ગુજરાતમાં આજથી 10 ટકા સવર્ણ અનામત લાગુ, જાણો કેવી રીતે મળશે લાભ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, 14મી જાન્યુઆરી 2019ના મકરસંક્રાંતિના પર્વથી રાજ્યમાં શિક્ષણ સંસ્થાઓમાં અને સરકારી નોકરીમાં આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામતનો લાભ મળતો થશે.

ગુજરાતમાં આજથી 10 ટકા સવર્ણ અનામત લાગુ, જાણો કેવી રીતે મળશે લાભ

અમદાવાદ: કેન્દ્રની મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક ગણાતો એવા આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત શનિવારે આ બિલને મંજૂરી આપી દીધી હતી. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યના સવર્ણોને આ અનામતનો લાભ મળે તે માટે 14 જાન્યુઆરીથી લાગુ કરી દીધું છે. રાજ્યના આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં આ અનામતનો લાભ મળશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, 14મી જાન્યુઆરી 2019ના મકરસંક્રાંતિના પર્વથી રાજ્યમાં શિક્ષણ સંસ્થાઓમાં અને સરકારી નોકરીમાં આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામતનો લાભ મળતો થશે. આ હેતુથી 14મી જાન્યુઆરી પછી રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઇ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવાપાત્ર રહેશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખી તેમાં 10 ટકા અનામતનો લાભ અપાશે.

— Vijay Rupani (@vijayrupanibjp) January 13, 2019

જણાવી દઇએ કે બિલના અનુસાર અનામતનો ફોર્મ્યૂલા 50 ટકા + 10 ટકા હશે. જે લોકોની વર્ષની આવક 8 લાખથી ઓછી હશે તેમને અનામતનો લાભ મળશે. જે સવર્ણોની પાસે ખેતીની 5 એકરથી ઓછી જમીન હોય, તેમને અનામતનો લાભ મળશે. આ અનામતનો લાભ તે સવર્ણો મેળવી શકશે. જેમની પાસે આવાસીય જગ્યા 1000 ચો. ફૂટથી ઓછી હશે.

જે સવર્ણોની પાસે સૂચિત મ્યુનિસિપાલિટી ક્ષેત્રમાં 100 યાર્ડ્સથી ઓછો આવાસીય પ્લોટ છે તેઓ આ અનામતનો લાભ લઇ શકશે. આ ઉપરાંત જે સવર્ણોની પાસે બિન-સૂચિત નગરપાલિકા ક્ષેત્રમાં 200 યાર્ડ્સથી ઓછો આવાસીય પ્લોટ છે તેમને આ અનામતનો લાભ મળી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news