વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર જીપ-ટ્રકનો ગમખ્વાર અકસ્માત, 3નાં મોત 16 ઇજાગ્રસ્ત

અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર દોડકા ગામ પાસે શ્રમજીવીઓને લઇને જતી જીપ અને ટ્રક વચ્ચે મધરાતે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 16 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

Updated By: Jun 18, 2021, 11:46 PM IST
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર જીપ-ટ્રકનો ગમખ્વાર અકસ્માત, 3નાં મોત 16 ઇજાગ્રસ્ત

વડોદરા : અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર દોડકા ગામ પાસે શ્રમજીવીઓને લઇને જતી જીપ અને ટ્રક વચ્ચે મધરાતે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 16 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

SURAT: યુવતી સાથે શારીરિક સંબંધો રાખ્યા છુટાછેડા કરાવ્યા અને પછી કહ્યું હું તો એન્જોય કરતો હતો

મધ્યપ્રદેશના અલીરાજપુર તાલુકાના મહીડા, મેડા અને મોરી પરીવારનાં 19 વ્યક્તિઓ તુફાન જીપમાં મોરબી મજુરી કામ અર્થે જઇ રહ્યા હતા. જેમાં તેમની સાથે તેમનો પરિવાર પણ હતો. જેમાં પાંચથી છ બાળકો પણ હતા. દરમિયાન મધરાતે એક્સપ્રેસ હાઇવે પર દોડકા ગામ નજીક આગળ જઇ રહેલી ટ્રકમાં શ્રમજીવીઓ સવાર તુફાન જીપ ધડાકા સાથે અથડાઇ હતી. જેમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા. 

સુરત-મહેસાણા વિસ્તારમાં ધોધમાર વરસાદ, સ્થળ ત્યાં જળની પરિસ્થિતીથી લોકોને હાલાકી

અકસ્માતના પગલે 16 લોકોને નાનીમોટી ઇજાઓ પહોંચી હતી. તમામને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે ચાર લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. અત્રે નોંધનીય છે કે, ભાવનગરના પરિવારને અકસ્માત નડ્યાની ઘટનાને શાહી સુકાઇ નથી ત્યાં ફરી એકવાર અકસ્માત થયો હતો. અકસ્માતનાં પગલે થોડા સમય માટે એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફીક જામ સર્જાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube