રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દીવ-દમણ, દાદરાનગર હવેલીનાં કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં જો કે વરસાદની શક્યતા નહી હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 
રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગાંધીનગર : રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દીવ-દમણ, દાદરાનગર હવેલીનાં કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં જો કે વરસાદની શક્યતા નહી હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

અત્રે નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં રાત્રે અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. સાંબેલાધાર વરસાદ પડતા કેટલાક ખેતરોમાં પાણીથી ઉભરાયા હતા. અહીં સૌથી મોટી શેત્રુંજી નદી પણ બે કાંઠે થઇ હતી. સમગ્ર વિસ્તારનાં લોકોમાં ખુશીનો માહોલ છે. જો કે ખેડૂતો માટે આ આફતનો વરસાદ છે. વાવણી બાદ જરૂરી ઉઘાડ નહી મળતા અને સતત વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જો કે ડેમમાં ભરપુર આવક થતા શિયાળું અને ઉનાળુ પાક સારો થવાની શક્યતા છે. 

ખેડામાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદનું પુન આગમન થતા નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે. કપડવંજમાં તોફાની 13 મિ.મી વરસાદ નોંધાયો હતો. અત્રે નોંધનીય છે કે, એનડીઆરએફની 15 ટીમ પૈકી 5 ટીમને ડિપ્લોય કરી દેવામાં આવી છે. જે પૈકી વલસાડમાં 1, સુરતમાં 1, નવસારીમાં 1, રાજકોટમાં 1, રાજકોટ અને ગીર સોમનાથમાં 1-1 ટીમ ડિપ્લોઇ કરાઇ છે. જ્યારે 8 ટીમ વડોદરા અને 2 ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news