મહેસાણા:LCBએ દારૂ ભરેલુ ટ્રેલર ઝડપ્યું, 833 પેટી દારૂ સાથે 53 લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા બાય-પાસ પાસેથી LCBએ દારૂ ભરેલુ ટ્રેલર ઝડપી લેવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.

મહેસાણા:LCBએ દારૂ ભરેલુ ટ્રેલર ઝડપ્યું, 833 પેટી દારૂ સાથે 53 લાખનો મુદ્દામાલ જપ્ત

તેજસ દવે/મહેસાણા: મહેસાણા બાય-પાસ પાસેથી LCBએ દારૂ ભરેલુ ટ્રેલર ઝડપી લેવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો હરિયાણાના અંબાલાથી લાવવામાં આવી રહ્યો હતો. અને જૂનાગઢ લઇ જવાતો હતો. પોલીસે બાતમીના આધારે ટ્રેલર ચાલકની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી લીધી છે.

Mehsana Daru

દારૂની હેરફેરનો શોધ્યો અનોખો ઉપાય 
મહેસાણા બાય-પાસ હાઇવે પરથી ઝડપાયેલા દારૂ ભરેલા ટ્રેલરમાં ચોખાની બોરીઓની આડમાં દારૂ લઇ જવામાં આવતો હતો. પોલીસે બાતમીના આધારે દારૂની હેરાફેરી કરી રહેલા લોકો સામે લાલ આખ કરી છે. આ ટ્રેલરમાંથી પોલીસે 833 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં ટ્રેલરની કિંમત 15 લાખ મળી કુલ 53,80,800 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news