લોકસભા ચૂંટણી 2019: જાણો ભાવનગર બેઠક પર શું છે જ્ઞાતિનું સમીકરણ
દરેક બેઠક ઉપર જ્ઞાતિ જાતિના સમીકરણો જોવાતા હોય છે. અને રાજકીય પક્ષો પણ જે જ્ઞાતિના વધુ ઉમેદવારો હોય તે જ્ઞાતિને જ ટીકીટ આપતા હોય છે. જોકે આ વખતે ભાવનગર લોકસભા બેઠક ઉપર જે જ્ઞાતિના સૌથી વધુ મતદારો છે. તે કોળી જ્ઞાતિને ટીકીટ આપવાના બદલે કોંગ્રેસે પટેલ જ્ઞાતિના ઉમેદવારને ટીકીટ આપી છે. જ્ઞાતિ જાતિના સમીકરણમાં ભાવનગરની બેઠક ઉપર જ્ઞાતિનું સમીકરણ કેવુક ફીટ બેસે છે.
Trending Photos
ભૌમિક સિદ્ધપુરા/ભાવનગર: દરેક બેઠક ઉપર જ્ઞાતિ જાતિના સમીકરણો જોવાતા હોય છે. અને રાજકીય પક્ષો પણ જે જ્ઞાતિના વધુ ઉમેદવારો હોય તે જ્ઞાતિને જ ટીકીટ આપતા હોય છે. જોકે આ વખતે ભાવનગર લોકસભા બેઠક ઉપર જે જ્ઞાતિના સૌથી વધુ મતદારો છે. તે કોળી જ્ઞાતિને ટીકીટ આપવાના બદલે કોંગ્રેસે પટેલ જ્ઞાતિના ઉમેદવારને ટીકીટ આપી છે. જ્ઞાતિ જાતિના સમીકરણમાં ભાવનગરની બેઠક ઉપર જ્ઞાતિનું સમીકરણ કેવુક ફીટ બેસે છે.
ભાવનગર લોકસભા બેઠક માટે ભાજપે તેના સાંસદ ભારતીબેન શિયાળને જ ટીકીટ આપી છે. કારણ કે, તે જુના ઉમેદવાર પણ છે અને કોળી જ્ઞાતિમાંથી પણ આવે છે. જોકે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવાર તરીકે મનહર પટેલની પસંદગી કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી 2019: વડાપ્રધાન મોદી 10 એપ્રીલે ગુજરાતમાં કરશે પ્રચાર
શા માટે કોંગ્રેસે પટેલ ઉમેદવારને આપી ટીકીટ? જાણકારો આ અંગે ચોક્કસ કારણો આપે છે.
- લાંબા સમયથી આ સીટ ઉપર પટેલને ઉમેદવારી કરવાની તક નહોતી મળી
- જીલ્લાના ખેડૂતોની સ્થિતિ સારી નથી અને પટેલો મોટા ભાગે ખેતી સાથે જોડાયેલા હોય છે અને આવામાં પટેલ ઉમેદવાર તરફ ખેતી સાથે જોડાયેલા ખેડૂતોનો ઝોક રહે
- જમીન સંપાદનમાં ખેડૂતોની અવગણના
- માઈનીંગ મુદ્દે 12 ગામના ખેડૂતો ઉપર લાઠીચાર્જ અને તેનો ભોગ બનનાર ખેડૂતો કોળી જ્ઞાતિના છે એટલે ભારતીબેનને ત્યા મત ઓછા મળે તેવો અણસાર.
- અનામત આંદોલનને લઈને પટેલોનો ભાજપા પ્રત્યે રોષ
ભાવનગર જીલ્લામાં કુલ ૧૭ લાખ જેટલા મતદારો, જ્ઞાતિ મુજબ મતદારોના આંકડા
- કોળી મતદારો આશરે ૪,૩૨,૨૮૨ છે
- પાટીદાર મતદારો આશરે ૨,૧૧,૮૧૮
- ક્ષત્રીય સમાજના મતદારો ૧,૧૭,૬૨૭
- બ્રાહ્મણ ૧,૦૯,૧૪૩
- વણિક- ૪૪,૧૭૩
- રાજપૂત ૫૭,૯૧૪
- લઘુમતી-૧,૨૮,૭૪૧
- માલધારી ૫૨,૯૭૭
- બક્ષી પંચ ૩૧૨૦૦ અને
- બાકી ઈતર મતદારો
પટેલો સ્વાભાવિક છે કે, કોંગ્રેસ તરફ વધુ ઝોક રાખે કારણ કે, કોંગ્રેસના ઉમેદવાર પટેલ છે. ઉપરાંત જીતુભાઈ વાઘાણી સાથે ક્ષત્રીય સમાજના આગેવાનને ભૂતકાળમાં વાંકું પડ્યું હતું. તો ક્ષત્રિયો આ મુદ્દે નારાજ છે. આથી જ ભાજપને આ વખતે ભાવનગર બેઠક ઉપર જોર લગાડવું પડે તેમ છે. ભાવનગરમાં ગત ચુંટણીમાં 68 ટકા આસપાસ મતદાન થયું હતું.
ગત વિધાનસભા અને લોકસભા ચુંટણીમાં પણ જ્ઞાતિ આધારિત સમીકરણો પ્રમાણે ઉમેદવારોને પસંદ કરવામાં આવેલ. તે સમયે પાટીદારનાં ઉમેદવાર મેદાન નહોતા ત્યારે પાટીદાર અને કોળી સમાજનાં મતદારોનો સીધો જ લાભ ભાજપને મળ્યો હતો. જોકે આ વખતે સમીકરણો અલગ થઇ ગયા છે. ભાવનગરમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે કોનું ગણિત સાચું પડે છે તે ૨૩ મેંના રોજ ખબર પડી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે