કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતમાં નવી આફત આવશે, વાતાવરણમાં મોટું પરિવર્તન આવશે
Cyclone Alert By Ambalal Patel Prediction : ગુજરાતમાં ઠંડીનો ચમકારો આસમાને: છેલ્લા 24 કલાકમાં પારો 6 ડિગ્રી ગગડ્યો, જાણો ક્યાં કેટલું તાપમાન
Trending Photos
Gujarat Weather Forecast : લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા સમગ્ર રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વાર્તાયો છે. પરંતુ ખરી ઠંડી તો મહિનાના અંતમાં આવશે. ડિસેમ્બર મહિનાના અંતમાં કડકડતી ઠંડી, હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીએ પહોંચી ગયું છે. આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. તો સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. આ સાથે ડીસામાં 12.6 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, વડોદરામાં 15 ડિગ્રી, સુરતમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજકોટમાં 13.4 ડિગ્રી, ભાવનગરમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે, નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. 16-18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે. 23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે