કેદારનાથ યાત્રા હિમવર્ષાના લીધે સ્થગિત: 2,000થી વધુ ગુજરાતીઓ ફસાયા, 2ના મોત

મે મહિનામાં ઉત્તરાખંડના ચારધામ બરફની ચાદરથી ઢંકાઇ ગયા છે. કેદારનાથામાં ભારે હિમવર્ષા થઇ છે. બદ્રીનાથમાં પણ સતત ત્રણ દિવસથી બરફ પડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કેદારનાથમાં ત્રણ ઇંચથી વધુ બરફ પડ્યો છે. 

કેદારનાથ યાત્રા હિમવર્ષાના લીધે સ્થગિત: 2,000થી વધુ ગુજરાતીઓ ફસાયા, 2ના મોત

અમદાવાદ: મે મહિનામાં ઉત્તરાખંડના ચારધામ બરફની ચાદરથી ઢંકાઇ ગયા છે. કેદારનાથામાં ભારે હિમવર્ષા થઇ છે. બદ્રીનાથમાં પણ સતત ત્રણ દિવસથી બરફ પડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કેદારનાથમાં ત્રણ ઇંચથી વધુ બરફ પડ્યો છે. હિમવર્ષાના લીધે ઘણા યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઉત્તર ભારતમાં હવામાન ખરાબ થવાના કારણે કેદારનાથ યાત્રા પ્રભાવિત થઈ છે. હાલ 2 હજારથી વધુ ગુજરાતીઓ યાત્રામાં ફસાયા છે. ખરાબ હવામાનના કારણે યાત્રિકો અટવાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે જો કે કોઈ હેરાનગતિના સમાચાર નથી. પરંતુ ગંભીરતાને જોતાં રાજ્ય સરકારે યાત્રિકો સાથે સંપર્ક કરવાની શરૂઆત કરી દીધી છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર અને ટુર આયોજક પાસેથી માહિતી માંગી છે. ઉત્તરાખંડ સરકાર પાસેથી પણ માહિતી મગાઈ છે. જો કે હાલ તો 2 દિવસથી હેલિકોપ્ટર સેવા પણ બંધ છે.

કેદારનાથમાં રાત્રે 2 વાગ્યાથી સતત હિમવર્ષા થઇ રહી છે અને રસ્તા પર વરસાદના લીધે કેદારનાથથી 4272 યાત્રીઓને 12 વાગ્યા સુધી પરત મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના હવામાન વિભાગની ચેતાવણી અને હિમવર્ષાના લીધે વહિવટીતંત્રએ તીર્થયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં પડાવો પર પ્રતિબંધ લગાવી દીધો છે. તો બીજી તરફ સોમવારે સાંજે અને મંગળવારે બે શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જ્યારે 2 હજારથી વધુ ગુજરાતીઓ ફસાયા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. ગંભીરતાને જોતાં ગુજરાત સરકારે યાત્રિકો સાથે સંપર્ક કરવાની શરૂઆત કરી દીધી છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર અને ટુર આયોજક પાસેથી માહિતી માંગી છે.

તો બીજી તરફ કેદારનાથની યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કેદારનાથ પગપાળાના માર્ગો પર પડાવો પર યાત્રીઓને અટકાવી દેવામાં આવ્યા છે. વહિવટીતંત્રએ કેદારનાથ જનાર યાત્રીઓ અને ગૌરીકુંડમાં પ્રતિબંધ લગાવી દીધો છે. પોલીસે જાહેરાત કરી મુસાફરોને હવામાન વિશે એલર્ટ કરી દીધા છે. શ્રદ્ધાળુઓને રૂમની બહાર ન નિકળવાની સલાહ આપી છે. પોલીસે મંદિર પરિસરમાંથી મુસાફરોને હટાવી દીધા છે. 

ઉત્તરકાશી જિલ્લામાં ઓજરી ડાબરકોટમાં યમુનોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ થઇ ગયો છે. તેનાપર ટ્રાફિક શરૂ થઇ ગયો છે. ટિહરી જિલ્લામાં રાતથી જ વરસાદનો સિલસિલો ચાલી રહ્યો છે. વરસાદના લીધે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી આવી ગઇ છે. મે મહિનામાં ઠંડીથી લોકોની સ્થિતિ બગડી ગઇ છે. તમને જણાવી દઇએ કે ગઇકાલે પણ કેદારનાથ ધામમાં હિમવર્ષા થઇ હતી. ચારધામ સહિત ગઢવાલ મંડળ સાથે કુમાઉના કેટલાક વિસ્તારો અટકી અટકીને વરસાદ પડી રહ્યો છે. હેમકુંડમાં પણ હિમવર્ષાના લીધે યાત્રાની તૈયારીઓનું કામ ઠપ્પ થઇ રહ્યું છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news