અહી કોઈ સરકારી તંત્ર ફરક્યુ જ નહિ, વાવાઝોડા વચ્ચે અટવાયેલા જુનાગઢના લોકોની આપવીતી

Gujarat Weather Forecast : બિપરજોય વાવાઝોડાના કારણે જૂનાગઢ જિલ્લામાં 3 પશુના મૃત્યુ... જિલ્લામાં 9 વીજ પોલ પડી ગયા, વાવાઝોડામાં 250 વૃક્ષ ધરાશાયી થયા... પરિસ્થિતિ સામાન્ય જણાતા એસ.ટી. બસોની ટ્રીપ શરૂ કરવાની સૂચના

અહી કોઈ સરકારી તંત્ર ફરક્યુ જ નહિ, વાવાઝોડા વચ્ચે અટવાયેલા જુનાગઢના લોકોની આપવીતી

Gujarat Cyclone Latest Update જુનાગઢ : જુનાગઢ માંગરોળ પંથકમાં બિપોરજોય વાવઝોડાની ફુક હજુપણ માંગરોળ પંથકમાં શરૂ છે અને હાલપણ માંગરોળ પંથકમાં ૬૦ થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે અને સાથે સાથે વરસાદી માહોલ છવાયો છે
બીજીતરફ વહીવટી તંત્ર પહોંચી વળવા નાં દાવા પોકળ સાબિત થાય છે. મીડિયાની ટીવીની ટીમ માંગરોળ પંથકમાં કાંઠા વિસ્તારના ગામડાનો ચિતાર જાણવા પહોંચી હતી. પરંતુ લોકોએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. 

મીડિયાની ટીમ પહોંચી માંગરોળ પંથકમાં મેણેજ ગામે કે જ્યાં ૫૦ જેટલાં પરપ્રાંતીય મજુરો તેમજ નાનકડું ગામ છે. જ્યાં ગામનાં સરપંચની મુલાકાત કરી હતી. સરપંચ દ્વારા ૫૦ જેટલાં લોકોને સ્થળાંતર કરી સ્કૂલ ખાતે રખાયા હતા અને ગામનાલોકોના સહયોગથી સરપંચ પોતાના ખર્ચે ફ્રુડ પેકેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું કે, કોઇ પણ સરકારી તંત્ર અહીં ફરક્યા નથી, માત્ર પોતાની કામગીરી બતાવવા ટેલીફોનીક માહિતી મેળવી રહ્યા હતા. અહી લોકો હેરાન પરેશાન છે અને તંત્ર સબ સલામત અને સ્થળાંતર કરવાનાં દાવા પોકળ સાબિત થાય છે. છેલ્લા પાંચ દિવસથી વિજળી ગુલ છે અને પશુઓ તરસ્યા છે જેથી તાત્કાલિક વીજપુરવઠો ચાલુ કરવા માંગ કરી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 16, 2023

જુનાગઢના લેટેસ્ટ અપડેટ આપતા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લામાં હાલ સ્થિતિ સામાન્ય છે. માંગરોળમાં માછીમારોની બોટને નુકસાનના કોઈ અહેવાલ નથી. જૂનાગઢ જિલ્લામાં એક પણ માનવ મૃત્યુ નોંધાયું નથી. ત્રણ પશુમૃત્યુના કિસ્સામાં સહાય ચૂકવી દેવામાં આવી છે. જિલ્લામાં ૯૦૦ વીજ પોલ પડી ગયા છે, ૩૦૦ રીસ્ટોર કરી દેવામાં આવ્યા છે. વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે ૧૨૦ જેટલી ટીમ સતત કાર્યરત છે. પરિસ્થિતિ સામાન્ય જણાતા એસ.ટી. બસોની ટ્રીપ શરૂ કરવા સૂચના અપાઈ છે. સલામતીના ભાગરૂપે ૩૭૦૦ જેટલા લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતરિત લોકોને રહેવા જમવાની સહિતની પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે. વાવાઝોડામાં ૨૫૦ જેટલા વૃક્ષ ધરાશાયી થયા હતા, તેને દૂર કરી માર્ગ પૂર્વવત કરાયા છે. ગીરના જંગલમાં પણ વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વન વિભાગે આગોતરા પગલા લીધા, એક પણ સિંહના મૃત્યુના અહેવાલ નથી. જિલ્લામાં ટીમ વર્ક સાથે વાવાઝોડાની પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news