અડધી રાતે હર્ષ સંઘવીએ વાવાઝોડા માટે દ્વારકામાં કરી બેઠક, આ આદેશ છૂટ્યા
Gujarat Weather Forecast : બિપરજોય વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર સજ્જ...પ્રભાવિત થઈ શકે તેવા દ્વારકા જિલ્લામાં પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી....ખંભાળિયામાં રાત્રે દોઢ વાગ્યે અધિકારીઓ સાથે કરી બેઠક... સંકટના પગલે ભાજપે જનસંપર્ક અભિયાન અંતર્ગત યોજાતી જાહેરસભાઓ રાખી મુલતવી....મોદી સરકારના 9 પૂર્ણ થવા પર આયોજિત જાહેર સભાઓ 12થી 15 જૂન સુધી કરાઈ રદ....
Trending Photos
Ambalal Patel Prediction : વાવાઝોડું હવે અતિપ્રચંડ સ્વરૂપ ધારણ કરીને ગુજરાત તરફ આવી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાથી હવે માત્ર 360 કિલોમીટર દૂર બિપોરજોય વાવાઝોડું છે. જેને પગલે દરિયા કાંઠાના તમામ જિલ્લાઓમાં એલર્ટ આપી દેવાયું છે. સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાંથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ વચ્ચે બિપરજોય વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. દ્વારકાના હર્ષદ અને જૂનાગઢના શેરિયાજ બારા ગામમાં લોકોનાં ઘરોમાં દરિયાનું પાણી ઘૂસ્યું છે. તારીખ 14 અને 15 જૂને સમુદ્ર કાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બંને દિવસોમાં કચ્છ, જામનગર અને દ્વારકામાં 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. ત્યારે બિપરજોય વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર સજ્જ બની છે. .પ્રભાવિત થઈ શકે તેવા દ્વારકા જિલ્લામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચી ગયા છે. ખંભાળિયામાં રાત્રે દોઢ વાગ્યે અધિકારીઓ સાથે તેઓએ બેઠક કરી હતી. આ બાદ કહ્યું કે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર છે. તો બીજી તરફ, બિપરજોય વાવાઝોડાના સંકટના પગલે ભાજપે જનસંપર્ક અભિયાન અંતર્ગત યોજાતી જાહેરસભાઓ મુલતવી રાખી છે. મોદી સરકારના 9 પૂર્ણ થવા પર આયોજિત જાહેર સભાઓ 12થી 15 જૂન સુધી રદ કરાઈ છે.
1100 પરિવારોનું સ્થળાંતર કરાયું
બિપરજોય વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર સજ્જ બની છે. પ્રભાવિત થઈ શકે તેવા જિલ્લાઓની જવાબદારી અલગ અલગ મંત્રીઓને સોંપાઈ છે. ત્યારે હર્ષ સંઘવીને દ્વારકા જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. જેથી ગૃહ રાજ્યમંત્રીએ જામખંભાળિયામાં મોડી રાતે બેઠક કરી હતી. રાત્રે દોઢ વાગ્યે કરી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી કે, અત્યાર સુધી જિલ્લામાંથી 1100 પરિવારોનું સ્થળાંતર કરાયું છે. કુલ 4100 પરિવારો નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરે છે. અમે આખો દિવસ ફિલ્ડમાં રહીશું. 138 સગર્ભા મહિલાઓ માટે અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
Live Updates: 15 જુન બપોર બાદ કચ્છ અને પાકિસ્તાના વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે બિપોરજોય#CycloneBiparjoy #BiparjoyCyclone #CycloneAlert #Gujarat #BreakingNews pic.twitter.com/lTya9nOWLK
— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023
નાગરિકો પ્રવાસ ટાળે
તેઓએ કહ્યું કે, એક સાથે 30થી 40 લોકો એક જ નંબર પર ફોન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. તંત્ર કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. અધિકારીઓને ખંભાળિયા નહીં આવું પડે, વીડિયો કોન્ફરન્સથી વાત કરીશું. સસ્તા અનાજની દુકાનોમાં પુરતો જથ્થો પહોંચાડાયો છે. હાલ તમામ નાગરિકો દ્વારકાનો પ્રવાસ ટાળે તેવી ગૃહ રાજ્યમંત્રીએ અપીલ કરી
ભાજપના કાર્યક્રમો મુલત્વી રખાયા
બિપરજોય વાવાઝોડાને પગલે ભાજપે મોદી સરકારના 9 વર્ષ પુર્ણ થવા બદલ જાહેરસભાના આયોજન મુલતવી કર્યા છે. 12થી15 તારીખ સુધી યોજાનારી જાહેરસભાના આયોજન મુલતવી રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ, બિપોરજોય વાવાઝોડાને લઈ સતત બીજા દિવસે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાશે. મુખ્યસચિવ રાજ કુમાર વાવાઝોડાને લઈ સમીક્ષા કરશે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેંટર ખાતે મુખ્ય સચિવ બેઠક કરી દરિયા કિનારાના જિલ્લાઓની સ્થિતિ અંગે તાગ મેળવશે.
જૂનાગઢમાં બિપરજોય વાવાઝોડાની અસર, માંગરોળના દરિયામાં ઉછળ્યા 15 ફૂટ ઊંચા મોજા #CycloneBiparjoy #CycloneAlert #Gujarat pic.twitter.com/Swz1E3U6u7
— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023
રાહત અને બચાવની કામગીરી માટે નેવી, કોસ્ટગાર્ડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને NDRFની ટીમ પણ ખડેપગે છે ત્યારે તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાની અસર પહોંચી વળવા પૂર્વ તૈયારી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત ફરજબદ્ધ છે.
પોરબંદરમાં કલમ 144 લાગુ કરાઈ
પોરબંદર પર વાવાઝોડાની વધુ અસર દેખાશે. પોરબંદરનો સમુદ્ર ગાંડોતૂર થયો છે અને કિનારા પર 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. પોરબંદરનો ચોપાટી અને માધવપુર બીચ લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ કલેક્ટરે લોકોને ખોટી અફવાથી દૂર રહેવા અપીલ કરી છે. કોઈપણ વ્યક્તિ સમુદ્રના પાણીમાં ન જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ લોકોને પણ જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે. પોરબંદરમાં વાવાઝોડાને પગલે કલમ 144 પણ લાગુ કરી દેવાઈ છે જેથી લોકો એકઠા ન થાય. સાથે જ NDRFની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.
ગુજરાતની વધુ નજીક પહોંચ્યુ બિપરજોય વાવાઝોડું; 15 તારીખે બપોરે કચ્છ-સૌરાષ્ટ્રમાં ટકરાઈ શકે છે વાવાઝોડું#CycloneBiparjoy #CycloneAlert #Gujarat pic.twitter.com/9e49axYWMv
— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023
વાવાઝોડું સિવિયર સાયક્લોનીક સ્ટ્રોમના સ્વરૂપે ટકરાશે
હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતની વધુ નજીક બિપોરજોય વાવાઝોડું પહોંચી ગયું છે. બિપોરજોયની સવારે 5.30 વાગ્યાની સ્થિતિએ પ્રતિ કલાક પાંચ કિલોમીટરની ઝડપે બિપોરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપોરજોય મુંબઇથી 540 પોરબંદરથી 360 દ્વારકાથી 400 નલિયાથી 660 અને કરાંચીથી 660 કિલોમીટર દૂર છે. 15 જુન બપોર બાદ કચ્છ અને પાકિસ્તાન વચ્ચેના દરિયાકાંઠે બિપોરજોય સીધું ટકરાશે. માંડવી અને કરાંચીની વચ્ચે વાવાઝોડું હિટ થશે. વાવાઝોડાના લેન્ડફોલ વખતે પવનની ગતિ 125 થી 135 કિલોમીટર રહેશે, જે 150 કિમી પ્રતિકલાક સુધી વધી શકે છે. હાલ બિપોરજોય એકસ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમના સ્વરૂપમાં છે. જોકે, થોડા રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે તેની તીવ્રતા ઘટેલી હશે. પરંતું વાવાઝોડું સિવિયર સાયક્લોનીક સ્ટ્રોમના સ્વરૂપે ટકરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે