1971નું યુદ્ધ: કચ્છની આ મહિલાઓની વીરતા આજે પણ સૌ કરે છે યાદ

47 વર્ષ પહેલા આજના જ દિવસે એટલે કે 3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને ભારત પર હુમલો કરીને 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી. જે 13 દિવસ સુધી ચાલ્યું હતું. 13 દિવસમાં પાકિસ્તાનની આખી સેનાએ ભારત સામે ઘૂંટણ ટેક્યા હતાં. 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાનના લેફ્ટેનન્ટ જરલ એએકે નિયાઝીએ પોતાના 93000 પાક સૈનિકો સાથે ભારતીય સેનાના લેફ્ટેનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા સામે શરણાગતિ સ્વીકારી હતી. આ યુદ્ધમાં કચ્છ જિલ્લાના મધાપર ગામના રહીશો અને તેમાં પણ મહિલાઓએ ખાસ ભૂમિકા ભજવી હતી જે જાણવા જેવું છે. ભારતીય એરફોર્સે પણ આ ગામના રહીશોના યોગદાનને બિરદાવતા વર્ષ 2014માં તેમનું સન્માન કર્યું હતું. 
1971નું યુદ્ધ: કચ્છની આ મહિલાઓની વીરતા આજે પણ સૌ કરે છે યાદ

અમદાવાદ: 47 વર્ષ પહેલા આજના જ દિવસે એટલે કે 3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને ભારત પર હુમલો કરીને 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી. જે 13 દિવસ સુધી ચાલ્યું હતું. 13 દિવસમાં પાકિસ્તાનની આખી સેનાએ ભારત સામે ઘૂંટણ ટેક્યા હતાં. 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાનના લેફ્ટેનન્ટ જરલ એએકે નિયાઝીએ પોતાના 93000 પાક સૈનિકો સાથે ભારતીય સેનાના લેફ્ટેનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા સામે શરણાગતિ સ્વીકારી હતી. આ યુદ્ધમાં કચ્છ જિલ્લાના મધાપર ગામના રહીશો અને તેમાં પણ મહિલાઓએ ખાસ ભૂમિકા ભજવી હતી જે જાણવા જેવું છે. ભારતીય એરફોર્સે પણ આ ગામના રહીશોના યોગદાનને બિરદાવતા વર્ષ 2014માં તેમનું સન્માન કર્યું હતું. 

બોમ્બવર્ષાથી ભૂજ એરબેઝના રનવેને પહોંચ્યું હતું ખુબ નુકસાન
પાકિસ્તાનની વાયુસેના દ્વારા થયેલા હવાઈહુમલા દરમિયાન ભૂજના એરફોર્સ સ્ટેશનના રનવે પર પુષ્કળ બોમ્બવર્ષા કરવામાં આવી હતી. (63 જેટલા બોમ્બ ફેંકવામાં આવ્યાં હતાં.). આ બાજુ ભારતીય વાયુસેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ઉતાવળી થઈ હતી. એરબેઝના રનવેને પાછો ઓપરેશનલ બનાવવો ખુબ જરૂરી હતું. આથી વાયુસેનાએ એરબેઝ પર  જે પણ કઈ સાધન ઉપલબ્ધ હતા તેનાથી કામ શરૂ કરવા માંડ્યું અને આ માટે બીએસએફની પણ મદદ લેવાઈ. પરંતુ તે પૂરતું નહતું. 

કચ્છ જિલ્લા કલેક્ટરની મદદ લેવાઈ
એરબેઝના રનવેની મરમ્મત માટે આખરે વાયુસેનાએ કચ્છના જિલ્લા કલેક્ટર પાસે મદદ માંગી. આ બાજુ મધાપર ગામના લોકોને પણ જ્યારે આ વાતની ખબર પડી તો તેઓ પણ દેશ માટે કઈં પણ કરી છૂટવા માટે તત્પર બની ગયાં. 300 જેટલા લોકો કે જેમાં મોટાભાગની મહિલાઓ જ હતી તેઓ આગળ આવ્યાં અને દેશભક્તિ અને નિસ્વાર્થ ભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજુ કર્યું જે ઈતિહાસમાં કોતરાઈ ગયું. 

સતત હુમલા વચ્ચે કામ કરતા ગ્રામજનો રનવેનું કામ કરતા રહ્યાં
એકબાજુ પાકિસ્તાનના વિમાનો સતત હુમલા કરતા રહ્યાં ત્યારે એવા સમયે કામ કરવું ખુબ જ જોખમી હતું. છતાં ગ્રામજનો જરાય ડર્યા વગર, થાક્યા વગર ભૂજ એરફોર્સ સ્ટેશનના રનવેનું રિપેરિંગ કામ કરતા જ રહ્યાં. પાકિસ્તાનને મરણતોલ જવાબ આપવા માટે ગ્રામજનોએ રનવેને ઓપરેશનલ કરવામાં એરફોર્સને આ રીતે ખુબ જ મહત્વની મદદ કરી. ત્યારબાદ તો જે થયું તે બધા જાણીએ છીએ કે ભારતે પાકિસ્તાનના હાડકા ખોખરા કરી નાખ્યા અને પાકિસ્તાનની શરમજનક હાર થઈ. 

ગામવાળાની દેશભક્તિ અને દેશ માટે કઈ પણ કરી છૂટવાની ભાવના તથા યુદ્ધ દરમિયાન તેમના અમૂલ્ય યોગદાનની કદર કરતા વાયુસેનાએ વર્ષ 2014માં એરફોર્સ ડે સેલ્રિબેશન પર ગ્રામજનોનું સન્માન પણ કર્યું હતું. 90 ગ્રામજનોને આમંત્રિત કરાયા હતાં જેમાંથી 70 જેટલી વીરાંગનાઓ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news