Jamnagar ગ્રેઈન માર્કેટ નજીક ભંગાર બજાર પાસે 4 જેટલી દુકાનો અચાનક ધારાશાયી

જોકે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ અકસ્માતમાં એક ચોકીદારને પગમાં સામાન્ય ઈજા થઈ હતી. ઉપરાંત વીજતંત્રના બે વીજપોલ ધરાશાયી થઇ જતાં આસપાસના વિસ્તારનો વીજપુરવઠો ખોરવાયો હતો.

Jamnagar ગ્રેઈન માર્કેટ નજીક ભંગાર બજાર પાસે 4 જેટલી દુકાનો અચાનક ધારાશાયી

મુસ્તાક દલ/જામનગર: શહેરમાં ગ્રેઈન માર્કેટ નજીક ત્રણ દરવાજાથી બેડી ગેઇટ તરફ આવવાના માર્ગે ભાંગર બજારના મેઇન રોડ પર આજે સવારે 4 જેટલી જર્જરિત દુકાનો અચાનક ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી. આ ઘટનામાં એક મોટરકાર અને એક રિક્ષા દુકાનના કાટમાળ નીચે દબાઈ હતી. જોકે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ અકસ્માતમાં એક ચોકીદારને પગમાં સામાન્ય ઈજા થઈ હતી. ઉપરાંત વીજતંત્રના બે વીજપોલ ધરાશાયી થઇ જતાં આસપાસના વિસ્તારનો વીજપુરવઠો ખોરવાયો હતો.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે જામનગર શહેરના કાશીવિશ્વનાથ રોડની પાછળનો રસ્તો એટલે કે ત્રણ દરવાજાથી બેડીગેટ તરફ આવતા ભંગાર બજારમાં આજે સવારે 9 વાગ્યાના અરસામાં અચાનક જુનવાણી જર્જરિત ચાર દુકાનોનો ભાગ એકાએક ધરાશાઈ થવાની ઘટના બની હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ છે, જયારે PGVCLના ત્રણ જેટલા વીજપોલ અને એક કાર, એક રિક્ષા દબાઈ જતા થોડું નુકશાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે.

વહેલી સવારે આ ઘટના બનતા કોઈ મોટા સમાચાર નથી, પરંતુ હાલ રસ્તો બંધ થઈ ગયો હતો. જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ વિભાગ દ્વારા અગાઉ દુકાન માલિકોને જર્જરિત દુકાનો ખાલી કરી દેવા નોટિસ આપવામાં આવી હતી. હાલ જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી ઘટના સ્થળ પર પહોંચી દુકાનનો કાટમાળ હટાવી રસ્તો ફરીથી કાર્યરત કરવાની કામગીરી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news