44 હજાર 17 લોકોએ ભારતીય નાગરિકતા છોડી..
વર્ષ 2018માં 1 લાખ 34 હજાર 561 લોકોએ નાગરિકતા છોડી..
વર્ષ 2017માં 1 લાખ 33 હજાર 49 લોકોએ નાગરિકતા છોડી..
વર્ષ 2016માં 1 લાખ 41 હજાર 405 લોકોએ નાગરિકતા છોડી..
વર્ષ 2015માં 1 લાખ 31 હજાર 489 લોકોએ નાગરિકતા છોડી..
વર્ષ 2014માં 1 લાખ 29 હજાર 328 લોકોએ નાગરિકતા છોડી..
વર્ષ 2013માં 1 લાખ 31 હજાર 405 લોકોએ નાગરિકતા છોડી..
અન વર્ષ 2012માં 1 લાખ 20 હજાર 923 લોકોએ નાગરિકતા છોડી હતી..
દેશ છોડવાનું કારણ શું?
સવાલ એ છેકે ભારતીય નાગરિકતા છોડવાનું કારણ શું હોય શકે.. કેમ મોટા પ્રમાણમાં લોકો દેશ છોડી રહ્યા છે.. કોંગ્રેસ આના માટે દેશમાં બેરોજગારી અને ગુનાખોરીને જવાબદાર ગણાવી રહ્યું છે.. વર્તમાન સરકારના શાસનમાં બેરોજગારી વધી છે જેના કારણે લોકો દેશ છોડી રહ્યા છે. વિદેશ જવામાં ભારતીયોની પહેલી પસંદ અમેરિકા અને કેનેડા છે.. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવા અનેક દેશોમાં ભારતીય લોકો વસવાટ કરી રહ્યા છે..
વિદેશ જવાનું કારણ શું?
વિદેશ જનાર લોકોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે..
ઉચ્ચ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ભારતની પ્રમિયિમ સંસ્થામાં સરળતાથી પ્રવેશ મળતો નથી..
જેના વિરુદ્ધ વિદેશની યુનિવર્સિટીઓમાં સરળતાથી પ્રવેશ મળી જાય છે..
ભારતમાં ગ્રેજ્યુએટ યુવાનને સરળતાથી નોકરી નથી મળતી..
જ્યારે વિદેશમાં કલાકના હિસાબે ડૉલરમાં વેતન મળે છે..
વિદ્યાર્થી ખર્ચ કર્યા બાદ પણ મહિન 40થી 50 હજાર રૂપિયાની બચત કરે છે..
ભારતમાં સામાજિક તાણાવાણાના કારણે અમુક કામ કરતા વિદ્યાર્થી ખચકાય છે..
જ્યારે વિદેશમાં સોશ્યલ ડિસ્ટર્બન્સના હોવાના કારણે સામાન્ય કામ પણ ખચકાટ વગર કરે છે..
આ સિવાય લોકો સોશ્યલ સ્ટેટસ અને ક્વોલિટી લાઈફ માટે પણ વિદેશ જવાનું પસંદ કરે છે.. ઘણાં શ્રીમંત પરિવારો વિદેશની નાગરિકતા સ્વીકારીને ત્યાં વસવાટ કરે છે. ભારતમાં વસતા નાગરિકોને વિદેશનો કેટલો મોહ છે તે લોકસભામાં રજૂ થયેલા આ સરકારી આંકડા પરથી જ ફલિત થાય છે.. આજે કોલેજમાં અભ્યાસ કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓની નજર દેશ બહાર છે તે પોતાના કૌશલ્યનો ઉપયોગ અન્ય દેશમાં સારી આવક મેળવવા માટે કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે