રેસ્ટોરન્ટના ધંધામાં સમયમર્યાદા વધારવાની માગ, દક્ષિણ ગુજરાત હોટલ એસોસિએશને સીએમને લખ્યો પત્ર

 દક્ષિણ ગુજરાતની તમામ હોટલો ને અત્યાર સુધીમાં ૪૦૦ કરોડનું નુકસાન ભોગવવું પડ્યું છે. સરકાર તેમને વેરાબીલ, ઇલેક્ટ્રિકસીટી બીલ અને જીએસટીમાં રાહત આપે તેવી પણ માગ કરી છે. 

Updated By: Jun 29, 2020, 03:59 PM IST
 રેસ્ટોરન્ટના ધંધામાં સમયમર્યાદા વધારવાની માગ, દક્ષિણ ગુજરાત હોટલ એસોસિએશને સીએમને લખ્યો પત્ર

ચેતન પટેલ/સુરતઃ આશરે બે મહિના સુધી રહેલા લૉકડાઉનને કારણે અનેક લોકોને આર્થિક નુકસાન થયું છે. ત્યારબાદ કેન્દ્ર સરકારે અનલૉક-1ની જાહેરાત કરી હતી. જેમાં વધુ છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ હજુ ગુજરાતમાં સાંજે 7 કલાકે તમામ ઉદ્યોગ-ધંધા ચાલુ રાખવાની છૂટ છે. આ કારણે હોટલ-રેસ્ટોરન્ટના વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. મહત્વનું છે કે, હોટેલ-રેસ્ટોરન્ટના મોટા ભાગના ધંધા સાંજે અને રાત્રીના સમયે ચાલતા હોય છે. ત્યારે હાલ તો સાંજે 7 કલાક સુધીની સમયમર્યાદા હોવાને કારણે આ લોકોને નુકસાન થઈ રહ્યું છે.

સાઉથ ગુજરાત હોટલ એસોસિએશને સીએમને લખ્યો પત્ર
સાઉથ ગુજરાત હોટેલ એસોસિએશનના પ્રમુખે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. આ પત્રમાં રાત્રે 11 વાગ્યા સુધી હોટલ-રેસ્ટોરન્ટ ચાલુ રહે તેવી માગ કરી છે. તેમણે કહ્યું કે,  દક્ષિણ ગુજરાતની તમામ હોટલો ને અત્યાર સુધીમાં ૪૦૦ કરોડનું નુકસાન ભોગવવું પડ્યું છે. સરકાર તેમને વેરાબીલ, ઇલેક્ટ્રિકસીટી બીલ અને જીએસટીમાં રાહત આપે તેવી પણ માગ કરી છે. રાહતના કારણે હોટલ અને રેસ્ટોરન્ટનો ધધો ફરી પગભર થશે. જો સરકાર દ્વારા સમયમર્યાદા વધારવામાં નહીં આવે તો દક્ષિણ ગુજરાતની 70 ટકા હોટલ બંધ થવાની શકયતા જોવા મળી રહી છે.
 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube