એનઆઈઆરએફની રેન્કિંગમાં ભારતની ટોચની 100 સંસ્થાઓની યાદીમાં ગુજરાત યુનિવર્સિટી 60મા ક્રમે

ગુજરાત યુનિવર્સિટી એ રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી છે જેમાં 326 કોલેજોમાં 4 લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં 62થી વધુ શૈક્ષણિક વિભાગ છે. યુનિવર્સિટીએ તાજેતરમાં પાર્ક ફોર ઔદ્યોગિક વિસ્તરણ અને સંશોધન (રિસર્ચ પાર્ક)ની સ્થાપના કરી છે, જે કેમ્પસમાં સંશોધન પાર્ક ધરાવનારી દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે.   

Updated By: Jun 11, 2020, 09:50 PM IST
એનઆઈઆરએફની રેન્કિંગમાં ભારતની ટોચની 100 સંસ્થાઓની યાદીમાં ગુજરાત યુનિવર્સિટી 60મા ક્રમે

અમદાવાદઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ ‘નિશંક’ દ્વારા ભારતીય સંસ્થાઓ માટે એનઆઈઆરએફ (NIRF) ભારતીય રેન્કિંગના અહેવાલની ઘોષણા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યની સૌથી જૂની અમદાવાદની ‘ગુજરાત યુનિવર્સિટી’એ રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક (એનઆઈઆરએફ)ના અહેવાલ “ભારત 2020’’ માં ભારતની ટોચની 100 સંસ્થાઓની યાદીમાં 60મો ક્રમ પ્રાપ્ત કર્યો છે  જ્યારે ટોચની  100 યુનિવર્સિટીઓની યાદીમાં આઇઆઇટી ગાંધીનગર 44મા ક્રમે છે. પ્રથમ વખત ગુજરાતના ઇતિહાસમાં કોઈ યુનિવર્સિટીએ આઇઆઇટી-ગાંધીનગર ઉપરાંત, એનઆઈઆરએફની 100 ટોચની યાદીમાં આટલું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 

રેન્કિંગમાં ગુજરાત યુનિવર્સિટીના ક્રમમાં થયેલા સતત વધારા પર શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સતત માર્ગદર્શન અને સમર્થનથી જ ગુજરાત યુનિવર્સિટી આ પદ પ્રાપ્ત કરી શકે છે. આ સિદ્ધિ બદલ તેમણે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા તેમજ તેમની સમસ્ત ટીમ તથા ગુજરાત યુનિવર્સિટીના હાલના કાર્યકારી કુલપતિ ડો.જગદીશ ભાવસાર, ગુજરાત યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ ડો. હિમાંશુ પંડ્યા સહિત યુનિવર્સિટીના તમામ અધ્યાપકો અને અધિકારીઓને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.

કોરોના અનલૉકઃ રાજ્યમાં સતત બીજા દિવસે નવા કેસ 500ને પાર, 38 લોકોના મૃત્યુ

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, “ગુજરાત યુનિવર્સિટીએ ફરી એકવાર લાખો વિદ્યાર્થીઓને વર્લ્ડ ક્લાસ ફેકલ્ટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને દેશમાં પોતાનું નામ સ્થાપિત કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીએ છેલ્લા ઘણા વર્ષોમાં લાખો નાગરિકોને સુગમ શિક્ષણ પ્રાપ્ત કરવાની બાબતમાં કૂદકો લગાવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ નિયમિત ડિગ્રી પ્રોગ્રામો ઉપરાંત ભાવિ કાર્યક્રમો અને વિવિધ પહેલ પણ રજૂ કરી છે.”

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટી માટેની ભાવિ યોજના વિશે વાત કરતા  શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ગુજરાત યુનિવર્સિટીને દેશની અને વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાંની એક બનાવવા માટે કટિબદ્ધ છે. ગુજરાત યુનિવર્સિટી એ એનઆઈઆરએફના છેલ્લા કેટલાક રાઉન્ડથી સતત તેનો રેન્ક સુધારી રહી છે. યુનિવર્સિટી વર્ષ ૨૦૧૯માં ટોચની ૧૫૦ સંસ્થાઓમાં અને ટોચની ૧૫૦ યુનિવર્સિટીઓની યાદીમાં ઉભરી આવી હતી.

ગુજરાત યુનિવર્સિટીનો અભિગમ વિશે કાર્યકારી કુલપતિ ડો જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે, "એમએચઆરડીથી ચાલતું આ રેન્કિંગ ગુજરાત યુનિવર્સિટીને નવીનતા શિક્ષણ અભિગમ, ડિજિટલાઈઝેશન અને વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે તૈયાર કરવા નવા કાર્યક્રમો રજૂ કરવા પ્રોત્સાહન આપે તેવું છે."

વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી GTUએ 25 જૂને શરૂ થતી પીજીની પરીક્ષા મોકૂફ રાખી

ગુજરાત યુનિવર્સિટીના તે સમયના કુલપતિ ડો.હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ રેન્કિંગ આપણી પ્રક્રિયાઓનું આધુનિકીકરણ અને યુનિવર્સિટીના સમાજ અને ઉદ્યોગની જરૂરિયાતો સાથે જોડાવા માટેના યુનિવર્સિટીના પ્રયત્નોનું પ્રતિબિંબ છે.

ગુજરાત યુનિવર્સિટી એ રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી છે જેમાં 326 કોલેજોમાં 4 લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં 62થી વધુ શૈક્ષણિક વિભાગ છે. યુનિવર્સિટીએ તાજેતરમાં પાર્ક ફોર ઔદ્યોગિક વિસ્તરણ અને સંશોધન (રિસર્ચ પાર્ક)ની સ્થાપના કરી છે, જે કેમ્પસમાં સંશોધન પાર્ક ધરાવનારી દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે. યુનિવર્સિટી પાસે તેની અદ્યતન સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમ જીયૂસેક ખાતે ત્રણ રાષ્ટ્રીય સ્તરે ભંડોળ મેળવનારા ઇન્ક્યુબેટર્સ, બે ફિનિશિંગ સ્કૂલ, કેમ્પસમાં બીએસએલ-2 સુવિધા અને ઓલિમ્પિક્સ-ધોરણવાળું 17થી વધુ રમતો માટેની સુવિધાઓ સાથે સરદાર પટેલના નામે આવનારી સ્પોર્ટસ સિટી છે.

વડોદરાઃ પાદરામાં કોરોનાના કેસ વધતા મહત્વનો નિર્ણય, તમામ બજારો પાંચ દિવસ રહેશે બંધ  

આ વર્ષની શરૂઆતમાં ગુજરાત યુનિવર્સિટીને ગુજરાત રાજ્ય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક (જીએસઆઈઆરએફ)માં પ્રથમ ક્રમાંકની યુનિવર્સિટી જાહેર કરવામાં આવી હતી, જ્યાં ગુજરાત યુનિવર્સિટી રાજ્યની એકમાત્ર 5 સ્ટાર રેન્કિંગવાળી યુનિવર્સિટી તરીકે ઉભરી આવી હતી. 

ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એમએચઆરડી) દ્વારા એનઆઈઆરએફ રેન્કિંગની રજૂઆત 2016માં કરવામાં આવી હતી. આ માળખામાં દેશભરની સંસ્થાઓને ક્રમ આપવા માટેની પદ્ધતિની રૂપરેખા આપવામાં આવી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા રચાયેલી કોર કમિટી દ્વારા ભલામણોથી વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને રેન્કિંગ આપવા માટેનું વ્યાપક માળખું બનાવવામાં આવ્યું છે.

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube