ગુજરાતમાં ટિકિટ કપાતા ભાજપના નેતાજી થયા નારાજ, રૂપાલાને ગણાવ્યા નાનું બાળક
Gujarat Politics: ભાજપનો ગઢ કહેવાતી બેઠક એટલે રાજકોટ...આ બેઠક છેલ્લી 2 ટર્મથી ભાજપ પાસે છે. મોહન કુંડારિયા 2014 અને 2019નું ઈલેક્શન જીતી દિલ્લી દરબારમાં પહોંચ્યા હતા. કુંડારિયાને આશા હતી કે પાર્ટી ફરી તેમના પર વિશ્વાસ મુકશે અને રાજકોટથી હેટ્રિક મારવાની તક આપશે.
Trending Photos
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 15 ઉમેદવારના નામ જાહેર થઈ ગયા છે. જ્યારે 10 ઉમેદવારના નામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જે 15 નામ જાહેર થયા તેમાં અનેક દિગ્ગજો છે. રાજકોટમાંથી ભાજપે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાને ઉતાર્યા છે. આ બેઠક પર વર્તમાન સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ કાપીને રૂપાલાને ઉતારાયા છે. ત્યારે કુંડારિયાએ એક એવું નિવેદન આપ્યું કે જે ટોક ઓફ ટાઉન બન્યું છે. શું બોલ્યા સાંસદ મોહન કુંડારિયા?...કેમ તેમના નિવેદનથી થઈ રહી છે જાતભાતની ચર્ચાઓ? વાંચો આ અહેવાલ વિગતવાર...
ઉઠી રહ્યાં છે આ મોટા સવાલોઃ
આ શું બોલ્યા મોહન કુંડારિયા?
શું ટિકિટ કપાતા નારાજ છે કુંડારિયા?
રૂપાલાને ટિકિટ આપી તો કર્યો કટાક્ષ?
નિવેદન સમર્થનમાં કર્યું કે વિરોધમાં?
ભાજપનો ગઢ ગણાય છે ગુજરાતની આ બેઠકઃ
ભાજપનો ગઢ કહેવાતી બેઠક એટલે રાજકોટ...આ બેઠક છેલ્લી 2 ટર્મથી ભાજપ પાસે છે. મોહન કુંડારિયા 2014 અને 2019નું ઈલેક્શન જીતી દિલ્લી દરબારમાં પહોંચ્યા હતા. કુંડારિયાને આશા હતી કે પાર્ટી ફરી તેમના પર વિશ્વાસ મુકશે અને રાજકોટથી હેટ્રિક મારવાની તક આપશે. પરંતુ એવું ન થયું. ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડે રાજકોટથી દિગ્ગજ નેતા પરષોત્તમ રૂપાલાને ઉતાર્યા. કેન્દ્રમાં કેબિનેટ મંત્રી રૂપાલાને ભાજપે ઉતારી રાજકોટમાં સામે આવેલા અનેક દાવેદારોના મોઢા બંધ કરી દીધા...પરંતુ વર્તમાન સાંસદ કદાચ થોડા નારાજ હોય તેમ કહી શકાય...જો કે તેઓ ખુલ્લીને તો ન બોલ્યા પરંતુ રાજનીતિની ભાષામાં હળવો શબ્દપ્રયોગ કરીને સંકેત તો આપી જ દીધો.. સૌથી પહેલા તો મોહન કુંડારિયા શું બોલ્યા એ સાંભળી લો....
કુંડારિયાએ કોના માટે કરી બાળક વાળી વાત?
તો સાંભળ્યું તમે?...કુંડારિયાએ પોતાની વાત કહેવા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો તે સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે તેવા હતા. તેમણે સીધી રીતે તો નારાજગી ન દર્શાવી પરંતુ આડકતરી રીતે પાર્ટી અને પોતાના કટ્ટર સમર્થકોને સંદેશ તો આપી દીધો કે ટિકિટ કપાતા નારાજ છે. મોહન કુંડારિયા બહુ જૂના રાજકારણી છે. વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણી જીત્યા હતા. કેન્દ્રમાં રાજ્યકક્ષાના મંત્રી પણ બન્યા હતા. તેમના આ નિવેદનથી સમગ્ર રાજકોટ શહેરમાં જાતભાતની ચર્ચા શરૂ થઈ છે. પરંતુ કુંડારિયા સીધી નારાજગી તો વ્યક્ત નથી જ કરી રહ્યા. એવું જ બોલી રહ્યા છે કે પોતે પાર્ટીના પાયાના કાર્યકર છે. પાર્ટીએ જેને ટિકિટ આપી તેને સાથે રહીને જીતાડવા માટે મહેનત કરીશું.
રાજકોટ બેઠક પર અનેક દાવેદારો હતા. પાટીદાર સમાજની બહુમતિવાળી આ બેઠક પર અનેક નામ ચર્ચામાં આવ્યા હતા. પરંતુ ભાજપ હાઈકમાન્ડે આખરે પસંદગીનો કળશ કેન્દ્રીય મંત્રી રૂપાલા પર ઢોળ્યો. રૂપાલા મૂળ તો અમરેલીના છે. પરંતુ તેમને રાજકોટથી ટિકિટ આપી છે. રૂપાલા હાલ રાજ્યસભાના સાંસદ છે. પરંતુ આ વખતે તેમને લોકસભા લડવવા માટે મેદાનમાં ઉતાર્યા છે.હાલ તેઓ પોતાની સૌરાષ્ટ્રની આગવી શૈલીમાં ધૂંઆધાર પ્રચારમાં લાગી ગયા છે.
કુંડારિયાના નિવેદનથી ચૂંટણીમાં કેટલો ફરક પડે છે તે જોવાનું રહેશે. હાલ ભલે તેઓ રૂપાલાની સાથે ફરતા હોય. પરંતુ પરિણામના દિવસે કુંડારિયાના પોતાના વિસ્તારમાંથી કેટલી લીડ અપાવે છે તે જોવાનું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે