ગુજરાતના ખેડૂતોનો મોટો નિર્ણય, અમારી શાકભાજી પાકિસ્તાન નહિ મોકલીએ

 પુલવામા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા, જેને કારણે દેશભરમાં પાકિસ્તાનીઓ સામે આક્રોશ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે દેશના અનેક ખેડૂતોએ પાકિસ્તાનને ટામેટા નિકાસ કરવાની ના પાડી હતી. આ નિર્ણયને પગલે હવે ગુજરાતના ખેડૂતોએ પણ પાકિસ્તાનને ટામેટા ન વેચવાનો નિર્ણય લીધો છે. 
ગુજરાતના ખેડૂતોનો મોટો નિર્ણય, અમારી શાકભાજી પાકિસ્તાન નહિ મોકલીએ

ગુજરાત : પુલવામા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા, જેને કારણે દેશભરમાં પાકિસ્તાનીઓ સામે આક્રોશ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે દેશના અનેક ખેડૂતોએ પાકિસ્તાનને ટામેટા નિકાસ કરવાની ના પાડી હતી. આ નિર્ણયને પગલે હવે ગુજરાતના ખેડૂતોએ પણ પાકિસ્તાનને ટામેટા ન વેચવાનો નિર્ણય લીધો છે. 

આ નિર્ણય અંગે ગુજરાત વેજિટેબલ એક્સપોર્ટ યુનિયનના પ્રમુખ અહેમદ પટેલે જણાવ્યું કે, અમદાવાદ એપીએમસીએ પાકિસ્તાન સાથેના વ્યાપારીક સંબંધોનો અંત આણ્યો છે. અમે ટામેટા અને મરચા પાકિસ્તાનમાં ન વેચવાનો નિર્ણય કર્યો છે. 150થી વધારે ટ્રક આજે ટામેટા અને મરચા પાકિસ્તાનમાં વેચવા માટે ગુજરાતમાંથી જવાની હતી, તેને અટકાવી દેવાઈ છે. ભલે અમને ખોટ જાય, અમે અમારી વસ્તુઓ લોકલ માર્કેટમાં ઓછા ભાવે વેચીશું, પણ પાકિસ્તાનને નહિ વેચીએ. 

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ગુજરાતના મરચા અને ટામેટાની મોટી ડિમાન્ડ છે. 25 ટ્રક ટામેટા, 15 ટ્રક મરચા, ગવાર બટાકાનું મોટાપાયે નિકાસ કરવામાં આવે છે. હવે આ વસ્તુઓ પાકિસ્તાન ન મોકલવાનો નિર્ણય કર્યો છે. આ શાકભાજી આજથી જ બંધ થઈ કરાઈ છે. ગુજરાતના ખેડૂતોએ સરકારને મોટો મેસેજ આપ્યો છે કે, તમે પાકિસ્તાન સાથેની લડાઈમાં અમે પણ સાથે છીએ. 

દેશના અનેક ખેડૂતોએ ટામેટા પાકિસ્તાન નિકાસ કરવાની ના પાડી દીધી, ત્યારબાદ પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે લાહોરમાં ટામેટા 180 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યાં છે. પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ આસમાને જઈ રહ્યો છે. ટામેટાના વધતા ભાવોના કારણે ભારત-પાકિસ્તાનના સંબંધમાં ખટાસ છે. ભારતના અનેક રાજ્યોમાઁથી ફ્રુટ્સ અને શાકભાજી પાકિસ્તાન નિકાસ કરાય છે, ત્યારે જો વધુ રાજ્યો પ્રતિબંધનો નિર્ણય લેશો તો પાકિસ્તાન પર તેની મોટી અસર પડશે.

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન નિકાસ થનારા સામાનની બેઝિક કસ્ટમ ડ્યૂટીને 200 ટકા સુધી વધારી દીધી. જ્યારે દેશના અનેક ખેડૂતોએ ટામેટા પાકિસ્તાન નિકાસ કરવાની ના પાડી દીધી, ત્યારબાદ પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે લાહોરમાં ટામેટા 180 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યાં છે. પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ આસમાને જઈ રહ્યો છે. ટામેટાના વધતા ભાવોના કારણે ભારત-પાકિસ્તાનના સંબંધમાં ખટાસ છે. પાકિસ્તાનને ભારતની દુશ્મની ખુબ ભારે પડવાની છે  કારણ કે  અત્યાર સુધી ટામેટા ભારતથી આયાત થતા હતાં. ભારતે બેઝિક કસ્ટમ ડ્યૂટી વધારી તો ખેડૂતોએ પણ પાકિસ્તાનને બરાબર પાઠ ભણાવ્યો છે. ખેડૂતોએ પોતાના ટામેટા પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી છે. પુલવામા એટેક બાદ તેઓ સરકારની પડખે છે. જો કે  ખેડૂતોએ આ માટે નુકસાન પણ સહન કરવું પડી શકે છે. પરંતુ દેશ હિત માટે ખેડૂતો નુકસાન ઉઠાવવા પણ તૈયાર છે. ઝાબુઆના ખેડૂતોએ મોદી સરકારને અપીલ કરી છે કે વિસ્તારના ટામેટાને વેચવા માટે ખાડી દેશો કે પછી અન્ય જગ્યાએ નવા બજારને શોધવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news