લોકસભા પહેલાં AAPના MLA ભૂપત ભાયાણીનું રાજીનામું, કહ્યું- હું તો પહેલાંથી ભાજપમાં જ છું!

હવે વિધાનસભામાં નહીં દેખાય ગુજરાતમાં કેજરીવાલના વિશ્વાસુ ગણાતા આ દિગ્ગજ નેતા,  AAP છોડી કેસરિયા કરશે. લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો.

લોકસભા પહેલાં AAPના MLA ભૂપત ભાયાણીનું રાજીનામું, કહ્યું- હું તો પહેલાંથી ભાજપમાં જ છું!

હિતલ પારેખ, ગાંધીનગરઃ આગામી લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યાં છે. આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લાના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આજે ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષને સોંપ્યું. આ સાથે જ તેમણે આમ આદમી પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું હોવાનો પોતે પણ સ્વીકાર કર્યો. સાથે જ એમ પણ જણાવ્યુંકે, હું તો પહેલાંથી જ ભાજપમાં છું. હું નરેન્દ્ર મોદીની કામ કરવાની પદ્ધતિ અને રાષ્ટ્રવાદી નીતિથી પ્રેરાઈને ફરી ભાજપમાં પરત ફરી રહ્યો છું.

હું રાષ્ટ્રવાદી માણસ છું, આમ આદમી પાર્ટી રાષ્ટ્રવાદી નથીઃ ભૂપત ભાયાણી
આમ આદમી પાર્ટીમાંથી વિસાવદરની બેઠક પરથી ચૂંટાનાર ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આજે રાજીનામું આપ્યું છે. ત્યારે જણાવ્યું છેકે, હું રાષ્ટ્રવાદી માણસ છું. રાષ્ટ્રના હિતમાં કામ કરવા માટે આમ આદમી પાર્ટી યોગ્ય પ્લેટફોર્મ નહોતું. મારે જનતાના મારા વિસ્તારના લોકોના કામ કરવા છે. યોગ્ય સમયે યોગ્ય રાજકીય નિર્ણય લેવાશે. હું પહેલાં પણ ભાજપનો જ કાર્યકર હતો. આમ આદમી પાર્ટી રાષ્ટ્રવાદી નથી. ભાજપમાં જોડાશો કે નહીં તેવા સવાલનો જવાબ આપતા તેમણે સ્પષ્ટ કહ્યુંકે, હું તો પહેલાંથી જ ભાજપમાં જ છું.

પહેલી પ્રક્રિયા આપતા ભૂપત ભાયાણીએ જણાવ્યુંકે, મેં બે લીટીમાં મારું રાજીનામું આપ્યું છે. હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું. વિકાસને માનનારો વ્યક્તિ છું. મને આમ આદમી પાર્ટીમાં આના માટે યોગ્ય પ્લેટફોર્મ મળે એવું નહોંતું. મેં આમ આદમી પાર્ટીના સભ્ય પદેથી અને વિધાનસભાના ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે. હું ભાજપનો જ કાર્યકર્તા હતો. ભાજપમાં મેં ખુબ કામ કરેલાં છે. સરપંચ હતો ત્યારે ભાજપે મને કાઢી મુક્યો નહોંતો. એ પદ પાર્ટીનું નહોતું. ભાજપે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યો હોય એ વાત ખોટી છે. 

 

એ વખતે પરિસ્થિતિ જુદી હતી, અને ત્યારે કઈ રીતે પરિસ્થિતિ બદલાઈ?
ભૂપત ભાયાણીએ જણાવ્યુંકે, હું મારી જનતા પાસે થઈને કાર્યકરોના કહેવાથી હું આ નિર્ણય લઈશ. મારે ચૂંટણી લડવી કે ન લડવી એ મારા કાર્યકરોએ નક્કી કરવાનું હોય. જે પક્ષમાં જોડાઉ એના મોવડી મંડળે એ નક્કી કરવાનું હોય છે. હું ભાજપમાં જોડાવાવાનો છું. લોકશાહીમાં કોઈપણ વ્યક્તિ પર કોઈ દબાણ હોતું નથી.

'ભાજપને આમ આદમીથી ડર લાગે છે': ઈશુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યુંકે, ભાજપ તાનાશાહી ચલાવે છે. બળજબરીથી ભાજપ આપના ધારાસભ્યોને રાજીનામા અપાવે છે. ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે. હવે બધા નકલી લોકો પકડાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news