KUTCH: જિલ્લા પંચાયત પ્રમુખે કહ્યું, ગામડામાં સ્થિતિ સ્ફોટક પરંતુ સરકારમાં છીએ એટલે કંઇ બોલી ન શકીએ

કોરોના મહામારીમાં સૌથી વધારે ચર્ચા લોકપ્રતિનિધિઓની બેદરકારી અને સુષુપ્તતતા ચર્ચામાં આવી છે. જે સમયે પ્રજાને સૌથી વધારે જરૂર નેતાઓની હતી ત્યારે સરકાર અને નેતાઓ ગુમ થઇ ગયા હતા. જનતા નિસહાય બની ગઇ હતી. આ ઉપરાંત કેટલાક નેતાઓ સ્થિતિથી અવગત હતા અને બોલવા પણ ઇચ્છતા હોવા છતા સરકારી દબાણને વશ થઇ તેઓ ચુપ રહ્યા હતા. 
KUTCH: જિલ્લા પંચાયત પ્રમુખે કહ્યું, ગામડામાં સ્થિતિ સ્ફોટક પરંતુ સરકારમાં છીએ એટલે કંઇ બોલી ન શકીએ

ભુજ : કોરોના મહામારીમાં સૌથી વધારે ચર્ચા લોકપ્રતિનિધિઓની બેદરકારી અને સુષુપ્તતતા ચર્ચામાં આવી છે. જે સમયે પ્રજાને સૌથી વધારે જરૂર નેતાઓની હતી ત્યારે સરકાર અને નેતાઓ ગુમ થઇ ગયા હતા. જનતા નિસહાય બની ગઇ હતી. આ ઉપરાંત કેટલાક નેતાઓ સ્થિતિથી અવગત હતા અને બોલવા પણ ઇચ્છતા હોવા છતા સરકારી દબાણને વશ થઇ તેઓ ચુપ રહ્યા હતા. 

કચ્છમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેટલા નિસહાય જોવા મળ્યા તેનો એક બોલતો પુરાવો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ગળપાદરનાં એક યુવાને ફોન કરીને ગામડાઓની સ્થિતિ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખને માહિતગાર કરે છે. જિલ્લા પંચાયત પ્રમુખ એટલું જ કહે છે કે, અમે સરકારમાં બેઠા છીએ કાંઇ બોલી નહી શકીએ પણ તમારી વાત સાચી છે કે, ઉપરથી જ વેક્સિન આવતી નથી. 

એક તરફ રાજ્ય સરકાર મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે તો બીજી તરફ ગામડાઓ સાચી સ્થિતિ વર્ણવતા ગાંધીધામ તાલુકાનાં ગળપાદર ગામના જાડેજા રાજેન્દ્રસિંહ ફોન કરે છે. ગામડાઓમાં વેક્સિનની કામગીરી ઝડપી બનાવવા માટે રજુઆત કરે છે. જો કે બહેન નિસહાય હોવાની અને રસી ઉપરથી જ નહી આવતી હોવાની અને આખા કચ્છમાં માત્ર 9 હજાર લોકોને જ વેક્સિન અપાઇ હોવાનો સ્વિકાર કરે છે. 

જો કે તેઓ સ્વિકાર પણ કરે છે કે સરકારમાં બેઠા છીએ એટલે અમે કાંઇ બોલી નહી શકીએ. તેઓ કહે છે કે, અમે આગળ રજુઆત કરી શકીએ તેનાથી વધારે અમે સરકારમાં છીએ તેથી કાંઇ કરી નહી શકીએ. સરકારમાં બેઠા છીએ એટલે કાંઇ બોલી નહી શકીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news