12 ફેલ યુવકે કર્યું કરોડોનું કૌભાંડ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નામે કરોડો ફંડ મેળવી લીધું

ગુજરાત નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના ખજાનચી હેમાંગ શાહને ગત જાન્યુઆરી માસમાં કાર્યકર્તા મારફતે જાણવા મળ્યું હતું કે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ફરી રહી છે જે પોસ્ટના ફોટો પર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનો ચિન્હ છે. બેન્ક એકાઉન્ટ નંબર IFSC નંબર લખેલ છે. સાથે જ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશ લખેલ છે.

12 ફેલ યુવકે કર્યું કરોડોનું કૌભાંડ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નામે કરોડો ફંડ મેળવી લીધું

ઉદય રંજન/અમદાવાદ: સોશિયલ મીડિયામાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીની પોસ્ટ બનાવી સોશિયલ મીડિયામાં મૂકી કરોડો રૂપિયાનું ફંડ મેળવી લેનારની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ગુજરાત નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના ખજાનચી હેમાંગ શાહને ગત જાન્યુઆરી માસમાં કાર્યકર્તા મારફતે જાણવા મળ્યું હતું કે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ફરી રહી છે જે પોસ્ટના ફોટો પર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનો ચિન્હ છે. 

બેન્ક એકાઉન્ટ નંબર IFSC નંબર લખેલ છે. સાથે જ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશ લખેલ છે. જેમાં લખેલ હતું કે ફંડ સ્વીકારવા બદલ ટેક્સ બેનિફિટ મળશે ત્યારે NCPના કાર્યકર્તાના ધ્યાને આવતા ગુજરાત પ્રદેશ NCPની કાર્યાલયના ધ્યાન પર મુકવામાં આવ્યું હતું. કાર્યાલયના ખજાનચી હેમાંગ શાહના ધ્યાને આવ્યા બાદ ખ્યાલ આવ્યો કે આ કોઈ સાયબર ગાંઠિયાનું કામ હોય શકે છે. જેથી તેમણે ગત જાન્યુઆરી માસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં એક ફરિયાદ આપી હતી. જે ફરિયાદની તપાસ કરતા અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસમાં મોટા કૌભાંડનો ખુલાસો થયો હતો. 

સોશિયલ મીડિયામાં NCP ગુજરાત પ્રદેશના નામે ફંડ બાબતે જે પોસ્ટ ફરી રહી હતી. તેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કરી હતી. જેમાં સામે આવ્યું કે આ પોસ્ટ નવેમ્બર 2023માં મુકવામાં આવી હતી. જે સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં મુકવામાં આવી હતી. તેનું સંચાલન વટવાનો આમિર શેખ કરી રહ્યો છે ત્યારે સાયબર ક્રાઇમ બ્રાંચ એ આમિર શેખની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે માસ્ટર માઈન્ડ આમિર શેખ એ આ પોસ્ટ બનાવી હતી અને તે લોકોને NCP પાર્ટીમાં ફંડ આપશે તો તેમને ટેક્સમાં બેનિફિટ આપશે. તેના બદલામાં 10 ટકા કમિશન આપવાનું રહેશે. સાથે સાથે પૈસા જમા કરનાર વ્યક્તિઓને એનસીપી એક બોગસ સ્લીપ પણ આપતો હતો. ત્યારે રાજ્યના 86 લોકોએ ટેક્સ બેનિફિટ લેવા માટે 2 કરોડ 80 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જેના કમિશન પેટે આમિર શેખ એ 10 લાખથી પણ વધુ રકમ મેળવી હતી.

માસ્ટર માઈન્ડ આમિર શેખ એ એક ખાસ મોડ્સ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો હતો. જે બેન્ક એકાઉન્ટમાં પૌસા ટ્રાન્સફર થતા હતા તેનું નામ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી સાથે હળતુ ભળતું રાખવામાં આવ્યું હતું એટલે નેચાર્લ્સ કાલીરલ પેકેજીંગ રાખ્યું હતું. એન એ બેન્ક એકાઉન્ટ એક યુવકને નોકરીની લાલચ આપીને તેના ડોક્યુંમેન્ડ મેળવીને બોગસ એકાઉન્ટ ખોલાવ્યું હતું. જે જે લોકોએ આમિર શેખને પૈસા ટ્રાન્સફર કરતા હતા. તેમને બીજા દિવસે 10 ટકાનું કમિશન મેળવીને બાકીના પૈસા રોકડમાં ચુક્વતો હતો.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે કે માસ્ટર માઈન્ડ આમિર શેખ 12 ફેલ છે અને લોકસભાની ચૂંટણી આવી રહી હતી. એ માટેથી આ કૌભાંડ કરવાનો વિચાર આવ્યો હતો ત્યારે અન્ય ત્રણ આરોપીઓની પણ પોલીસે ઓળખ કરી છે. સાથે જે પોલીસે તપાસ શરુ કરી છે કે આ 86 લોકો સિવાય અન્ય કોઈ લોકોએ ટેક્સમાં ફાયદો મેળવા માટે પૈસા ફંડમાં આપ્યા છે કેમ સાથે જ ઇન્કમટેક્ષ ને પણ જાણ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news