પાલનપુર: ચિત્રાસણી નજીક ભારે પવન ફૂંકાતા ઝૂંપડા પર ઝાડ પડ્યું, એકનું મોત 5 ઘાયલ
રાજ્યના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો આવી ગયો છે. જો કે તેની આગાહી અગાઉ કરવામાં આવી હતી. બનાસકાંઠા, અમરેલી અને ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો.
Trending Photos
અલ્કેશ રાવ, બનાસકાંઠા: રાજ્યના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો આવી ગયો છે. જો કે તેની આગાહી અગાઉ કરવામાં આવી હતી. બનાસકાંઠા, અમરેલી અને ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ બાજુ બનાસકાંઠામાં પણ વાતાવરણમાં પલટો આવી ગયો છે. ધાનેરા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ વરસાદે જો કે ખેડૂતોની ચિંતા વધારી છે. પાલનપુરના ચિત્રાસણી નજીક ભારે પવન ફૂંકાયો. આ વાવાઝોડાના કારણે ઝૂંપડું તૂટતા એક જણના મોતના અહેવાલ છે. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ પાલનપુરના ચિત્રાસણી નજીક ભારે પવન ફૂંકાયો જેના કારણે ઝૂપડું તૂટતા એક વ્યક્તિનું મોત નિપજ્યું અને 5 લોકો ઘાયલ થયા. વાવાઝોડાથી બચવા ઝૂંપડામાં બેઠા હતાં અને તે દરમિયાન ઝૂંપડા પર લીમડાનું ઝાડ પડ્યું. રેલવે કોરિડોરમાં કામ કરતા મજૂરનું મોત થયું છે. ઘાયલોને સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અન્ય એક ઘટનામાં વડગામ તાલુકાના છનીયાણા ગામે પણ મકાન પર ઝાડ તૂટી પડ્યું હતું. મકાનમાં રહેલા 6 લોકોનો આબાદ બચાવ થયો. મકાનના આગળના ભાગને ભારે નુકસાન થયું છે.
જુઓ LIVE TV
આ બાજુ ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમરેલીના નાગેશ્રી ગામમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ખાંભા તાલુકાના બારમણ,ભૂંડણી ચોંત્રા સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડવાથી સમગ્ર પંથકમાં થંડક પ્રસરી છે તો બીજી તરફ ભારે પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ભર ઉનાળામાં વરસાદના કારણે ખેડૂતોના ઉનાળું પાકમાં નુકસાનની ભીતિઓ સર્જાઈ છે.
અત્રે જણાવવાનું કે ગઈ કાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાવાની સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી પડ્યો હતો. ત્યારે આજે પણ હવામાન ખાતા દ્વારા બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. વિભાગ દ્વારા ભારે પવન સાથે, કરા અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે