જાહેરાતમાં ભાજપના ગુણગાન ગાઈને વિવાદમાં આવ્યા કચ્છના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા
કચ્છમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપના ગુણગાન ગાઈને ફરીથી વિવાદમાં આવ્યા છે. કચ્છના અખબારોમાં સરકારની પ્રશંસા અને આભાર મંત્રી જાહેરાતથી ફરી પાછો વિવાદ સર્જાયો છે. પ્રદ્યુમનસિંહે અખબારમાં આપેલી એક જાહેરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓનો આભાર માન્યો છે. તેમજ 36 કરોડના રોડના કામો મંજૂર કરવા મામલે પણ આભાર માન્યો છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :કચ્છમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપના ગુણગાન ગાઈને ફરીથી વિવાદમાં આવ્યા છે. કચ્છના અખબારોમાં સરકારની પ્રશંસા અને આભાર મંત્રી જાહેરાતથી ફરી પાછો વિવાદ સર્જાયો છે. પ્રદ્યુમનસિંહે અખબારમાં આપેલી એક જાહેરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓનો આભાર માન્યો છે. તેમજ 36 કરોડના રોડના કામો મંજૂર કરવા મામલે પણ આભાર માન્યો છે.
આમ, કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો ભાજપ પ્રેમ છલકાઈ આવ્યો છે. જેને કારણે કોંગ્રેસમાં આંતરિક વિવાદો પણ સામે આવ્યા છે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ અંગે ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, તેઓ કોંગ્રેસ પણ છે અને કોંગ્રેસમાં જ રહેવાના છે. પણ પોતાના વિસ્તારના વિકાસની વાતો થાય છે એટલા માટે તેઓ સરકારની પ્રશંસા કરે છે.
તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના વિસ્તારના વિકાસના કામોમાં સહયોગ આપે છે એટલે તેઓનો આભાર માનું છું. સરકારના કાર્યક્રમોમાં એક જાગૃત ધારાસભ્ય તરીકે હાજર રહું છું અને સરકારની સારી યોજનાઓ પોતાના વિસ્તારમાં પણ આવે એ માટે પ્રયત્નશીલ છું.
કોંગ્રેસના અન્ય ધારાસભ્યો કેમ આ પ્રકારે નથી કરતા એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસના અન્ય ધારાસભ્યોને હું શીખામણ ન આપી શકું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓની કામગીરીની પણ તેઓએ પ્રશંસા કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે