Video: કુંવરજી બાવળિયાએ રાજભવનમાં ગ્રહણ કર્યા શપથ, મળી શકે છે શિક્ષણ અને પાણી પુરવઠા ખાતું
કુંવરજી બાવળિયાએ સ્પિકર રાજેંદ્ર ત્રિવેદી નિવાસસ્થાને રાજીનામું સોંપ્યું હતું. બાવળિયાના રાજીનામા બાદ પ્રદેશ કોંગ્રેસે વધુ દિગ્ગજ ચહેરો ગુમાવ્યો દીધો છે. કુંવરજી બાવળિયાને કેબિનેટમાં સમાવેશ કરાશે. કુંવરજી બાવળિયા સહિત કોંગ્રેસના 120 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. કમલમ ખાતે જીતુભાઇ વાઘાણી દ્વારા કુંવરજી બાવળિયાને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
Trending Photos
ગાંધીનગર: કુંવરજી બાવળિયાએ સ્પિકર રાજેંદ્ર ત્રિવેદી નિવાસસ્થાને રાજીનામું સોંપ્યું હતું. બાવળિયાના રાજીનામા બાદ પ્રદેશ કોંગ્રેસે વધુ દિગ્ગજ ચહેરો ગુમાવ્યો દીધો છે. કુંવરજી બાવળિયાને કેબિનેટમાં સમાવેશ કરાશે. કુંવરજી બાવળિયા સહિત કોંગ્રેસના 120 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. કમલમ ખાતે જીતુભાઇ વાઘાણી દ્વારા કુંવરજી બાવળિયાને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છેકે જસદણના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયાએ પાર્ટી સાથે નારાજગીને લઈને આખરે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પોતાનું રાજીનામું આપી દીધું હતું. કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાતાંની સાથે જ રાજભવનમાં શપથગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ દરમિયાન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત કુંવરજી બાવળિયાના સમર્થકો તથા પરિવારજનો હાજર રહ્યા હતા.
કુંવરજી બાવળિયાને સંર્ણિમ સંકુલ-2 માં ઓફિસ ફાળવવામાં આવી છે. પૂર્વ આરોગ્યમંત્રી શંકરભાઇ ચૌધરીની કેબિન કુંવરજી બાવળિયાને ફાળવવામાં આવી છે. કુંવરજી બાવળિયાના મંત્રી મંડળમાં સમાવેશથી કેબિનેટ મંત્રી બનશે. કુંવરજી બાવળિયાને શિક્ષણ અને પાણી પુરવઠા જેવા મહત્વના ખાતા મળી શકે છે. જો કે આ ખાતાની ફાળવણી થી ભુપેન્દ્રસિંહ ચુડાસમા નું કદ ઘટી શકે છે. શિક્ષણ ખાતું આપ્યા પછી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સંસદીય બાબતોનાના પ્રધાન રહેશે.
તો આ તરફ ભાજપ સરકાર માટે મુશ્કેલી વધી શકે છે. કારણ કે મંત્રી મંડળમાં સમાવેશ થવા માટે અનેક ભાજપના ધારાસભ્યો રાહ જોઈ રહ્યા છે. કોળી નેતા પુરષોત્તમ સોલંકીના કદમાં પણ ઘટાડો થશે. પુરષોત્તમ સોલંકી મંત્રી તરીકે મહત્વના ખાતાંની માગણી કરી ચૂક્યા છે. જો કે મહત્વના ખાતા આપવાની બદલે બીજા કોડી નેતાને સિનિયર મંત્રી બનાવતા પુરષોત્તમ સોલંકી વધુ નારાજ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે