ગુજરાતના તમામ મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યું, દરેક સ્થિતી માટેની તૈયારી : નીતિન પટેલ
ગ્રુપની મીટીંગમાં મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના સિનિયર અધિકારીઓ મુખ્યમંત્રી અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં હાજર હતા. આથી અમદાવાદમાં ૯ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધીનો કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે તેની વ્યવસ્થા આ યોજનાની ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ કર્ફ્યુની અમલવારી અંગે ગૃહ વિભાગની નોટિફિકેશન તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી છે.
Trending Photos
- અમદાવાદ બાદ વડોદરા અને સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુંની જાહેરાત
- તમામ સ્થિતીને પહોંચી વળવા માટે સરકાર અને તંત્ર સજ્જ
હિતલ પારેખ/ગાંધીનગર : ગ્રુપની મીટીંગમાં મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના સિનિયર અધિકારીઓ મુખ્યમંત્રી અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં હાજર હતા. આથી અમદાવાદમાં ૯ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધીનો કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે તેની વ્યવસ્થા આ યોજનાની ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ કર્ફ્યુની અમલવારી અંગે ગૃહ વિભાગની નોટિફિકેશન તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી છે.
અમદાવાદની પદ્ધતિ પ્રમાણે સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં પણ આગોતરા પગલાં તરીકે સાવચેતીના ભાગરૂપે મોટી સંખ્યામાં વિશેષ રીતે કેસનો વધારો થયો હોવા છતાં લાભપાંચમ સુધીના તહેવારો પોતપોતાના વતનમાં ગયા છે પરત આવી રહ્યા છે. અમદાવાદ વડોદરા અને રાજકોટમાં કોરોના સંક્રમણ નહીં તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
ગઈકાલે 1340 હતી તેમાં આજે 1420 થશે એટલે મોટા પ્રમાણમાં વ્યાપક રીતે સરકારી ટેસ્ટિંગ ચાલુ કર્યું છે. આ ઉપરાંત ટેસ્ટિંગની પ્રક્રિયા કરવામાં આવે છે નાગરિકો સ્વયં પણ ટેસ્ટિંગ કરાવી રહ્યા છે. 1420 દર્દીઓની સંખ્યા આવી છે તેને અલગ અલગ દાખલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સોશિયલ મીડિયા એવો હાઉ ઉભો કરવામાં આવી રહ્યો છે કે, સરકારી દવાખાનાઓમાં જગ્યા નથી.
જો કે હું દરેકે દરેક નાગરિકને આશ્વસ્ત કરવા માંગુ છું કે, સરકાર તમામ સ્થિતી માટે તૈયાર છે. મોટા પ્રમાણમાં બેડ ખાલી છે અને વધારે બેડ અને કોવિડ વોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. નાગરિકોએ કોઇ પણ અફવાથી દોરવાવાની જરૂર નથી. કોરોનાની સ્થિતી માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર ભારતમાં પ્રમાણમાં વિકટ છે.
જે દર્દી આવે તેને સારી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતની સૌથી મોટી 1200 પથારીની અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોવીટ હોસ્પિટલ 971 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતની સૌથી મોટી 1200 પથારીની અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોવીટ હોસ્પિટલ 971 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. 60 પથારી અને 60 પથારી એટલે કે 120 અમદાવાદ સિવિલમાં વધારાના સૂચના આપી છે. સોલા હોસ્પિટલ માં પણ આ પ્રકારે વધારો કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ ૩૦૦ પથારી છે તે પૈકી 230 ઓક્સિજન બેડ મોટાભાગની ભરી શક્યા છે. સોલા અને ગાંધીનગર હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની વ્યવસ્થા કરી છે.
કેન્સર હોસ્પિટલ માં પણ દર્દીઓની સારવાર ચાલુ રાખવાની સાથે કોરોના ના દર્દીઓ ને પણ સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્સર હોસ્પિટલમાં 228 પથારીમાં 12 ભરેલી છે ૨૨ આઈ સી યુ બેડ ખાલી છે. ડોક્ટર ને વિનંતી કરી કે જ્યાં પોતાને જવાબદારી હોય ત્યાં ફરજ ઉપર જાય જો નહીં જાય તો તેમની સામે પગલાં ભરવામાં આવશે. પી જી ના સ્ટુડન્ટ ડોક્ટર હોય એમબીબીએસ ડોક્ટર હોય ત્યાં જવાની સૂચના આપવામાં આવી છે તેઓ હાજર થઈ જાય.
અમદાવાદમાં જે રીતે કર્ફ્યુનો અમલ જાહેર કરે તે જ પ્રમાણે સુરત વડોદરા અને રાજકોટમાં પણ રાત્રી કર્ફ્યુ લગાવવાની માંગણી હતી જે રજૂઆતો આવી છે તેના આધારે કોર કમિટીએ નિર્ણય કર્યો છે સુરત વડોદરા રાજકોટ માં શનિવારે રાત્રી 6:00 વાગ્યા સુધી કર્યું. સુરત વડોદરા અને રાજકોટમાં આજથી રાત્રે 9 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી બીજી જાહેરાતનો ત્યાં સુધી લોકડાઉન રહેશે. આવતી કાલે શનિવાર થી 9:00 વાગ્યાથી રાત્રી કર્ફ્યુ લાગુ થશે સવારે છ વાગ્યા સુધી રહેશે. દરરોજ માટે નવ થી છ માટે રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે