ગાંધીનગરમાં 25 હજારથી વધુ વ્યક્તિઓને માસ્ક ન પહેરવું પડ્યું ભારે, જાણો કેટલો દંડ વસૂલ કરાયો

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય અને મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધીમાં માસ્ક ન પહેરી જાહેરનામાનો ભંગ કરનાર 25,741 વ્યક્તિઓ પાસેથી અડઘા કરોડથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ આજે (6 જુલાઇ) 1,464 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 2,93,470નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેવું જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું છે.
ગાંધીનગરમાં 25 હજારથી વધુ વ્યક્તિઓને માસ્ક ન પહેરવું પડ્યું ભારે, જાણો કેટલો દંડ વસૂલ કરાયો

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય અને મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધીમાં માસ્ક ન પહેરી જાહેરનામાનો ભંગ કરનાર 25,741 વ્યક્તિઓ પાસેથી અડઘા કરોડથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ આજે (6 જુલાઇ) 1,464 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 2,93,470નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેવું જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું છે.

ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે ઘરની બહાર નીકળતા વ્યક્તિઓએ માસ્ક પહેરવું ફરજિયાત હોવાનું જાહેરનામું બહાર પાડી નાગરિકોને જણાવવામાં આવ્યું છે. તેમ છતાં જિલ્લામાં અને મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક લોકો આ વાતને ગંભીરતાથી લેતાં નથી. જેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય અને મહાનગરપાલિકા વિસ્તારમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધી 22,193 વ્યક્તિઓને પકડી પાડયા છે. જેમની પાસેથી રૂપિયા 44,38,600નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ પાલિકા વિસ્તારમાંથી 498 વ્યક્તિઓને માસ્ક પહેર્યા વગરના પકડી પાડીને રૂપિયા 1,23,050નો દંડ વસૂલ કર્યો છે.

ગાંધીનગર જિલ્લાના 4 તાલુકામાં અત્યાર સુધી ગાંધીનગરમાં 286 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 81, 290, માણસા તાલુકામાં 126 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 36,780, દહેગામમાં 253 વ્યક્તિઓ પાસેથી 73,530 અને કલોલમાં 373 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 74,600નો માસ્ક ન પહેરવા બદલ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માણસા નગરપાલિકા દ્વારા 380 વ્યક્તિઓ પાસેથી 74,350, કલોલ નગરપાલિકા દ્વારા 1261 વ્યક્તિઓ પાસેથી 2,52,200 અને દહેગામ નગરપાલિકા દ્વારા 371 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 74,200નો દંડ માસ્ક ન પહેરી જાહેરનામાનું ઉલ્લંધન કરનાર વ્યક્તિ પાસેથી વસૂલ કર્યો છે.

આજના દિવસમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 1257 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 2,51,400, ગાંધીનગર મહાનગરપાલિકાએ 50 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 10,000, ગાંધીનગર તાલુકામાં 6 વ્યક્તિઓ પાસેથી રૂપિયા રૂપિયા 1,230, માણસા તાલુકામાં 26 વ્યક્તિઓ પાસેથી  રૂપિયા 5,460, દહેગામ તાલુકામાં 38 વ્યક્તિઓ પાસેથી  રૂપિયા 7,980, કલોલ તાલુકામાં 52 વ્યક્તિઆ પાસેથી રૂપિયા 10,400, માણસા નગરપાલિકા વિસ્તારમાં 3 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 600, કલોલ નગરપાલિકા વિસ્તારમાં 18 વ્યક્તિઓ પાસેથી રૂપિયા રૂપિયા 3,600, અને દહેગામ નગરપાલિકા વિસ્તારમાંથી 14 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 2,800નો દંડ માસ્ક ન પહેરી જાહેરનામાનો ભંગ કરવા બદલ વસૂલ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news