ઉત્તર ગુજરાતના ઉનાવા ગામે આવેલ મીરા દાતારની દરગાહના વહીવટને લઈને હત્યા, ઘટના CCTVમાં કેદ

Mehsana News: મહેસાણાના ઊંઝા નજીક આવેલ મીરા દાતાર દરગાહ મુસ્લિમ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. જો કે મીરા દાતાર ના મુજાવરો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

ઉત્તર ગુજરાતના ઉનાવા ગામે આવેલ મીરા દાતારની દરગાહના વહીવટને લઈને હત્યા, ઘટના CCTVમાં કેદ

તેજસ દવે/મહેસાણા: મહેસાણાના ઊંઝા નજીક આવેલા મિરા દાતારના મુજાવરો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ઉનાવા પોલીસ મથકે મીરા દાતાર દરગાહના મુજાવરો અને સાગરીતો સહિત 7 શખ્શો વિરૂદ્ધ ફરિયાદ નોંધવા પામી છે. થોડા વર્ષો અગાઉ પઠાણો અને સૈયદ વચ્ચેની માથાકૂટ આજે હત્યામાં પરિણમી હતી. 

મહેસાણાના ઊંઝા નજીક આવેલ મીરા દાતાર દરગાહ મુસ્લિમ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. જો કે મીરા દાતાર ના મુજાવરો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ઉનાવા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ મૃતક જાફરશા ઉર્ફે ઉમતિયાઝ રીક્ષા ચલાવતો હતો. છ વર્ષ અગાઉ પઠાણ સને સૈયદ કોમના માણસો વચ્ચે માથાકૂટમાં જફરશા પઠાણ કોમના સમર્થનમાં હતો. જેના કારણે સૈયદ કોમના માણસો નારાજ હતાં . જેને લઇને 4 વર્ષ અગાઉ જાફરશા ઉપર હુમલો પણ કરાયો હતો. ત્યારબાદ 2022 માં પણ જાફરશા ઉપર ઘાતકી હુમલો કરાવ્યો હતો. 

બાદમાં જાફરશા ઉપર ફાયરિંગ ની ફરિયાદ પણ કરવામાં આવેલી. જે ગુનામાં જાફરશા 3 માસ જેલમાં રહીને છૂટી જતાં આરોપીઓ ને તે પસંદ નહોતું. જેની અદાવત રાખીને મીરા દાતાર દરગાહમાં મુજાવર અને દરગાહ સાથે સંકળાયેલ આ ગુનાંના આરોપીઓએ જાફરશાની રેકી કરાવતા હતા. ગત રાત્રે ઉનાવાની સાહિલ હોટલ પાસે આરોપીઓએ લાકડી અને પાઇપો વડે જાફરશા ઉપર ઘાતકી હુમલો કરી હત્યા કરી નાખી હતી. જે અંગે મૃતક જાફરશા ના મામા ઈશમાઇલશા અસગરશા જમા તઅલિષા ફકીરે ઉનાવા પોલીસ મથકે 7 શખ્શો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાવી હતી.

આરોપીઓ

  • સૈયદ મનોહરઅલી ઉસ્માનમિયા
  • સૈયદ જહાગીરમિયા રિયાઝમિયા
  • સૈયદ મજીદઅલી ફકિરમિયા
  • સૈયદ સૈયદ આમિરમિયા જહાગિરમિયા
  • સૈયદ કામિલમિયા અબ્દુલસલામ
  • સૈયદ તાજરીનમિયા ઇસામુદિન
  • સૈયદ ફેઝાનમિયા ઈમ્તિયાઝમિયા

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news