Farmers Protest હાલ પુરતું સ્થગિત કરવાની જાહેરાત, SKM એ પ્રદર્શન ખતમ કરવા માટે સરકાર સામે મૂકી આ શરત

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સંયુક્ત કિસાન મોરચા (SKM) એ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ સાથે જ તેમણે કહ્યું છે કે આંદોલનનો અંત નથી આવ્યો.

Updated By: Dec 8, 2021, 12:38 PM IST
Farmers Protest હાલ પુરતું સ્થગિત કરવાની જાહેરાત, SKM એ પ્રદર્શન ખતમ કરવા માટે સરકાર સામે મૂકી આ શરત

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સંયુક્ત કિસાન મોરચા (SKM) એ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ સાથે જ તેમણે કહ્યું છે કે આંદોલનનો અંત નથી આવ્યો. સંયુક્ત કિસાન મોરચાના નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ આંદોલનને સ્થગિત કરવાની જાહેરાત કરી અને આ સાથે જ સરકાર સામે પોતાની માગણીઓ રજુ કરી. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે ખેડૂતો ધરણા છોડીને પોતાના ઘરે પાછા ફરે. 

સરકાર પાસે ખેડૂત નેતા ગુરનામ ચઢૂનીએ માગણી કરી
સંયુક્ત કિસાન મોરચાના નેતા ગુરનામ સિંહ ચઢૂની(SKM Leader Gurnam Singh Chaduni) એ કહ્યું કે અમે આંદોલન સ્થગિત કરી રહ્યા છીએ, ખતમ નથી કરતા. જ્યારે સરકાર બધી વાતો માની લેશે ત્યારે ધરણા ખતમ કરીશું. આ સાથે જ ચઢૂનીએ સરકારને તમામ આંદોલનકારી ખેડૂતો વિરુદ્ધ કેસ પાછા ખેંચવાની પણ માગણી કરી. 

શનિનો 30 વર્ષ બાદ થઈ રહ્યો છે કુંભ રાશિમાં પ્રવેશ, આ 4 રાશિના જાતકો માટે કપરો સમય, સંભાળીને રહેવું પડશે

SKM ની 5 સભ્યોની કમિટીની બેઠક
અત્રે જણાવવાનું સંયુક્ત કિસાન મોરચાની 5 સભ્યોવાળી હાઈ પાવર કમિટીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે અને હાલ આ બેઠક દિલ્હીમાં ચાલુ છે. આ બેઠકમાં બલબીર રાજેવાલ, ગુરનામ ચઢૂની,યુદ્ધવીર સિંહ, અશોક ધાવલે અને શિવકુમાર કક્કા સામેલ છે. સિંઘુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની બેઠક થશે. ત્યારબાદ આંદોલનને પાછો ખેંચવાનો નિર્ણય લેવાઈ શકે છે. 

દિગ્ગજ BJP નેતાની પુત્રી બનશે ઠાકરે પરિવારનું પુત્રવધુ, તાજ હોટલમાં આ દિવસે થશે લગ્ન

કેન્દ્રએ મોકલ્યો હતો પ્રસ્તાવ
ત્રણ કૃષિ કાયદા રદ કરવા અને એમએસપી પર કાયદો બનાવવા સહિત અન્ય મુદ્દાઓ પર સમિતિ બનાવવાની જાહેરાત બાદ કેન્દ્રએ પહેલીવાર મંગળવારે સંયુક્ત કિસાન મોરચા પાસે લેખિત પ્રસ્તાવ મોકલ્યો હતો. જેમાં ખેડૂતોની તમામ માગણીઓ માનવાનો ઉલ્લેખ છે. પરંતુ મોરચના નેતાઓએ તે પ્રસ્તાવનું સ્વાગત કરતા ત્રણ મુખ્ય આપત્તિઓ સાથે સરકારને પાછો મોકલ્યો. ખેડૂતો તરફથી આશા વ્યક્ત કરાઈ છે કે સરકાર તેમની ચિંતાઓ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને બુધવાર સુધીમાં પોતાની પ્રતિક્રિયા આપે. 

એક વર્ષથી ચાલુ છે ધરણા
નવા કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર ડટેલા છે. કાયદા રદ  કરતા પહેલા સરકારે કાયદામાં ફેરફારની જાહેરાત કરી હતી. તેને લઈને સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ હતી. પરંતુ કોઈ સમાધાન નીકળી શક્યું નહતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube