ઓનલાઇન ક્લાસમાં પ્રોફેસરને વિદ્યાથી દ્વારા થયો કડવો અનુભવ, બીભત્સ ચેનચાળા કરતા બધા ડઘાઈ ગયા

કોરોના મહામારી (Coronavirus) વચ્ચે મોટાભાગની સ્કૂલો અને કોલેજો (Collage) ઓનલાઈન સ્ટડી (Online Study) કરાવી રહી છે. તેવામાં ખ્યાતનામ એવી નિરમા કોલેજ (Nirma Collage) માં ભણતા વિદ્યાર્થીઓનો ઓનલાઈન કલાસ (Online Class) ચાલી રહ્યો હતો ત્યારે એક શખ્સ તેમાં જોડાયો હતો.

ઓનલાઇન ક્લાસમાં પ્રોફેસરને વિદ્યાથી દ્વારા થયો કડવો અનુભવ, બીભત્સ ચેનચાળા કરતા બધા ડઘાઈ ગયા

મૌલિક ધામેચા, અમદવાદ: કોરોના મહામારી (Coronavirus) વચ્ચે મોટાભાગની સ્કૂલો અને કોલેજો (Collage) ઓનલાઈન સ્ટડી (Online Study) કરાવી રહી છે. તેવામાં ખ્યાતનામ એવી નિરમા કોલેજ (Nirma Collage) માં ભણતા વિદ્યાર્થીઓનો ઓનલાઈન કલાસ (Online Class) ચાલી રહ્યો હતો ત્યારે એક શખ્સ તેમાં જોડાયો હતો.

જોકે તેણે બીભત્સ ચેનચાળા કરતા વિદ્યાર્થીઓ ડઘાઈ ગયા હતા. આ મામલે પ્રોફેસરે આ વિદ્યાર્થીને પોતાનું નામઠામ પૂછતાં તેને ખોટું નામ આપ્યું હતું. પણ આ અંગે સાયબર ક્રાઇમે (Cyber Crime) તપાસ કરતા તે શખસે આ હરકત કરી અને બાદમાં કેનેડા જતો રહેતા આઈડી આપનાર વિદ્યાર્થીની ઇન્દોર (Indore) થી ધરપકડ કરાઈ હતી.

શહેરની નિરમા યુનિવર્સિટી (Nirma University) ના પ્રોફેસર કોર્પોરેટ એકાઉન્ટીન્ગ નો લેક્ચર ઓનલાઈન ઝૂમ એપ્લિકેશન (Zoom Apps) દ્વારા લઈ રહ્યા હતા.ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લીધો હતો અને તેમાં જોડાઈ બીભત્સ ચેનચાળા કર્યા હતા. ત્યારે ઓનલાઈન ભણાવનાર પ્રોફેસરએ આ વ્યક્તિને તેનું નામઠામ પૂછતાં તેને પોતાનું નામ ફેઝાન બક્ષી જણાવી બીભત્સ ગાળો ભાંડી હતી.

જેથી પ્રોફેસરે આ વ્યક્તિને એપ્લિકેશનમાંથી રિમુવ કર્યો હતો.જેથી કોઈ વિદ્યાર્થીએ ઓનલાઈન રાષ્ટ્રીય મહિલા આયોગ દિલ્હી ખાતે ફરિયાદ આપતા જે પત્ર તેઓને તેઓની યુનિવર્સિટીમાં આવતા તે આધારે સાયબર ક્રાઇમ (Cyber Crime) માં ફરિયાદ આપી હતી. સાયબર ક્રાઇમની ટીમે સાયબર એનાલિસીસી કરતા આ શખસ મધ્યપ્રદેશના ઇન્દોર (Indore) નો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસની ટીમે ઇન્દોર ખાતે પહોંચી હિમાંશુ ખંડેલવાલની માહિતી મેળવી હતી. 

આ શખશે એપ્લિકેશનમાં પોતાનુ નામ ફેઝાન બક્ષી રાખી આઈડી બનાવ્યું હતું. અને આ હિમાંશુ હાલ કેનેડાના વેનકુવર જતો રહ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ઝૂમ એપ્લિકેશનની લિંક તેના મિત્ર પલ્લવ અરગલએ હીમાંશુને આપ્યું હોવાનું સામે આવતા પલ્લવ નિરમા યુનિ. માં બીકોમ એલ.એલ.બી સેમ 4 માં અભ્યાસ કરતો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. 

પકડાયેલ આરોપીની સાથે જ ફરાર આરોપી રહેતો હતો. પણ આ હરકત કરવા પાછળનું કારણ માત્ર ટીખળ કરવાનું હતું કે અન્ય કોઈ કારણ તે બાબતે તપાસ કરાશે. હાલ કેનેડા (Canada) ગયેલા આરોપીને લઈને લુકઆઉટ નોટિસ જારી કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news