રાજકોટમાં વરસાદથી આજી-3 ડેમમાં પાણીની આવક, આસપાસના ગામોને કરાયા એલર્ટ

હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે રાજકોટમાં પડેલા વરસાદને કારણે ન્યારી-2 ડેમની 20 ફૂટની સાપટી પાર થતા ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે. જો કે, ન્યારી-2 ડેનું પાણી આજી-3 ડેમમાં પહોંચતું હોવાથી ડેમની આસપાસના ગામોને હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે.

Updated By: Jul 7, 2020, 07:37 AM IST
રાજકોટમાં વરસાદથી આજી-3 ડેમમાં પાણીની આવક, આસપાસના ગામોને કરાયા એલર્ટ

રક્ષિત પંડ્યા, રાજકોટ: હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે રાજકોટમાં પડેલા વરસાદને કારણે ન્યારી-2 ડેમની 20 ફૂટની સાપટી પાર થતા ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે. જો કે, ન્યારી-2 ડેનું પાણી આજી-3 ડેમમાં પહોંચતું હોવાથી ડેમની આસપાસના ગામોને હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- બોટાદમાં એક દિવસમાં એક જ જગ્યાએથી બે યુવકની મળી લાશ

રાજકોટના ન્યારી-2 ડેમની સપાટી 20 ફૂટ પાર થતા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 6 દરવાજા 5-5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 6 દરવાજા ખોલી 19,600 ક્યુસેક પાણી ન્યારી-2 ડેમ ખાતેથી છોડવામાં આવ્યું છે. ન્યારી-2 ડેમનું પાણી આજી-3 ડેમમાં પહોંચે છે. જો કે, આજી 3 ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. આજી 3 ડેમના તમામ 15 દરવાદજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- રાજ્યના 195 તાલુકામાં વરસાદ, જામનગરના કાલાવડમાં 6 ઇંચથી વધુ વરસાદ

પડધરી તાલુકા અને આસપાસમાં પડી રહેલા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઈ છે. આજી 3 ડેમની કુલ સપાટી 5315 મીટર છે. જ્યારે આજી 3 ડેમમાં 98,812 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને પગલે તંત્ર દ્વારા આજી 3 ડેમના નદીના પટમં અવરજવર ન કરવા સુચના આપવામાં આવી છે. આ સાથે પીઠડ, મેઘપર, જશાપર, સાગડીયા સહિત 16 જેટલા ગામોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube